Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash Author(s): Buddhisagar Publisher: Buddhisagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩દેશ. આ ચતુર્ગતિરૂપ સંસારમાં જ કર્મના વશથી પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામે છે; જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અનંત કાળથી લાગેલાં કર્મનો નાશ કરવાને શ્રી તીર્થકર મહારાજાએ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક આત્મધર્મનું આચરણ પ્રતિપાદન કર્યું છે, વ્યવહારનયથી શ્રી ચતુર્વિધ સં. ઘનો પ્રવાહ સદાકાળ ચાલ્યા કરે છે, અને નિશ્ચયનયથી આમ ધર્મમાં પ્રવેશાય છે. દરેક વસ્તુ અનેક ધર્મમય છે. માટે તેનું સ્વરૂપ સાત નયથી અનેકાંતપણે જાણી શકાય છે. સાતનય–સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ જાણવાથી એકાંત કદાગ્રહરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે, પ્રભુનાં વચન સાપેક્ષપણે વર્તે છે, સાપેક્ષ બુદ્ધિ થયા વિના તત્ત્વ સ્વરૂપ પમાતું નથી. જે ભવ્યજીવે સાતનયથી તથા સપ્તભંગીથી વસ્તુરૂપ જાણ્યું છે તે યથાર્થ જ્ઞાની જાણ. અનેકાંતમત સદાકાળ જગતમાં વિજયવંત વર્તે છે, હવે સમજવાનું કે અનેકાંતમતનું જ્ઞાન કરીને પણ સ્વસ્વભાવમાં રમણતા કરવી, સ્વસ્વભાવમાં રમણતા કરવાનું મુખ્ય કારણ અધ્યાત્મજ્ઞાન છે; અધ્યાત્મજ્ઞાન વિના ખરી સમાધિ મળતી નથી, માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરો. જોઈએ. અધ્યાત્મજ્ઞાનથી બહિરામભાવ છૂટે છે અને આત્મા પોતાના સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 342