Page #1
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા
[૨૧] મેં લગભગ પચીસેક વર્ષ પહેલાં, જ્યારે બંગભંગનું પ્રબલ આંદોલન ચાલતું ત્યારે, એક સંતવૃત્તિના વિદ્યાપ્રિય જૈન સાધુને પૂછેલું કે “મહારાજશ્રી, તમે કોગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ કાં ન લો, કેમ કે એ તે રાષ્ટ્રીય સ્વતંત્રતા માટે લડનારી અને તેથી જ જૈનોની સ્વતંત્રતા માટે પણ લડનારી સંસ્થા ગણાય?” એમણે સાચા દિલથી પિતે માનતા કે સમજતા તે જ જવાબ વાળ્યો, “મહાનુભાવ, એ તે દેશની સંસ્થા કહેવાય. એમાં દેશકથા અને રાજકથી જ આવવાની. વળી, રાજ્યવિધ તો એનું ધ્યેય જ છે. એવી કથાઓના અને રાજ્યવધના અમ ત્યાગીઓને એવી સંસ્થામાં ભાગ કે રસ લેવાનું શી રીતે ધર્મ હોઈ શકે ?” ક્યારેક બીજે પ્રસંગે ઉપનિષદ અને ગીતાના સતત પાઠ એક સંન્યાસીને એ જ સવાલ પૂછે. તેમણે ગંભીરતાથી જવાબ આપે કે “ક્યાં અદ્વૈત બ્રહ્મની શાંતિ અને ક્યાં ભેદભાવથી ભરેલી ખીચડી જેવી સંક્ષોભકારી કોંગ્રેસ ! અમારા જેવા અતપથે વિચરનાર અને ઘરબાર છોડી સંન્યાસ લેનારને વળી એ ભેદ – એ તમાં પડવું કેમ પાલવે ?’ પુરાણ અને મહાભારતના વીરરસપ્રધાન આખાને કહેનાર એક કથાકાર વ્યાસે કાંઈક એવા પ્રશ્નના જવાબમાં ચોખ્ખચટ સંભળાવેલું કે “જોઈ જોઈ તમારી કોંગ્રેસ ! એમાં તે બધા અંગ્રેજી ભણેલા અને કશું ન કરનાર માત્ર અંગ્રેજીમાં ભાષણ આપી વિખરાઈ જાય છે. એમાં મહાભારતના સૂત્રધાર કૃષ્ણને કર્મયોગ ક્યાં છે?” જે તે વખતે મેં કઈ ખરા મુસલમાન મેલવીને પૂછવું હેત તે એ પણ લગભગ એ જ જવાબ આપત કે કોંગ્રેસમાં જઈને શું કરવું ? એમાં ક્યાં કુરાનનાં ફરમાને અનુસરાય છે? એમાં તો જાતિભેદ પોષનાર, અને સગા ભાઈઓને પારકા માનનાર લેકને શંભુમેળ થાય છે. કટ્ટર આર્યસમાજી જવાબ આપનાર હોત તો તે વખતે એમ જ કહેત કે અછૂતોદ્ધારની અને સ્ત્રીને પૂરું સંભાન આપવાની વેદસંમત હિલચાલ કોંગ્રેસમાં તે કંઈ દેખાતી નથી. કેઈબાઈબલ પી જનાર પાદરી સાહેબને એવો જ પ્રશ્ન કર્યો હતો તે હિંદુસ્તાની સેવા છતાં પણ તે એ જ જવાબ આપતા કે કોગ્રેસ કઈ સ્વર્ગીય પિતાના રાજ્યમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪ર ].
દર્શન અને ચિંતન જવાને પ્રેમપંથ ડે ઉધાડે છે? આ રીતે એક જમાનામાં કોઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્તે કેગ્રેસ એટલા માટે પ્રવેશયોગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ ભૂલ સિદ્ધાન્તને અમલ તેઓ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનો બદલાય.
લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવકને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવું છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આર્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું. લોકમાન્ય તિલકે પણ ક્યારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણક્યનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર બીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાને એકાતિક આગ્રહ ન સેવનાર ધાર્મિક વર્ગ માટે તે અનુકૂળ જ હતું, તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉગારે જેને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેની સામે બે વસ્તુ આવી એક તે લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપનો સમર્થ રીતે જવાબ આપે છે અને બીજી વસ્તુ છે કે જે કોગ્રેસના મહારથી નેતાઓ હિંસા અને ચાણક્યનીતિનું પોષણ કરે અને તેને પક્ષ લે તે કેસમાં
અહિંસા પરમે ધર્મ” માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે ? બીજી વસ્તુ તે કેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જુની મનોવૃત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તે ભાવતું થયું. હવે પછી કોંગ્રેસમાં સાચા એ—ખાસ કરી ત્યાગી જેનેએ ભાગ લે ચોગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું સાધન મળી આવ્યું. પણ પિલા આક્ષેપના જવાબનું શું થાય? જવાબો તો દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાઓએ ઘણું વાળ્યા, પણ એ તે લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પાછાં શમી ગયાં. તિલક સામે કહેવાની કોઈ જન ગૃહસ્થ કે ત્યાગીની હિંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાર્યમાં તે વળી ચાણક્યનીતિ વિના ચાલે? પણ એને સરસ જવાબ જેને પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લે, એટલે પાપથી બચ્યા.
