________________ ૧૫ર ] દર્શન અને ચિંતન રહેવાનું પણ પસંદ નથી કરતે. તેને જાતિ, સંપ્રદાય કે ક્રિયાકાંડનાકા બાંધી રાખી નથી શકતા. તે એ ચકાઓમાં પણ રહે અને બહાર પણ વિચરે. તેની નેમ માત્ર એટલી જ રહે છે કે ધર્મનું નામ મળે કે ન મળે, પણ કાંઈક અગત્યનું સર્વહિતકારી કલ્યાણકાર્ય આચરવું જ જોઈએ. જોકે આ ત્રીજે વર્ગ છેક જ માને છે, પણ તેની વિચારભૂમિકા અને તેનું કાર્યક્ષેત્ર બહુ વિશાળ છે. એમાં માત્ર ભાવિની જ આશાએ નથી સમાતી, પણ એમાં ભૂતકાળના શુભ વારસા અને વર્તમાન કાળનાં કીમતી તેમ જ પ્રેરણાદાયી બળ સુધ્ધાને સમાવેશ થઈ જાય છે. એમાં થેડી, પણ આચરી શકાય એટલી જ, અહિંસાની વાતે આવશેજીવનમાં ઉતારી શકાય અને ઉતારવા જોઈએ એવા જ અનેકાન્તનો આગ્રહ રહેશે. જેમ બીજા દેશના અને ભારતવર્ષના અનેક સંપ્રદાયએ ઉપર વર્ણવેલ એક ત્રીજા વર્ગને જન્મ આપે છે, તેમ જૈન પરંપરાએ પણ ત્રીજા વર્ગને જન્મ આપે છે. સમુદ્રમાંથી વાદળાં બંધાઈ છેવટે નદી રૂપે બની અનેક જાતની સેવા સાધતાં જેમ અને સમુદ્રમાં જ લય પામે છે, તેમ મહાસભાના આંગણામાંથી ભાવના મેળવી તૈયાર થયેલ અને તૈયાર થતે આ ત્રીજા પ્રકારને જેને વર્ગ પણ લેકસેવા દ્વારા છેવટે મહાસભામાં જ વિશ્રાંતિ લેવાનો. આપણે જોયું કે છેવટે તે વહેલા કે મેડા બધા સંપ્રદાયને પિતાપિતાના ચકામાં રહીને અગર ચેકા બહાર નીકળીને વાસ્તવિક ઉદારતા સાથે મહાસભામાં ભાગ્યે જ છૂટકે છે. મહાસભા એ રાજકીય સંસ્થા હોઈ ધાર્મિક નથી. સર્વેને શંભુમેળ હોઈ તે આપણી નથી, પારકી છે એવી ભાવના, કે એવી વૃત્તિ હવે જવા લાગી છે. તેને સમજાતું જાય છે કે એવી ભાવના એ માત્ર ભ્રમણ હતી. પજુસણના દિવસેમાં આપણે મળીએ અને આપણું ભ્રમણાઓ દૂર કરીએ તે જ જ્ઞાન અને ધર્મપર્વ ઊજવ્યું ગણાય. તમે બધા નિર્ભય બની પિતાની સ્વતંત્ર દષ્ટિએ વિચાર કરતા થાઓ એ જ મારી વાંછા છે. અને તે વખતે તમે ગમે તે મત બાં હશે, ગમે તે માર્ગે જતા હશે, છતાંય રહું ખાતરીથી માનું છું કે તે વખતે તમને રાષ્ટ્રીય મહાસભામાં જ દરેક સંપ્રદાયની જીવનરક્ષા જણાશે, તેની બહાર કદી નહિ. –પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન, 1938. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org