________________
૧૪ર ].
દર્શન અને ચિંતન જવાને પ્રેમપંથ ડે ઉધાડે છે? આ રીતે એક જમાનામાં કોઈ પણ સંપ્રદાયના સાચા મનાતા અનુયાયીઓ વાસ્તે કેગ્રેસ એટલા માટે પ્રવેશયોગ્ય ન હતી કે તેમણે માનેલા ખાસ ખાસ ભૂલ સિદ્ધાન્તને અમલ તેઓ કોંગ્રેસની પ્રવૃત્તિમાં જોઈ કે વિચારી ન શકતા. જમાનો બદલાય.
લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં પ્રગટ કર્યું કે યુવકને અહિંસાની શિક્ષા આપવી એ તેમને ઊલટે રસ્તે ચઢાવવા જેવું છે. અહિંસાએ દેશમાં નમાલાપણું આર્યું છે. એને ફરીથી અહિંસાના શિક્ષણ દ્વારા ઉત્તેજન જ મળવાનું. લોકમાન્ય તિલકે પણ ક્યારેક એવા વિચાર દર્શાવેલા કે રાજકીય ક્ષેત્રમાં સત્યનું પાલન મર્યાદિત જ હોઈ શકે; એમાં ચાણક્યનીતિ જ વિજયી નીવડે. આવે વખતે અહિંસા અને સત્યમાં મક્કમ માન્યતા ધરાવનાર છતાં આપત્તિ પ્રસંગે અગર બીજા આપવાદિક પ્રસંગે અહિંસા કે સત્યને અનુસરવાને એકાતિક આગ્રહ ન સેવનાર ધાર્મિક વર્ગ માટે તે અનુકૂળ જ હતું, તેમને ભાવતું જ મળ્યું. પણ લાલાજી કે તિલકના એ ઉગારે જેને અનુકૂળ પડે તેવા ન હતા. વિચારક ગૃહસ્થ અને ત્યાગી જેની સામે બે વસ્તુ આવી એક તે લાલાજીના અહિંસાથી આવતી નિર્માલ્યતાના આક્ષેપનો સમર્થ રીતે જવાબ આપે છે અને બીજી વસ્તુ છે કે જે કોગ્રેસના મહારથી નેતાઓ હિંસા અને ચાણક્યનીતિનું પોષણ કરે અને તેને પક્ષ લે તે કેસમાં
અહિંસા પરમે ધર્મ” માનનાર જૈન ભાગ શી રીતે લઈ શકે ? બીજી વસ્તુ તે કેસમાં ભાગ ન લેવાની જૈન ત્યાગીઓની જુની મનોવૃત્તિને અનુકૂળ જ હતી. એટલે એ તે ભાવતું થયું. હવે પછી કોંગ્રેસમાં સાચા એ—ખાસ કરી ત્યાગી જેનેએ ભાગ લે ચોગ્ય નથી એ સાબિત કરવાનું નવું તાજું સાધન મળી આવ્યું. પણ પિલા આક્ષેપના જવાબનું શું થાય? જવાબો તો દેશમાંની જુદી જુદી જૈન સંસ્થાઓએ ઘણું વાળ્યા, પણ એ તે લાલાજી જેવા સમર્થ વ્યક્તિત્વવાળા દેશભક્ત સામે મચ્છરના ગણગણાટ જેવા હતા. બધાં જન પત્રો ક્ષણભર ઊકળ્યાં અને પાછાં શમી ગયાં. તિલક સામે કહેવાની કોઈ જન ગૃહસ્થ કે ત્યાગીની હિંમત જ ન હતી. સૌ સમજતું ને માનતું કે વાત ખરી છે. રાજકાર્યમાં તે વળી ચાણક્યનીતિ વિના ચાલે? પણ એને સરસ જવાબ જેને પાસે એ જ હોઈ શકે કે ત્યારે એવી ખટપટી સંસ્થામાં આપણે ભાગ જ ન લે, એટલે પાપથી બચ્યા.
અચાનક હિંદુસ્તાનના કર્મક્ષેત્રના વ્યાસપીઠ ઉપર ગુજરાતને એક તપસ્વી આવ્યો. એણે જીવનમાં ઉતારેલ સિદ્ધાન્તને બળે લાલાજીને જવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org