અચાનક હિંદુસ્તાનના કર્મક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતને એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને બળે લાલાજીને જવાબ
Page #3
--------------------------------------------------------------------------
________________
સોંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા
[ ૧૪૩
આપ્યો કે અહિંસાથી નમાલાપણું આવે છે કે તેમાં અપરિમિત બળ પણ સમાયેલું છે? વળી, એણે એ પણ સ્પષ્ટ કર્યું કે હિ...સા એ માત્ર વીરત્વની જ પોષક હાત અગર થઈ શકે તો જન્મથી જ હિંસાપ્રિય રહેનારી જાતિ બીકણુ કેમ દેખાય છે? આ જવાબને માત્ર શાસ્ત્રને આધારે અગર કલ્પનાના અળે અપાયે હોત તા તા એની ઋઆ ઉડાવાત, અને લાલાજી જેવા સામે કશું ન ચાલત. તિલકને પણ એ તપસ્વીએ જવાબ આપ્યો કે રાજનીતિના ઇતિહાસ ખટપટ અને અસત્યના ઇતિહાસ છે ખરા, પણ કાંઈ એ “તિહાસ ત્યાંજ પૂરા થતા નથી. એનાં ઘણાં પાનાં હજી લખાવાનાં બાકી જ છે. તિલકે એ દલીલ માન્ય ન રાખી, પણ તિલકના ઉપર એટલી છાપ તો પડેલી હતી જ કે આ દલીલ કરનાર કાંઈ માત્ર ખેલનાર નથી. એ તે કહે તે કરી બતાવનાર છે, અને વળી તે સાચા છે; એટલે તિલકથી એ સામેના કથનને એકાએક ઉવેખી શકાય એમ તે। હતું જ નહિ અને Àખે તોયે પેલે સત્યપ્રાણ કથાં કાષ્ઠની દરકાર કરે એમ હતો ?
અહિંસા–ધમના સમર્થ બચાવકારના વલણથી જેનાને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુએ અને પાટપ્રિય આચાર્યાં સુધ્ધાં કહેવા લાગ્યા કે જુએ, લાલાને કેવા જવાબ વાળ્યો છે? મહાવીરની અહિંસા ખરેખર ગાંધીજી જ સમજ્યા છે. સત્ય કરતાં અહિંસાને પ્રધાનપદ આપનાર જૈને વાસ્તે અહિંસાને બચાવજ મુખ્ય સતાનો વિષય હતા, એમને રાજ્યપ્રકરણમાં ચાણકયનીતિ અનુસરાય કે આત્યંતિક સત્યનીતિ અનુસરાય તેની બહુ પડી ન હતી, પણ ગાંધીજીનું વલણ સ્પષ્ટ થયા પછી જેનામાં સામાન્ય રીતે સ્વધ વિજયની જેટલી ખુશાલી વ્યાપેલી તેટલી જ વૈદિક અને મુસલમાન સમાજના ધાર્મિક લામાં તીવ્ર રાત્તિ પ્રગટેલી. વેદભક્ત આ સમાજી જ નહિ, મહાભારત ઉપનિષદ અને ગીતાના ભક્ત સુધ્ધામાં એવા ભાવ જન્મેલો કે ગાંધી તે જૈન લાગે છે, એ વૈદિક કે બ્રાહ્મણુ ધન મ તિલક જેટલે જાણતા હોય તો અહિંસા અને સત્યની આટલી આત્યન્તિક અને ઐકાન્તિક હિમાયત ન કરત. કુરાનભકત મુસલમાના ચિડાય એ તે! સહજ જ હતું. બધું ગમે તેમ હાય, પણ આ તખકે, જ્યારે કે કૉંગ્રેસના કાર્ય પ્રદેશમાં ગાંધીજીને હાથ લખાતો અને મજબૂત થતા હતા ત્યારે, સૌથી વધારેમાં વધારે અનુકૂળ આવે અને ધમ્ય ગણાય એવી રીતે કોંગ્રેસનાં દ્વારા જતા વાસ્તે ખુલ્લાં થયાં હતાં. આ સાથે એ પણ કહી દેવુ જોઈએ કે જો હિંદુસ્તાનમાં જૈન જેટલા કે તેથીયે ઓછા પણ લાગવગવાળા ઔદ્ધ ગૃહસ્થા અને ભિખ્ખુ હાત તેા તેમને વાસ્તે પણ ક્રેગ્રેસનાં દ્વારા ધદષ્ટિએ ખુલ્લાં થયાં હોત.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪]
દર્શન અને ચિંતન હું ધારું છું કે ઉપરનું સંક્ષિપ્ત વર્ણન સાંપ્રદાયિક મનોવૃત્તિ સમજવા વાસ્તે પૂરતું છે. સાંપ્રદાયિક ભાવનાથી મન એટલું બધું નાનું તેમ જ નિષ્ક્રિય જેવું થઈ જાય છે કે તેને વિશાળ કાર્યપ્રદેશ તરફ વળવાનું અને સક્રિયપણું દાખવવાનું સૂઝતું નથી. તેથી જ જ્યારે તિલક અને લાલાજીની ભાવના રાજકીય ક્ષેત્રમાં મુખ્ય ભાગ ભજવતી ત્યારે પણ મહાભારત, ગીતા અને ચાણક્યનીતિના ભકત કટ્ટર હિંદુઓએ, કટ્ટર સંન્યાસીઓએ કોગ્રેસને પોતાનું કાર્યક્ષેત્ર ન જ માન્યું. તેઓ એક કે બીજું બહાનું કરી પોતાની ધાર્મિક્તા. કોંગ્રેસની બહાર રહેવામાં જ સાબિત કરતા. એ જ રીતે જ્યારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્વિક દૃષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પિતાની જાતને માનતામનાવતા કટ્ટર જૈન ગૃહ અને જૈન સાધુઓ કોગ્રેસના દરવાજાથી દૂર જ રહ્યા, અને તેની બહાર રહેવામાં જ પિતાના ધર્મની રક્ષા કરવાને સંતોષ. પિષવા લાગ્યા.
