Book Title: Sampradayo ane Rashtriya Mahasabha Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા [૨૧] મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમ કે એ તે રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જૈનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય?” એમણે સાચા દિલથી પિતે માનતા કે સમજતા તે જ જવાબ વાળ્યો, “મહાનુભાવ, એ તે દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથી જ આવવાની. વળી, રાજ્યવિધ તો એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્મ હોઈ શકે ?” ક્યારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠ એક સંન્યાસીને એ જ સવાલ પૂછે. તેમણે ગંભીરતાથી જવાબ આપે કે “ક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અતપથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ તમાં પડવું કેમ પાલવે ?’ પુરાણ અને મહાભારતના વીરરસપ્રધાન આખાને કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચોખ્ખચટ સંભળાવેલું કે “જોઈ જોઈ તમારી કોંગ્રેસ ! એમાં તે બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વિખરાઈ જાય છે. એમાં મહાભારતના સૂત્રધાર કૃષ્ણને કર્મયોગ ક્યાં છે?” જે તે વખતે મેં કઈ ખરા મુસલમાન મેલવીને પૂછવું હેત તે એ પણ લગભગ એ જ જવાબ આપત કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાને અનુસરાય છે? એમાં તો જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લેકને શંભુમેળ થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સંભાન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તે કંઈ દેખાતી નથી. કેઈબાઈબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હતો તે હિંદુસ્તાની સેવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કોગ્રેસ કઈ સ્વર્ગીય પિતાના રાજ્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12