Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
View full book text
________________
૧૦૮
મધુસૂદન ઢાંકી
Nir grantha
પરિશિષ્ટ
ગિરનાર પરનું કલ્યાણત્રય” ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉપર જોઈ ગયા છીએ; પણ બે અન્ય લેખકો એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે “કલ્પપ્રદીપ” કિંવા “વિવિધ તીર્થકલ્પ”ના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલ “શ્રી ઉજજયન્તસ્તવમાં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે :
अत अवात्र कल्याणत्रय-मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश - श्चमतत्कारित भव्यहत् ॥६॥
- वि० ती० क०, पृ०७ (જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહાર''માં રહેલ “અષ્ટાપદ'ની સામેની “સમેતશિખર'ની રચનાને “નન્દીશ્વરદ્વીપ"માનવાની પણ ભૂલ કરી છે.)
બીજો ગિરનાર સંબંધી ઉલ્લેખ પીપલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ (સં. ૧૪૮૫ ઈ. સ. ૧૪ર૯)માં મળે છે : ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે* : યથા :
વેચીય બાર કોડિ વિવિહરિ, અસીય સહસ્ર લખ બાર; સમ્મસિહર તીરથ અઠ્ઠાવય સિડ્યુંજય અવતારુ, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થી બહુ ચંગિ,
સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લાઈ સેજુજ ગિરિવર શૃંગિ. ૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમજ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધા હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઠ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિ:શંક તેજપાલ નિમપિત હતી.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only