પણ દવ કેળવણી દ્વારા જુદી સૃષ્ટિ ઘડી રહ્યું હતું. દરેક સંપ્રદાયના યુવકેમાં ઓછા કે વત્તા પ્રમાણમાં કેળવણીએ પરિવર્તન શરૂ કરી દીધું હતું. યુવકોનું વિચારબિંદુ ઝપાટાભેર બદલાવા માંડયું હતું. કેળવણુએ કદર સાંપ્રદાયિક પિતાના પુત્રમાં તેમના પિતા કરતાં મોટું મન અને વિશાળ દષ્ટિબિંદુ નિર્માણ કર્યું હતું. તેથી દરેક સંપ્રદાયની નવી પેઢીને, પછી તે પિતાના ધર્મશાસ્ત્રના મૂળ સિદ્ધતિ બહુ ઝીણવટથી જાણતી હોય કે નહિ છતાં, એમ સ્પષ્ટ જણાવા લાગ્યું કે આપણું વડીલે અને ધર્માચાર્યો જે જે ધર્મસિદ્ધાન્તોની અને સાંપ્રદાયિક વિશેષતાઓની મહત્તા ગાય છે તે સિદ્ધાંતને તેઓ પિતાને વાડા સુધ્ધામાં સજીવ કે કાર્યશીલ કરતા નથી અગર કરી શકતા
નથી, તેમ જ પિતાના વાડા બહાર કાંગ્રેસ જેવા વ્યાપક ક્ષેત્રમાં પણ તેઓ પિતાના સિદ્ધાંતની સક્રિયતા અને શક્યતામાં માનતા નથી. એટલે નવી પેઢીએ જોઈ લીધું કે તેમને વાસ્તે પિતાપિતાના સંપ્રદાયે વ્યવહાર અને ધર્મ–બંને દૃષ્ટિએ માત્ર બંધનરૂપ છે. આ સમજથી દરેક સંપ્રદાયની શિક્ષિત નવી પેઢી રાષ્ટ્રીય મહાસભા તરફ વળી; અને સાંપ્રદાયિક ભાવ છોડી તેને જ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.
આ ક્ષણે સંપ્રદાયના કટ્ટર પંડિત, ધર્માચાર્યો તેમ જ હિંદુ મહાસભાનુગામી નવી પેઢી વચ્ચે વિચારબંધ શરૂ થયું. કટ્ટર મુલ્લા કે મેલવી તરુણ મુસ્લિમને કહે કે તમે કેસમાં જાઓ છે, પણ ત્યાં તો ઈસ્લામ વિરુદ્ધ બાગ બને છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાય અને રાષ્ટ્રીય મહાસભા
૫ ૧૪ તમારી ફરજ સર્વથી પહેલાં પિતાના દીને ઇસ્લામને પ્રકાશવાની અને પિતાના દીન મુસલમાનોને વધારે સબળ બનાવવાની છે. તેમને મુસલમાન તરુણે જવાબ આપતા કે રાષ્ટ્રીય વિશાળ ક્ષેત્રમાં તે ઊલટું મહમ્મદ સાહેબ ના ભ્રાતૃભાવના સિદ્ધાન્તને વિશેષ વ્યાપક રીતે જીવતો બનવાનું શક્ય છે. માત્ર ઇસ્લામી વાડામાં તો એ સિદ્ધાંત શિયા, સુન્ની વગેરે અનેક નાના ભેદમાં વહેંચાઈ ખંડિત થઈ ગયેલ છે. અને સમગ્ર દેશના પિતાના પાડોશી ભાઈઓને પર મનાવતિ થઈ ગયો છે. મુલ્લા કે મેલવી એ તરુણને નાસ્તિક ગણી ઘૂરકતા. સનાતન પંડિત ને સનાતનપંથી બાવા સંન્યાસીઓ એ જ રીતે પિતાની નવી પેઢીને કહેતા કે તમારે કંઈ કરવું છે તે હિન્દુ કામનું ક્ષેત્ર ક્યાં નાનું છે? તમે કોગ્રેસમાં જઈને તો ધર્મ, કર્મ અને શાસ્ત્રોને ધાણ વાળવાના. નવી પેઢી તેમને કહેતી કે જે ધર્મ, કર્મ અને શાઓના નાશની વાત કરે છો તે જ ધર્મ, કર્મ અને શાસ્ત્રો હવે નવી રીતે જીવવાનાં છે. જે જૂની રીતે તેમનું જીવન શક્ય હેત તો આટલા બધા પંડિત અને સંન્યાસીઓ હેવા છતાં હિંદુ ધર્મનું તેજ હણાયું ન હોત. જ્યારે કટ્ટર મનના જૈન ગૃહ
સ્થા અને ખાસ કરી ધર્મગુરુઓ તરુણ પેઢીને કહેતા કે તમે બધા ગાંધી ગાંધી કહી કેસ તરફ દોડે છે, પણ તમારે કાંઈ કામ જ કરવું છે તો પિતાના સમાજ અને પિતાની જેમ વાતે કાંઈ કેમ નથી કરતા ? નવી પેઢીએ ચાખૂંચટ સંભળાવ્યું કે જે સમાજ અને કામમાં કામ કરવાનું શક્ય હોત અને તમે ઇચ્છતા જ છે તે તમે પિતે એમાં કાંઈ કામ કેમ કરી નથી શકતા ? તમારી કોમી અને પંથી ભાવનાએ તમારા નાનકડા જ સમાજમાં સેંકડે ભેદપભેદ જન્માવી ક્રિયાકાંડનાં કલ્પિત જાળાંઓની વાડ ઊભી કરી તમારા પિતાને જ માટે જ્યારે કાંઈ કરવાનું શક્ય રાખ્યું નથી ત્યારે વળી અમે એ વાડામાં પુરાઈ વધારે લીલું શું કરવાના હતા ? આ રીતે જૂના સાંપ્રદાયિક અને નવા રાષ્ટ્રીય માનસ વચ્ચે સંઘર્ષણ ચાલતું રહ્યું, જે હજી પણ ચાલે છે.
