Book Title: Sampradayo ane Rashtriya Mahasabha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા ૫ ૧૪ તમારી ફરજ સર્વથી પહેલાં પિતાના દીને ઇસ્લામને પ્રકાશવાની અને પિતાના દીન મુસલમાનોને વધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણે જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તે ઊલટું મહમ્મદ સાહેબ ના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતો બનવાનું શક્ય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાંત શિયા, સુન્ની વગેરે અનેક નાના ભેદમાં વહેંચાઈ ખંડિત થઈ ગયેલ છે. અને સમગ્ર દેશના પિતાના પાડોશી ભાઈઓને પર મનાવતિ થઈ ગયો છે. મુલ્લા કે મેલવી એ તરુણને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પંડિત ને સનાતનપંથી બાવા સંન્યાસીઓ એ જ રીતે પિતાની નવી પેઢીને કહેતા કે તમારે કંઈ કરવું છે તે હિન્દુ કામનું ક્ષેત્ર ક્યાં નાનું છે? તમે કોગ્રેસમાં જઈને તો ધર્મ, કર્મ અને શાસ્ત્રોને ધાણ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે જે ધર્મ, કર્મ અને શાઓના નાશની વાત કરે છો તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જે જૂની રીતે તેમનું જીવન શક્ય હેત તો આટલા બધા પંડિત અને સંન્યાસીઓ હેવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહ સ્થા અને ખાસ કરી ધર્મગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કેસ તરફ દોડે છે, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તો પિતાના સમાજ અને પિતાની જેમ વાતે કાંઈ કેમ નથી કરતા ? નવી પેઢીએ ચાખૂંચટ સંભળાવ્યું કે જે સમાજ અને કામમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ છે તે તમે પિતે એમાં કાંઈ કામ કેમ કરી નથી શકતા ? તમારી કોમી અને પંથી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેંકડે ભેદપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પિતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શક્ય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના હતા ? આ રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સંઘર્ષણ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે. વિચારસંઘર્ષણ અને વધારે ઊહાપેહથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનું એય અને તેને કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બને છે તે. નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસંદિગ્ધ બન્યું છે. અત્યારને તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીબ અને દુઃખીઓની વહારે ધાવાને ખ્રિસ્તને પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવો હોય તે તે વાતે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસભા જેટલું બીજું વિશાળ અને અસંકુચિત ક્ષેત્ર મળવાનું શક્ય જ નથી. આર્ય સમાજની નવી પેઢીને પણ નિશ્ચય ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12