________________
૮૦૬]
દર્શન અને ચિંતન બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલું ઊંડું ચિન્તન અને
સ્વા –એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વાર તે ગોપનાથ જઈએ. મવિહાર એ તે સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વ રંગ કહ્યો છે, કારણ કે એ વ્યવિહાર દ્વારા લેખક દિવ્યતાને વ્યમમાં વિચરવા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસન્માદમાં કોઈ કલ્પના અને ચિંતનગમ વ્યમમાં વિહાર કરે છે. જે લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના. સંસ્કારે એકરસે રસાયા ન હતા તે સ્થૂળ ભવિહારમાંથી “અપૂર્વગ” સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનું જીવન લખતાં કેઈ નવી જ જીવ–પરમાત્મસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં “ અપૂર્વરંગ” માં છે. જે લોકો માત્ર ચાલુ જીવનમાં જ ગોથાં ખાતાં હેય તેઓને ન રસ માણવા માટે આ બોમવિહાર' ઉપયોગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન ત્રણેય પરંપરાના ઈતિહાસની ઝાંખી તે છે જ, પણ એમાં ગોદાવરી, વ્યંબક, ગજપંથા, પાંડવગુફા વગેરેનાં જે સંવેદનપૂર્ણ શબ્દચિત્ર છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમ્મિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આડંબરી પ્રથાની જે ગ્રંથિભેદપષક તટસ્થ પર્યાલેચના છે તે બધું કઈ પણ તીર્થના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એનો પાઠ શીખવે છે. એકકાવાળાએ આપેલ દ્રાક્ષને ઝૂમખે એ માનવતાની દીવાદાંડી છે. તથાગત બુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અબુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડું • આત્મનિરીક્ષણ છે.
ગોપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હોઉં. વ્યોમવિહાર સાંભળતાં બોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વર્ણન ગિરનારમાં દેખાતાં દશ્ય વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દયે, સુકમ સંવેદને અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ—એ બધાંમાંથી લેખક. સપ્તરંગી મેઘધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી યુક્તિઓ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધર્મપરંપરાઓ અને ધર્મસ્થાનોની વિવિધતા, સાધુસંતની વિવિધતા અને એતિહાસિક બનાવોની વિવિધતા–બધી વિવિધતાઓ વચ્ચે ગિરનાર તે કુટરથ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org