વિચારસંઘર્ષણ અને વધારે ઊહાપેહથી, જેમ રાષ્ટ્રીય મહાસભાનું એય અને તેને કાર્યક્રમ વધારે સ્પષ્ટ અને વધારે વ્યાપક બને છે તે. નવી પેઢીનું માનસ પણ વધારે સમજણું અને વધારે અસંદિગ્ધ બન્યું છે. અત્યારને તરુણ ખ્રિસ્તી એમ સ્પષ્ટપણે સમજે છે કે ગરીબ અને દુઃખીઓની વહારે ધાવાને ખ્રિસ્તને પ્રેમસંદેશ જીવનમાં સાચી રીતે ઉતારવો હોય તે તે વાતે હિંદુસ્તાનમાં રહી રાષ્ટ્રીય મહાસભા જેટલું બીજું વિશાળ અને અસંકુચિત ક્ષેત્ર મળવાનું શક્ય જ નથી. આર્ય સમાજની નવી પેઢીને પણ નિશ્ચય
૧૦
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ]
દન અને ચિંતન
છે કે સ્વામી ધ્યાન દે ઉપસ્થિત કરેલ બધા જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાલ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પેાતાના પેગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાંતને કૉંગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતા જોઈ રહી છે. કૃષ્ણના વશજ અને ભક્તોની નવ પેઢી તેમના કમચાગની શક્તિ કૉંગ્રેસમાં જ જોવા પામે છે. નવી જૈન પેઢી પણ મહાવીરની અહિંસા કે અનેકાંતદૃષ્ટિની વ્યવહાર તેમ જ તાત્ત્વિક ઉપયેાગિતા કૉંગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હોવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતને સાલ ઊભા થયા છે કે, જેનાં બીજ તા ઘણા દિવસે અગાઉ વવાં જ હતાં. અત્યારે વિચારક યુવા સામે મુદ્દો એ છે કે તેમણે પોતાના વિચાર અને કાય નીતિ પરત્વે આખરી ફેંસલા ઘડી જ કાઢવા જોઈ એ, જેથી જેને સમજાય તે એ ફ્રેંસલાને અનુસરે, જેતે ન સમજાય એ ભલે જૂની ધરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચોખ્ખા શબ્દોમાં એવા ફેસલા અને કા ક્રમની અનિવાય જરૂર છે.
હુ સ્પષ્ટપણે જોઉં અને માનુ છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાયપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદૃષ્ટિ, જે ફ્રેનત્ત્વનાં પ્રાણ છે તે, વધારે તાત્ત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કાબ કરી થાં છે. હા, કૉંગ્રેસના પાલનાં આસને ઉપર પીત કે શ્વેત વસ્ત્રધારી યા નમ્રમૂર્તિ જૈન સાધુએ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમ જ અહિસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિ એ, તેમની પૂજા વાસ્તુની ફૂલની છાબડીએ, સુગંધી છ્યા, આરતીના ઘટાનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કાઈ ચાલતા વ્યાખ્યાને · તત્તિ, તહત્તિ, ' કરુનાર ભક્તો કે ગીગાનાર ખડ઼ેને પણ નહિ મળવાની, કેૉંગ્રેસના રસોડે ઉપધાન તપ વાસ્તેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટાન્ના પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારવૃષ્ટિ હશે તે જોઈ શકશે કે કૉંગ્રેસની એકએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિ'સા અને વ્યવહારુ અનેકાન્તવૃષ્ટિ કામ કરી રહી છે.
'
ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી—એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કાઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કાઈ જૈન સાધુ ખતાવશે : માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના
Page #7
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા
૧૪૭
નાના પંથે જ નહિ, પણ પરસ્પર એકશ્મીર્જાથી તદ્દન વિશુધી એવી ભાવનાવાળી મેટી મોટી જાતિઓ અને મોટા મોટા પથાને પોતપોતાના ઐકાંતિક દૃષ્ટિબિંદુથી ખસેડી સહિતસમન્વયરૂપ અનેકાંતદૃષ્ટિમાં સાંકળવાનું કામ કાંગ્રેસ સિવાય બીજી કાઈ સંસ્થા કે ખીજી ફ્રાઈ જૈન પાષાળ કરે છે કે કરી શકે છે, એમ કાઈ સાચા નિર્ભય જૈનાચાય કહી શકો ? અને જો એમ જ છે તે ધાર્મિ ક કહેવાતા જૈન સાંપ્રદાયિક ગૃહસ્થા અને જૈન સાધુઓની દૃષ્ટિએ પણ તેમના પોતાના જ અહિંસા અને અનેકાંતદૃષ્ટિના સિદ્ધાંતને
પણ તો કરી બતાવવા વાસ્તે નવીન પેઢીએ કૉંગ્રેસને માર્ગે જ વળવુ જોઈ એ એ એક જ વિધાન ફલિત થાય છે.
