Book Title: Sahitya ane Shilp ma Kalyantraya Author(s): M A Dhaky Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 2
________________ સાહિત્ય અને શિલ્પમાં... ઈ. સ. ૧૩૦૯)* અંતર્ગત ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબન્ધ''માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહોરમાં ઉજ્જયંત પર આરોહણ કરી, શૈવેય (શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવલ ‘શત્રુંજયાવતાર’ના મન્દિરમાં પ્રભાવના કરી, તે પછી ‘કલ્યાણત્રય’માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જોકે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવી નથી. યથા : Vol. 1-1995 प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलमभलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय, कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुपचितीमाचर्य, समन्त्री....( इत्यादि) : આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો સંદર્ભ, હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબન્ધ કિંવા પ્રબન્ધકોશ (સં. ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં ‘કલ્યાણત્રય’નો પણ સમાવેશ કર્યો છે યથા : તત્રાડપ્યષ્ટાદિષ્ઠાવિવિધિ: પ્રાનિવ । નામેવમવન-ચાત્રયનેન્દ્રપદ્ - कुण्डान्तिकप्रासाद- अम्बिका- शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्तन दर्शनैर्मन्त्री समश्च नयनयोः स्वादुफलमार्पिषताम् । આ પછીના કાળ સમ્બન્ધી ઉલ્લેખ સં ૧૩૯૩ / ઈ સ ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, ખરતરગચ્છ બૃહદ્ગુર્વાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં ૧૩૨૬ / ઈ. સ. ૧૨૯૭૦માં ખરતરગચ્છીય આચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીયે) સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ત્યાં ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની ઉછરામણીમાં ‘‘કલ્યાણ(જ?ત્ર)ય'ની માલા સા૰ રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ત્યાં ઉલ્લેખ છે'. પ્રસ્તુત ‘કલ્યાણત્રય' તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે, Jain Education International સં ૧૩૬૭ (ઈ. સ. ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતગચ્છીય યુગપ્રવર જિનચન્દ્રસૂરિ (તૃતીયે) ગિરનાર ગિરિસ્થ ‘કલ્યાણત્રયાદિ’ તીર્થાવલિ બિરાજમાન ‘અરિષ્ટનેમિ'નેનમસ્કાર્યાંનો અને એ રીતે ‘કલ્યાણત્રય' સમ્બન્ધી પ્રસ્તુત ગુર્વાવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે” : યથા : ue समस्त विधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीतनृत्यावाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखंसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउज्जयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्र्यादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः श्रीपूज्या महता विस्तरेणावन्दिषत । અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને ‘કલ્યાણત્રય' વિષે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિકત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે ‘કલ્યાણત્રય'નો કર્યો છે, જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રૈવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિકત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂકયું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17