________________
પછી પ્રદયુમન રૂક્ષ્મણીને ઘરે જઈને કૃષ્ણનાં સહાસન ઉપર બેઠે, તે જોઈને રૂક્ષ્મણી બેલી કે-આ સિંહાસન ઉપર શ્રી કૃષ્ણ અથવા તેના પુત્ર સીવાય બીજે કેઈ જે બેસે તે તેને દેવતાઓ સહન કરી શકતા નથી. ત્યારે તે બોલ્યો કે હું તે મહા તપસ્વી છું. સોળ વર્ષે આજ પારણાને માટે હું અહીં આવ્યો છું. તેથી તમે મને પારણું કરાવે નહીં તે હું સત્યભામાને ઘેર જઈશ. ત્યારે રૂક્ષ્મણએ તેને ખીર ખાવા માટે આપી ને વિનંતી કરી કે-હે પુજ્ય મને દેવતાએ કહ્યું છે કે-સેળ વર્ષે તારે પુત્ર તને મળશે તે હજુ સુધી આવ્યો નથી. મને પુત્ર વિયોગનું ઘણું જ દુઃખ થાય છે. ત્યારે તે બે કે-મારે પણ મારી માતાને વિયોગ છે, પણ શું કરીએ. પરંતુ તિષ શાસ્ત્રનાં આધારે હું કહું છું કે-આપણુ બનેનું વિરહ દુઃખ થેડાજ કાળમાં નષ્ટ થશે. તમે મને આ ખીર ખાવા માટે આપી છે પણ મને તે ભાવતી નથી. તેથી શ્રી કૃષ્ણ માટે કરેલા મેદક મને ખાવા આપે ત્યારે તે બોલી કે તે મેદક તે શ્રી કૃષ્ણને જ ખાવા લાયક છે. બીજાને મેદક ઝરે તેવા નથી. તેણે કહ્યું કે-તપસ્વીઓને શું દુર્જર છે, તે સાંભળી શંકા સહિત રૂકમણીએ એક મેક તેને આખ્યો. તે ખાઈને તેણે બીજે માગ્યો એમ વારં વાર માગી માગીને ખાતાં સર્વ મોદક ખાઈ ગયે. અનુક્રમે પાત્ર ખાલી થઈ ગયેલું જોઈને તે બોલી કે–હે વિપ્ર ! તમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com