જૈન શાસ્ત્રમાં અનેક ઉદાત્ત સિદ્ધાંતો હોવાની વાતે ચોમેર ફેલાવાય છે. દાખલા તરીકે, દરેક સાધુ કે આચાર્ય એમ કહે કે મહાવીરે તે જાતપાતના ભેદ સિવાય પતિત અને દલિતને પણ ઉન્નત કરવાની વાત કહી છે, સ્ત્રીઓને પણ સમાન લેખવાની વાત ઉપદેશી છે; પણ જ્યારે આપણે એ જ ઉપદેશકાને પૂછીએ કે તમે જ ત્યારે એ સિદ્ધાંત પ્રમાણે કેમ નથી વર્તતા ? તે વખતે તે એક જ જવાબ આપવાના કે લોકઢિ ખીજી રીતે ઘડાઈ ગઈ છે, એટલે એ પ્રમાણે વર્તવું કઠણ છે; વખત આવતાં ફિટ બદલાશે ત્યારે એ સિદ્ધાંતો અમલમાં આવવાના જ. એ ઉપદેશા દ્વેિ અદલાય ત્યારે કામ કરવાનું કહે છે. એવી સ્થિતિમાં એ રૂઢિ બદલી, તેડીને તેમને વાસ્તે કા ક્ષેત્ર નિોંધ કરવાનું કામ કાંગ્રેસ કરી રહી છે અને એ જ કારણે વિચારક નવ પેઢીને કાંગ્રેસ સિવાય જો કાઈ સાંપ્રદાયિક કાર્યક્રમ સતોષી શકે એમ છે જ નહિ.
હા, સંપ્રદાયમાં સંતોષ માની લેવા જેવી ઘણી વસ્તુ છે, જે તેને પસંદ કરે તે તેમાં ખુશીથી જોડાઈ રહે. થોડી વધારે કીમત આપી વધારે જાડુ અને ખરઅચયું ખાદીનુ ક પહેરી કાંઈક પણ અહિંસાવૃત્તિ ન પાષવી હાય અને તેમ છતાં નળ ઉપર ચોવીસે કલાક ગરણુ આંધીને કે વાતખાનામાં બધી વાત ડાલવીને અહિંસા પાત્યાને સતેષ સેવવા હોય તો સાંપ્રદાયિક ક્ષેત્ર સુદર છે. લે તેને અહિંસાપ્રિય ધાર્મિક પણ માનશે અને બહુ કરવાપણુ પણ નહિ રહે. દલિતદાર વાસ્તે પ્રત્યક્ષ જાતે કાંઈ કર્યાં સિવાય અગર તે વાસ્તે નાણાંના ફાળા આપ્યા સિવાય પણ સંપ્રદાયમાં રહી મેડટા ધાર્મિક મનાવા જેવી નકારી, પૂજાપાઠું અને સધ કાઢવાની ખર્ચાળ પ્રથા છે, જેમાં રસ લેવાથી ધર્મ પાળ્યે ગણાય, સંપ્રદાય પાખ્યા ગણાય અને છતાં સાચું તાત્ત્વિક કશું જ કરવું ન પડે. જ્યાં
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૪૮ ]
દર્શન અને ચિંતન દેખો ત્યાં સંપ્રદાયમાં એક જ વસ્તુ નજરે પડશે અને તે એ કે પ્રાણ વિનાના. કેઈ ને કઈ ક્રિયાકાંડ, કેઈ ને કોઈ ધાર્મિક વ્યવહારને વળગી તેમાં જ ધમ. કને સંતોષ માન અને વળી વધારામાં તેને આધારે આજીવિકા પિવી.
આજનો યુવક કાંઈક જીવન જીવવા ઇચ્છે છે. એને બળિયા કરતાં પ્રાણુની વધારે પડી છે. એને શુષ્ક વાદો કરતાં જીવતા સિદ્ધાંત વધારે ગમે. છે. એને પારલૌકિક મોક્ષની નિષ્ક્રિય વાત કરતાં ઐહિક મોક્ષની સક્રિય વાત વધારે આકર્ષે છે. એને સાંકડી શેરીમાં ચાલવા કે દેડવામાં રસ નથી. એને ધર્મ કર હેય તો ધર્મ અને કર્મ કરવું હોય તે કર્મ, પણ જે કરવું હોય તે, ખુલમખુલ્લાં કરવું છે. ધર્મની પ્રતિષ્ઠાને લાભ લઈ દંભના જાળામાં પડવાનું એ પસંદ કરતા નથી. એનું મન કોઈ એક વેષ, કોઈ એક ક્રિયાકાંડ કે કોઈ એક ખાસ પ્રકારના વ્યવહાર માત્રમાં ગેધાઈ રહેવા તૈયાર નથી. તેથી જ આજનું યુવક-માનસ પિતાનું અસ્તિત્વ અને વિકાસ માત્ર સાંપ્રદાયિક ભાવનામાં પિષી શકે તેમ છે જ નહિ. તેથી જૈન છે કે જૈનેતર હે, દરેક યુવક રાષ્ટ્રીય મહાસભાના વિશાળ પ્રાંગણ તરફ હસતે ચહેરે, કુલતી છાતીએ, એક બીજાને ખભેખભે લગાડી જઈ રહ્યો છે.
