Book Title: Sampradayo ane Rashtriya Mahasabha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૪] દર્શન અને ચિંતન હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમ જ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણું દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભકત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોગ્રેસને પોતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિક્તા. કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દૃષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પિતાની જાતને માનતામનાવતા કટ્ટર જૈન ગૃહ અને જૈન સાધુઓ કોગ્રેસના દરવાજાથી દૂર જ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પિતાના ધર્મની રક્ષા કરવાને સંતોષ. પિષવા લાગ્યા. પણ દવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકેમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકોનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડયું હતું. કેળવણુએ કદર સાંપ્રદાયિક પિતાના પુત્રમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પિતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધતિ બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણું વડીલે અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાન્તોની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતને તેઓ પિતાને વાડા સુધ્ધામાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા નથી, તેમ જ પિતાના વાડા બહાર કાંગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પિતાના સિદ્ધાંતની સક્રિયતા અને શક્યતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાસ્તે પિતાપિતાના સંપ્રદાયે વ્યવહાર અને ધર્મ–બંને દૃષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. આ ક્ષણે સંપ્રદાયના કટ્ટર પંડિત, ધર્માચાર્યો તેમ જ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારબંધ શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મેલવી તરુણ મુસ્લિમને કહે કે તમે કેસમાં જાઓ છે, પણ ત્યાં તો ઈસ્લામ વિરુદ્ધ બાગ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12