Book Title: Sampradayo ane Rashtriya Mahasabha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 11
________________ સપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા [૫૧ આનો જવાબ શોધીશું તો બીજા વર્ગનું માનસ સમાઇ જવાશે. વાત એ છે કે ખીન્ન વર્ગને કાંઇક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી હોય કે જે અનુયાયી લોકાના મનમાં વસેલી હોય અને એવી ન હાય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનુ કાઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્માંમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણાં ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વગે એ ગાણાં માટે ઉપાશ્રયાનું જ સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વગે ઉપાશ્રયા ઉપરાંત ખીજા સ્થાનો એવાં પસંદ કર્યાં કે જ્યાં ગાણાં ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય, તત્ત્વતઃ બીજો ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ; તેને ઘણા ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકાર અહિંના રાજપુરુષાને વાસ્તે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લેવા એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝખ્મા પહેરી એલ, તપસ્વી મનાતા જૈન સાધુવ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જો વિશ્વત્વને વાસ્તવમાં જ જીવિત કરવા ઇચ્છે છે તે તેના પ્રયાગનુ સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છેાડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે? હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના એ વકરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈ ને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂòિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા ચેાગ્ય સ્થિતિ સામે આંખ મીચી ખેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં ધનો છેડયા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણીને ટાંકણે કામની વેળાએ-માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મેાહ નથી, અગર તેની લેશે સૂગ પણ નથી. એ જ રીતે તે ઉદારતાની કે સુધારાની માત્ર શાબ્દિક રમતામાં ગાંધાતા નથી. એ પ્રથમ પોતાની શકિતનું માપ કાઢે છે અને પછી જ કાંઈ કરવાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ ફબ્ધ સૂઝે છે ત્યારે તે કાઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતા નથી; માત્ર બીજાના પ્રયત્નની રાહ જોઈ બેસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12