જે આ ક્ષણે સર્વ સંપ્રદાયો ચેતે તે નવા રૂપમાં પણ તેમના પિતાના સંપ્રદાય જીવે, પોતાની નવી પેઢીને આદર પિતા તરફ સાચવી રાખી શકે અને જેમ અત્યાર સંકીર્ણ જૈન સંપ્રદાય ઊકળી ઊઠયો છે તેમ નવયુવક તરક–ખરી રીતે નવયુવકને આકર્ધનાર રાષ્ટ્રીય મહાસભા તરફ – ઉપેક્ષા કે તિરસ્કારની દૃષ્ટિએ જોશે તો તેનું બેવડી રીતે મોત છે એમ કોઈને લાગ્યા વિના નહિ રહે.
નવભણતરવાળી કાઈ તરુણી એક ગેપાળમંદિરમાં કુતૂહળવશ જઈ ચડી.. ગોસ્વામી દામોદરલાલજીને દર્શને જતી સેંકડો ભાવુક લલનાઓને જોઈ એ તરણી પણ એમાં ભળી. ગેસ્વામીજી ભગતને એકે એકે લક્ષ કરી કહેતા કે “માં ઇ માયા સમાને રાશિમ–મને કૃષ્ણ સમજે અને પિતાને રાધિકા, બધી ભેળી ભક્તાણીઓ તે મહારાજશ્રીનું વચન કૃષ્ણવચન સમજી એ રીતે વરતતી આવેલી, પણ પેલી નવશિક્ષિત તરુણીમાં તર્કબુદ્ધિ જાગી. એ ચૂપ રહી ન શકી, નમ્રતાથી પણ નીડરતાથી લીઃ “મહારાજશ્રી, તમને કૃષ્ણ માનવામાં મને જરાયે વાંધો નથી, પણ હું જેવા માગું છું કે કૃષ્ણ કેસના હાથીને ઉછાળે તેમ તમે હાથી નહિ, આખલે નહિ તો એકાદ નાના ગધેડાને
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા
I ૧૪૯
ાળી ફેકી શંકા છે કે નહિ? કૃષ્ણે તે કંસના મુષ્ટિક ને ચાણુર એ એ મહામલ્લાને મરદી નાખેલા, તમે વધારે નહિ તા ગુજરાતના એકાદ અખાડિયા તરુણુને મરદી શકેા છે કે નહિ ? કૃષ્ણે કંસને પટકી મારેલા, તે તમે તમારા કાઈ વૈષ્ણવપંથના વિરોધી યવનને પટકી શકેા છે કે નહિ?' તર્ક જખરા હતા. પેલા મહારાજે મનમાં ખડખડતાં કહ્યું કે આ નાસ્તિક બાઈમાં તે કલિયુગની મુર્ત્તિ આવેલી છે. હું ધારું છું કે એ ખાઈન! જેવી કલિયુગી બુદ્ધિ ધરાવનાર આજને કાઈ પણ સંપ્રદાયના કાઈ પણ યુવક પોતપોતાના સપ્રદાયનાં શાસ્ત્રોને સાંપ્રદાયિક દૃષ્ટિએ જોનાર અને તેવાં પ્રવચને કરનાર પાતપોતાના સાંપ્રદાયિક ધર્મગુરુઓને એવા જ કાંઈક જવાબ આપો. યુવક મુસલમાન હશે તે તે મેલવીને સંભળાવશે કે હિન્દુએને કાર કહા છે, પણ તમે પેતે પણ કાર કેમ નહિ ?ગુલામ હાય તે કાર. તમે પાતે ગુલામ જ છે. ગુલામીમાં રાખનાર કાફર ગણાતા હોય તો રાજ્યકર્તાઓને કાર માનો. પછી તેમની સોડમાં કાં ભરાએ છે? યુવક હિન્દુ હશે તે તે વ્યાસને સંભળાવશે કે મહાભારતની વીરકથા અને ગીતાને કયાગ સાચા છે તે અત્યારે જ્યાં વીરત્વ અને કર્મયોગની ખાસ જરૂર છે તે પ્રજાકીય રણાંગણી કેમ ભાગે છે? યુવક જૈન હરો તે क्षमा वीरस्य भूषणम् ઉપદેશ આપનાર ન ગુરુને કહેશે કે જો તમે વીર હા તો સાવજનિક કલ્યાણ કારી અને છતાંય ઉશ્કેરણીના પ્રસંગોમાં જઈ ક્ષમા કેમ સાચવી શકાય એવા પદાર્થપાઠ કાં નથી આપતા ? સાત વ્યસનના ત્યાગના સતત ઉપદેશ આપનાર તમે, જ્યાં સૌએ એવા ત્યાગ કરેલા જ છે ત્યાં જ માત્ર ખેસી એવા ત્યાગની વાતો પ્રેમ કરો છો ? પીઠાં ઉપર, જ્યાં દેશમાં લાખા કરાડી દાર્ડિયા બરબાદ થાય છે ત્યાં, જઈ તમારા ઉપદેશ કેમ નથી વરસાવતા ? જયાં અનાચારવી સ્ત્રીઓ વસે છે, જ્યાં કતલખાના અને માંવિક્રય ચાલે છે, ત્યાં જઈ કાંઇ કેમ નથી ઉજાળતા ? આ રીતે અત્યારના કળિયુગી યુવક કાઈ પણ ગુરુના ઉપદેશને કસ્યા વિના, તર્ક કર્યાં વિના સાંભળવાને કે માનવાને છે જ નહિ. હા, તે એક જ વસ્તુ માનશે અને તે એ કે ઉપદેશક વી બતાવતા હાય તે જ વસ્તુ. આપણે જોઈએ છીએ કે અત્યારે ઉપદેશ અને જીવન વચ્ચેના ભેદની દીવાલ તોડવાના પ્રયત્ન રાષ્ટ્રીય મહાસભાએ કર્યો છે અને કરી રહી છે. તેથી જ તમામ સપ્રદાયા વાસ્તે એ એક જ કાર્યક્ષેત્ર યેાગ્ય છે.
