Book Title: Samb Kumar tatha Pradyumna Kumar
Author(s): Motilal
Publisher: Motilal

View full book text
Previous | Next

Page 10
________________ કેન્યનું હરણ કર્યું અને તેને નારદ પાસે મુકી પછી શ્રી કૃષ્ણનાં ઉદ્યાનને વિદ્યાનાં બળથી પુષ્પ-ફળ અને પત્ર રહીત કરી દીધું. તથા વિવાહને માટે એકઠા કરેલા જળ, ઘાંસ વિગેરેને પણ વિદ્યાનાં બળથી અદ્રશ્ય કરી દીધાં. ઘછી એક માયાવી અબ્ધ બનાવીને તેને ગામ બહાર ખેલાવવા લાગ્યા. તે અશ્વના વેગને જોવાની ઇચ્છાથી ભાનુકુમાર તેની પાસેથી તે અશ્વ માગીને તેના પર ચઢયે અને તેને ખેલવવા લાગે. એટલે પ્રદયુમને વિદ્યાવડે તેને તેના પરથી પાધિ નાંખે તે "જઈને લે કે ભાનુ પ્રત્યે હસવા લાગ્યા પછી પ્રદમન બ્રાહ્મશુને વેષ ધારણ કરીને ગામમાં ગયો ત્યાં કઈ વેપારીની દુકાને ઉભેલી સત્યભામાની કુબજા દાસીને હાથની મુષ્ટિ મારીને સરલ અને સ્વરૂપવાળી કરી દીધી. એટલે તે દાસી તે બ્રાહ્મણને (પ્રદયુમનને) બહુજ આદર સત્કારથી સત્યભામાને મહેલે તે ગઈ અને સત્યભામાને પિતાની વાત કહી સંભબાવી તે બ્રાહ્મણની લાધા કરી તે સાંભળીને સત્યભામાએ નમન કરીને તે બ્રાહ્મણને કહ્યું કે–હે વીપ્ર ! મને રૂક્ષમણી કરતાં અધિક રૂપવાળી કરો ત્યારે તે બોલ્યો કે તમે પ્રથમ શીર મુંડન કરાવીને જીર્ણ વસ્ત્રો ધારણ કરી એકાંત સ્થળે બેસી આ હું આપું છું તે મંત્રનો જાપ કરે એટલે તમારું ઈચ્છિત થશે. તે સાંભળીને સત્યભામાએ તેના કહેવા પ્રમાણે કરીને જાપ જપ શરૂ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24