________________
૧૫.
દર્શન અને ચિંતઃ ધર્મનું નામ ન હોય તો તે વસ્તુ, તે કર્તવ્ય કે તે પ્રવૃત્તિ ગમે તેટલી યોગ્ય હોવા છતાં તેને તે વર્ગ તિરસ્કારે નહિ તે છેવટે ઉમે તો જરૂર જ. આ વર્ગ કટ્ટર તરીકે જાણીતું છે. તેના મુખિયા સાધુઓ અને ગૃહસ્થ પણ જાણીતા છે. તે કટ્ટર અને રેશીલે હોઈ તેને વિશે વધારે નિર્દેશ કરવા કરતાં મૌન સેવવું જ એમ છે. બીજો એક વર્ગ ઉદારને નામે ખપે છે. તે જાહેરમાં પિતાના નામને કે જૈન ધર્મના નામને બહુ આગ્રહ સેવ હોય એવો દેખાવ નથી કરતા. વળી કેળવણીના ક્ષેત્રમાં પણ ગૃહસ્થ વાસ્તે કાંઈક કરે છે. દેશ કે પરદેશમાં સાર્વજનિક ધર્મચર્ચા કે ધર્મવિનિમયની વાતમાં રસ લઈ કાંઈક જૈન ધર્મના મહત્ત્વ વાતે ચેષ્ટા કરે છે. એ વર્ગ ઉદાર ગણાતો હોઈ તેને વિશે પ્રથમ કદર વર્ગના કરતાં વધારે સ્પષ્ટ વિચારવાનું પ્રાપ્ત થાય છે. એવી ભ્રમણામાં આપણે રહેવું ન જોઈએ. આ બીજો વર્ગ પહેલા વર્ગ કરતાં કાંઈ વધારે સારી મદશા ધરાવે છે, પહેલે વર્ગ રેપી અને નીડર હોઈ માને તેવું કહી દે છે, જ્યારે બીજો વર્ગ બીકણ હોઈ તેમ કહેતા નથી, પણ તે બંનેની મનોદશામાં બહુ ફેર નથી. જે પહેલા વર્ગમાં રેલ અને અભિમાન છે તો બીજામાં બીકણપણું અને કૃત્રિમતા છે. વાસ્તવિક ધર્મની પ્રતિષ્ઠા અને જૈન ધર્મને જીવંત બનાવવાની પ્રવૃતિથી બન્ને એક સરખા જ દૂર છે. દાખલા તરીકે, રાષ્ટ્રીય જીવનની પ્રવૃત્તિઓની કચેરી લે. પહેલે વર્ગ ખુલ્લે ખુલ્લા કહેશે કે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં જૈન ધર્મનું સ્થાન
ક્યાં છે? એમ કહી તે પિતાના ભક્તોને તે તરફ ઢળતાં રોકશે. બીજો વર્ગ ખુલ્લ ખુલા એમ નહિ કહે, પણ સાથે જ પિતાના કોઈ પણ ભક્તને રાષ્ટ્રીય જીવન તરફ વળતા જોઈ પ્રસન્ન નહિ જ થાય. પિતે ભાગ લેવાની વાત દૂર રહી, પણ કોઈ પિતાને ભકત રાષ્ટ્રીય પ્રવૃત્તિ તરફ ઢળ્યો હશે કે ઢળતો હશે તો તેના ઉત્સાહને તે “જુર કરે વિષ મરણ” એ નીતિ પ્રમાણે જરૂર મોળે પાડી દેશે. ઉદાહરણ જોઈતું જ હોય તે તાજું છે. યુરોપમાં વિશ્વબંધુત્વની પરિષદો ભરાય છે. ત્યાં જૈન ધર્મમાં પોતાનું સ્થાન પરાણે કરવા જાય છે, પણ તે ધર્મ જરા પણ મહેનત વિના વિશ્વબંધુત્વની પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં સ્થાન મેળવવાનું આ દેશમાં શક્ય છતાં અહીં જ એમાં સ્થાન કેમ નથી મેળવતો ? રાષ્ટ્રીય મહાસભા જેવું વિશ્વબંધુત્વનું સુલભ અને ઘરઆંગણાનું કાર્યક્ષેત્ર છોડી લંડન ને અમેરિકામાંની એવી પરિષદમાં કેમ ભાગ લેવા મથે છે ? દેશની પ્રત્યક્ષ વિશ્વબંધુવસાધક પ્રવૃત્તિઓમાં પિતાનાં ધન, તન અને મનનો ફાળો આપવો છેડી એ પરદેશમાં હજારો માઈલ દુર ભરાતી પરિષદોમાં માત્ર બે-પાંચ મિનિટ બેલવા જ પરાણે અપમાનપૂર્વક કાં ફાંફા મારે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org