C
y
જૈન સમાજમાં ત્રણ વર્ષાં છેઃ એક તદ્દન સાંકડી. તેનું માનસ એવું છે કે તેને દરેક વસ્તુ, દરેક કન્ય ને પ્રવૃત્તિ સાથે પોતાનું કે પોતાના જન
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૫.
દર્શન અને ચિંતઃ ધર્મનું નામ ન હોય તો તે વસ્તુ, તે કર્તવ્ય કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હોવા છતાં તેને તે વર્ગ તિરસ્કારે નહિ તે છેવટે ઉમે તો જરૂર જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતું છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થ પણ જાણીતા છે. તે કટ્ટર અને રેશીલે હોઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ એમ છે. બીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પિતાના નામને કે જૈન ધર્મના નામને બહુ આગ્રહ સેવ હોય એવો દેખાવ નથી કરતા. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થ વાસ્તે કાંઈક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધર્મવિનિમયની વાતમાં રસ લઈ કાંઈક જૈન ધર્મના મહત્ત્વ વાતે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતો હોઈ તેને વિશે પ્રથમ કદર વર્ગના કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈએ. આ બીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ વધારે સારી મદશા ધરાવે છે, પહેલે વર્ગ રેપી અને નીડર હોઈ માને તેવું કહી દે છે, જ્યારે બીજો વર્ગ બીકણ હોઈ તેમ કહેતા નથી, પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જે પહેલા વર્ગમાં રેલ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃતિથી બન્ને એક સરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કચેરી લે. પહેલે વર્ગ ખુલ્લે ખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન
ક્યાં છે? એમ કહી તે પિતાના ભક્તોને તે તરફ ઢળતાં રોકશે. બીજો વર્ગ ખુલ્લ ખુલા એમ નહિ કહે, પણ સાથે જ પિતાના કોઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતા જોઈ પ્રસન્ન નહિ જ થાય. પિતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કોઈ પિતાને ભકત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતો હશે તો તેના ઉત્સાહને તે “જુર કરે વિષ મરણ” એ નીતિ પ્રમાણે જરૂર મોળે પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હોય તે તાજું છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મમાં પોતાનું સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધર્મ જરા પણ મહેનત વિના વિશ્વબંધુત્વની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શક્ય છતાં અહીં જ એમાં સ્થાન કેમ નથી મેળવતો ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ઘરઆંગણાનું કાર્યક્ષેત્ર છોડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદમાં કેમ ભાગ લેવા મથે છે ? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુવસાધક પ્રવૃત્તિઓમાં પિતાનાં ધન, તન અને મનનો ફાળો આપવો છેડી એ પરદેશમાં હજારો માઈલ દુર ભરાતી પરિષદોમાં માત્ર બે-પાંચ મિનિટ બેલવા જ પરાણે અપમાનપૂર્વક કાં ફાંફા મારે છે?
Page #11
--------------------------------------------------------------------------
________________
સપ્રદાયા અને રાષ્ટ્રીય મહાસભા
[૫૧
આનો જવાબ શોધીશું તો બીજા વર્ગનું માનસ સમાઇ જવાશે. વાત એ છે કે ખીન્ન વર્ગને કાંઇક કરવું છે. તે પણ પ્રતિષ્ઠિત હોય તે કરવું છે. વળી તે પ્રતિષ્ઠા એવી હોય કે જે અનુયાયી લોકાના મનમાં વસેલી હોય અને એવી ન હાય કે જેથી અનુયાયીઓને છંછેડાવાનુ કાઈ પણ કારણ મળે. તેથી જ આ ઉદાર વર્ગ જૈન ધર્માંમાં પ્રતિષ્ઠા પામેલ અહિંસા અને અનેકાંતનાં ગાણાં ગાય છે. એ ગાણાં એવાં કે જેમાં કાંઈ પ્રત્યક્ષ કરવાપણું જ ન હોય. પહેલા વગે એ ગાણાં માટે ઉપાશ્રયાનું જ સ્થાન પસંદ કર્યું, જ્યારે બીજા વગે ઉપાશ્રયા ઉપરાંત ખીજા સ્થાનો એવાં પસંદ કર્યાં કે જ્યાં ગાણાં ગાઈ શકાય અને છતાં કશું જ કરવાનું ન હોય, તત્ત્વતઃ બીજો ઉદાર વર્ગ વધારે ભ્રામક છે, કારણ; તેને ઘણા ઉદાર તરીકે ઓળખે છે. નામદાર ગાયકવાડ જેવા ચકાર અહિંના રાજપુરુષાને વાસ્તે વિશ્વબંધુત્વની ભાવનાને મૂર્તિમાન કરવા મથતી રાષ્ટ્રીય મહાસભાની પ્રવૃત્તિમાં ભાગ લેવા એક યા બીજે કારણે ન પાલવે એ વાત સમજી શકાય, પણ ત્યાગ અને સહિષ્ણુતાનો ઝખ્મા પહેરી એલ, તપસ્વી મનાતા જૈન સાધુવ વાસ્તે એ સમજવું મુશ્કેલ છે કે તેઓ જો વિશ્વત્વને વાસ્તવમાં જ જીવિત કરવા ઇચ્છે છે તે તેના પ્રયાગનુ સામેનું પ્રત્યક્ષ ક્ષેત્ર છેાડી તેઓ કેવળ વિશ્વબંધુત્વની શાબ્દિક રમત કરનાર પરિષદોની મૃગતૃષ્ણા પાછળ કાં દોડે છે?
