________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ જ સમયે વૈશ્રમણ પણ ઉપવનમાં ફરતો ફરતો માધવી-મંડપ પાસે આવી પહોંચ્યો. તેણે મંડપમાં શૂન્યમનસ્ક બેઠેલી શ્રીદેવીને જોઈ. તેનું મુખ પ્લાન હતું. તેની આંખોમાં ઉદાસી હતી. જ્યાં વૈશ્રમણે માધવી-મંડપમાં પ્રવેશ કર્યો. શ્રીદેવીએ મુખ ઊંચું કરીને જોયું..વૈશ્રમણને જોતાં જ એ ઊભી થઈ ગઈ... તેણે વૈશ્રમણનું સ્વાગત કર્યું : “પધારો નાથ!”
માધવી લતાનો એક છેડો પકડીને વૈશ્રમણ ઊભો રહ્યો. તે શ્રીદેવી સામે એકીટસે જોઈ રહ્યો..
આજે દેવી, તું ઉદાસ દેખાય છે.. ઉદ્વિગ્ન દેખાય છે. એવું તે કયું દુઃખ છે તારા હૃદયમાં?!
નાથ, મારું દુઃખ આપ જાણો છો..? “જે ભાગ્યાધીન હોય, તેના અંગે દુઃખી ના થવું જોઈએ. દેવી, પુત્રપ્રાપ્તિ ભાગ્યાધીન છે ને!” “મારા પ્રિયતમ, જે ભાગ્યાધીન હોય છે તે દેવાધીન પણ હોય છે!
એટલે?”
પ્રભાવશાળી દેવની ઉપાસનાથી ભાગ્યનો ઉદય થાય છે. ભાગ્યનો ઉદય કરવા પુરુષાર્થ કરવો જોઈએ.”
“કહો દેવી, એવા પ્રભાવશાળી દેવનું નામ શું છે? પુરુષાર્થ તો મારું જીવન છે.. મને પુરુષાર્થ કરવામાં ક્યારેય કંટાળો આવ્યો નથી.”
આપ જાણતા હશો, નગરની બહાર એક યક્ષનું મંદિર છે, એ યક્ષરાજનું નામ છે ધનદેવ..”
“ઓહો.. એ તો ધનના દેવ છે ને? પુત્રના દેવ કેવી રીતે?' પોતાના વિનોદી સ્વભાવનો પરિચય આપ્યો.
“અરે આ તો એમનું નામ છે ધનદેવ, એમના ઉપાસકોને એ બધું આપે છે.. ધન આપે છે ને પુત્ર પણ આપે છે.”
તમે સાચી જાણકારી મેળવી છે ને?” “હા જી, સાચી વાત છે.” “તો આપણે જે કરવાનું હોય, જે ઉપાસના કરવાની હોય તે કરીએ.”
રાજજ્યોતિષીને પૂછીને સારો દિવસ નક્કી કરો. એ દિવસે આપણે યક્ષરાજના મંદિરે જવાનું. યક્ષરાજની ભાવપૂર્વક પૂજા કરવાની અને પુત્ર આપવા માટે પ્રાર્થના કરવાની.' '
ભાગ-૨ # ભવ ચોથો
uoc
For Private And Personal Use Only