Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭) વસ્તુને કાંઈના બદલે કાંઈ સમજે છે તે મૂર્ખ છે, જેને પરમાત્માનું નામ પ્રિય છે તેને આ ગ્રંથ જરૂર પ્રિય થશે. આ ગ્રંથનો સાર આવો લેવો કેસમ્યજ્ઞાનમયી ગુણીને ગુણથી સર્વથા પ્રકાર ભિન્ન છે એ જ અવગુણને છોડી, સ્વભાવજ્ઞાનગુણ ગ્રહણ કરવો, પછી ગુણને પણ છોડી ગુણીને ગ્રહણ કરવો, ત્યાર પછી ગુણ-ગુણીની ભેદ કલ્પનાથી સર્વથા પ્રકારે ભિન્ન થઈ પોતાને પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની સાથે સૂર્યપ્રકાશવત્ મળીને રહેવું. એ જ અવગુણ છોડવાનો તથા સ્વભાવગુણથી તન્મયી રહેવાનો (ઉપદેશ) આ ગ્રંથમાં કહ્યો છે. જેમ દીપકજ્યોતિના પ્રકાશમાં કોઈ પાપ કરો વા કોઈ પુણ્ય કરો, પરંતુ એ પાપપુણ્યનું ફળ જે સ્વર્ગ-નરકાદિક છે તે આ દીપકજ્યોતિને લાગતાં નથી તથા તેને પાપ-પુણ્ય પણ લાગતાં નથી તે જ પ્રમાણે આ સમ્યજ્ઞાનદીપિકા પુસ્તકને ભણવા-વાંચવા વા ઉપદેશ આપવા વડે કોઈને પોતાના પોતામાં પોતામય સ્વસ્વભાવમય સમ્યજ્ઞાનાનુભવની અચલ પરમાવગાઢતા થશે તેને પાપ-પુણ્ય, જન્મ-મરણ, સંસારનો સ્પર્શ થશે નહિ તથા તેને જરા પણ શુભાશુભ લાગશે નહિ એવો નિશ્ચય છે. || ઇતિ પ્રસ્તાવના Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 153