Book Title: Sampradayo ane Rashtriya Mahasabha
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૪૬ ] દન અને ચિંતન છે કે સ્વામી ધ્યાન દે ઉપસ્થિત કરેલ બધા જ કાર્યક્રમ તેમનાય દૃષ્ટિબિંદુ કરતાં વધારે વ્યાપક દૃષ્ટિબિંદુથી અને વધારે વિશાલ ક્ષેત્રમાં અમલમાં મૂકવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. મુસ્લિમ નવીન પેઢી પણ પેાતાના પેગમ્બર સાહેબના ભ્રાતૃભાવના સિદ્ધાંતને કૉંગ્રેસના પંડાલમાં જ મૂર્તિમાન થતા જોઈ રહી છે. કૃષ્ણના વશજ અને ભક્તોની નવ પેઢી તેમના કમચાગની શક્તિ કૉંગ્રેસમાં જ જોવા પામે છે. નવી જૈન પેઢી પણ મહાવીરની અહિંસા કે અનેકાંતદૃષ્ટિની વ્યવહાર તેમ જ તાત્ત્વિક ઉપયેાગિતા કૉંગ્રેસના કાર્યક્રમ સિવાય અન્યત્ર જોતી જ નથી. આમ હોવાથી અત્યારે જૈન સમાજમાં એક જાતને સાલ ઊભા થયા છે કે, જેનાં બીજ તા ઘણા દિવસે અગાઉ વવાં જ હતાં. અત્યારે વિચારક યુવા સામે મુદ્દો એ છે કે તેમણે પોતાના વિચાર અને કાય નીતિ પરત્વે આખરી ફેંસલા ઘડી જ કાઢવા જોઈ એ, જેથી જેને સમજાય તે એ ફ્રેંસલાને અનુસરે, જેતે ન સમજાય એ ભલે જૂની ધરેડ તરફ ચાલ્યા કરે. હવે પછીની નવીન પેઢી વાસ્તે પણ તદ્દન ચોખ્ખા શબ્દોમાં એવા ફેસલા અને કા ક્રમની અનિવાય જરૂર છે. હુ સ્પષ્ટપણે જોઉં અને માનુ છું કે રાષ્ટ્રીય મહાસભાના ધ્યેય, તેની વિચારસરણી અને તેના કાયપ્રદેશમાં અહિંસા અને અનેકાન્તદૃષ્ટિ, જે ફ્રેનત્ત્વનાં પ્રાણ છે તે, વધારે તાત્ત્વિક રીતે અને વધારે ઉપયોગીપણે કાબ કરી થાં છે. હા, કૉંગ્રેસના પાલનાં આસને ઉપર પીત કે શ્વેત વસ્ત્રધારી યા નમ્રમૂર્તિ જૈન સાધુએ બેઠેલા નહિ દેખાય, ત્યાં તેમના મોઢેથી નીકળતી અહિંસાની ઝીણામાં ઝીણી વ્યાખ્યા તેમ જ અહિસાના રક્ષણ માટે જ પ્રશસ્ત હિંસા કરવાની વાગ્ધારા નહિ સંભળાય એ ખરું. ત્યાં ભગવાનની મૂર્તિ એ, તેમની પૂજા વાસ્તુની ફૂલની છાબડીએ, સુગંધી છ્યા, આરતીના ઘટાનાદો એ પણ નહિ જ હોવાનાં. ત્યાં કાઈ ચાલતા વ્યાખ્યાને · તત્તિ, તહત્તિ, ' કરુનાર ભક્તો કે ગીગાનાર ખડ઼ેને પણ નહિ મળવાની, કેૉંગ્રેસના રસોડે ઉપધાન તપ વાસ્તેની આગળની તૈયારીરૂપ વિવિધ મિષ્ટાન્ના પણ નજરે નહિ ચડવાનાં. તેમ છતાં જેને વિચારવૃષ્ટિ હશે તે જોઈ શકશે કે કૉંગ્રેસની એકએક વિચારણા અને એકેએક કાર્યક્રમ પાછળ વ્યવહારુ અહિ'સા અને વ્યવહારુ અનેકાન્તવૃષ્ટિ કામ કરી રહી છે. ' ખાદી ઉત્પન્ન કરવી-કરાવવી અને તેને જ વાપરવી—એ કાર્યક્રમમાં છે તે કરતાં વધારે અહિંસાનું તત્ત્વ બીજી કાઈ રીતે કપડાં તૈયાર કરી વાપરવામાં છે એમ કાઈ જૈન સાધુ ખતાવશે : માત્ર નાની નાની જાતિઓ જ નહિ, નાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12