Book Title: Samkit Shraddha Kriya Moksh Author(s): Publisher: Hindi Granth Karyalay View full book textPage 4
________________ ।। શ્રી મહાવીરાય નમઃ ।। ગુરુદેવના આશીર્વચન આચાર્ય ગુરુદેવ વીરેન્દ્રજી સ્વામી અર્હત ધર્મના ઉપાસક, ગુરુભક્તિભાવ ભીંજિત હૃદયી અમિતભાઈ મુ. એન્ટવર્પ સુરેન્દ્રનગર ૨/જુલાઈ/૨૦૧૫ અત્રે વીરેન્દ્રમુનીજી ઠાણા ૫. સુખશાતામાં છીએ. ધર્મનિષ્ઠ અમિતભાઈએ જૈનદર્શનમાં ‘“સમકિત’’ વિષય ઉપર મહાનિબંધ લખવાનું ભગીરથ કાર્ય અનેકવિધ, ધંધાકીય, કૌટુંબિક એવં સામાજિક જવાબદારીઓ વચ્ચે કર્યું તે ખૂબ જ સરાહનીય છે. આપે જૈનદર્શનના ખૂબ જ મહત્તવના વિષય પર “મહાનિબંધ” લખીને જૈનશાસનના ચતુર્વિધ સંઘની ઉત્તમ સેવા કરી છે. ‘‘સમકિત’’ અંગે જૈન જગતમાં જુદીજુદી માન્યતાઓ તથા અભિપ્રાય જોવા મળે છે. પરિણામે અનેક ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ મૂંઝવણ અનુભવતા હોય છે. આપનો આ નિબંધ અનેક મુમુક્ષુઓને સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન પૂરું પાડશે તેવો વિશ્વાસ છે. આપનો આ ‘“મહાનિબંધ” સમગ્ર જૈન આલમમાં ખૂબ ઉપયોગી પૂરવાર થાય, આપનો પરિશ્રમ લેખે લાગે, આ અને આવા અનેક આગમ એવં અધ્યાત્મને સ્પર્શતા વિષયો પર આપની ક્લમ સદૈવ ચાલતી રહે તેવા અંતરના શુભાશિષ એવં શુભેચ્છા પાઠવું છું. થીસિસ પ્રથમ ટ્રાયલમાં જ પાસ થાય અને સર્વાનુમતે ડૉકટરેટની પદવી મળે તેવી મંગલ મનીષા. લિ. આચાર્ય ગુરુભગવંત બા.બ્ર. પ.પૂ. વીરેન્દ્રજી સ્વામી દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 388