હવે ત્રીજા વર્ગની વાત કરીએ. એ વર્ગ પ્રથમના એ વકરતાં સાવ જુદો પડે છે, કારણ એમાં પહેલા વર્ગ જેવી સાંકડી દષ્ટિ અગર કટ્ટરતા નથી કે જેને લીધે તે ગમે તે પ્રવૃત્તિ સાથે માત્ર જૈન નામ જોઈ ને જ રાચે; અથવા માત્ર ક્રિયાકાંડમાં મૂòિત થઈ સમાજ અને દેશની, પ્રત્યક્ષ સુધારવા ચેાગ્ય સ્થિતિ સામે આંખ મીચી ખેસી રહે. આ ત્રીજો વર્ગ ઉદાર મનનો છે, પણ બીજા વર્ગની ઉદારતા અને તેની ઉદારતા વચ્ચે મોટું અંતર છે. બીજો વર્ગ રૂઢિ અને ભયનાં ધનો છેડયા સિવાય જ ઉદારતા સેવે છે, જેથી તેની ઉદારતા અણીને ટાંકણે કામની વેળાએ-માત્ર દેખાવ પૂરતી રહી જાય છે, જ્યારે ત્રીજા વર્ગની ઉદારતા શુદ્ધ કર્તવ્ય અને સ્વચ્છ દૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલી છે. એને લીધે તેને માત્ર જૈન નામનો મેાહ નથી, અગર તેની લેશે સૂગ પણ નથી. એ જ રીતે તે ઉદારતાની કે સુધારાની માત્ર શાબ્દિક રમતામાં ગાંધાતા નથી. એ પ્રથમ પોતાની શકિતનું માપ કાઢે છે અને પછી જ કાંઈ કરવાની વાત કરે છે. તેને જ્યારે સ્વચ્છ દૃષ્ટિથી કાંઈ ફબ્ધ સૂઝે છે ત્યારે તે કાઈની રીઝ કે ખીજની ચિંતામાં પડ્યા સિવાય તે કર્તવ્ય તરફ વળે છે. તે માત્ર ભૂતકાળમાં રાચતા નથી; માત્ર બીજાના પ્રયત્નની રાહ જોઈ બેસી
Page #12
--------------------------------------------------------------------------
________________ ૧૫ર ] દર્શન અને ચિંતન રહેવાનું પણ પસંદ નથી કરતે. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડનાકા બાંધી રાખી નથી શકતા. તે એ ચકાઓમાં પણ રહે અને બહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળે કે ન મળે, પણ કાંઈક અગત્યનું સર્વહિતકારી કલ્યાણકાર્ય આચરવું જ જોઈએ. જોકે આ ત્રીજે વર્ગ છેક જ માને છે, પણ તેની વિચારભૂમિકા અને તેનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાએ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાન કાળનાં કીમતી તેમ જ પ્રેરણાદાયી બળ સુધ્ધાને સમાવેશ થઈ જાય છે. એમાં થેડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતે આવશેજીવનમાં ઉતારી શકાય અને ઉતારવા જોઈએ એવા જ અનેકાન્તનો આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયએ ઉપર વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપે છે, તેમ જૈન પરંપરાએ પણ ત્રીજા વર્ગને જન્મ આપે છે. સમુદ્રમાંથી વાદળાં બંધાઈ છેવટે નદી રૂપે બની અનેક જાતની સેવા સાધતાં જેમ અને સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતે આ ત્રીજા પ્રકારને જેને વર્ગ પણ લેકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાનો. આપણે જોયું કે છેવટે તે વહેલા કે મેડા બધા સંપ્રદાયને પિતાપિતાના ચકામાં રહીને અગર ચેકા બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં ભાગ્યે જ છૂટકે છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેને શંભુમેળ હોઈ તે આપણી નથી, પારકી છે એવી ભાવના, કે એવી વૃત્તિ હવે જવા લાગી છે. તેને સમજાતું જાય છે કે એવી ભાવના એ માત્ર ભ્રમણ હતી. પજુસણના દિવસેમાં આપણે મળીએ અને આપણું ભ્રમણાઓ દૂર કરીએ તે જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પિતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાઓ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત બાં હશે, ગમે તે માર્ગે જતા હશે, છતાંય રહું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1938.