Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249326/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” મધુસૂદન ઢાંકી કલ્યાણત્રય” સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં “પંચકલ્યાણક” માંનાં ત્રણ, વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૪મા તીર્થંકર ભગવાન નેમિનાથના ઉર્જયતુ, ઉજિજલ, ઉજજંત, ઉજજેન્ત એટલે કે ઉજજયન્ત, ઊર્જયન્ત વા ઊર્જત-પર્વત (પછીથી રૈવતકપર્વત, રેવતગિરિ, સાંપ્રત ગિરનાર પર્વત પર થયેલા “દિફખ” (દીક્ષા), “નાણ' (કેવલજ્ઞાન), અને “નિસી હિઆ વા ‘નિવ્વાણ' (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘યક'. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં ‘કલ્યાણક્ય'થી આ અર્થ-વિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, તેરમા શતકથી લઈ પંદરમા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અધાધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં ‘કલ્યાણત્રય'ની સંરચના-સમ્બદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલ કલ્યાણત્રય'ના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુર, નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮ | ઈસ. ૧૨૩રમાં ગિરિરાજ પર બંધુદ્ધ કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યા પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રેવતગિરિરાસુ નામક – ઐતિહાસિક દષ્ટિએ અતિ મૂલ્યવાન – રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલ ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ ઉમેર્યું છે કે “તેજપાળે ત્યાં ત્રિભુવન જનરંજન, ગગનાગ્રલગ્ન (આભને આંબતું), 'કલ્યાણત્રય' નામનું ઊંચું ભવન કરાવ્યું” યથા: तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण (उत? तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥१७|| ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં. ૧૩૨૦ ઈસ૧૨૯૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પ માં પણ મળે છે; ત્યાં (પર્વતની) “મેખલા' (ધાર પાસે મંત્રી તેજપાળે ‘કલ્યાણયચત્ય’ કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે : कल्याणत्रयचैत्यं तेज:पालो न्यवीविशन्मन्त्री। यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥२८॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ રેવતગિરિકલ્પમાં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે : तेजपालमंतिणा कल्लाणत्तयचइ कारि। જિનપ્રભસૂરિના સમકાલિક મેરૂતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રન્થ પ્રબન્યચિન્તામણિ (સં. ૧૩૬૫ | Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં... ઈ. સ. ૧૩૦૯)* અંતર્ગત ‘વસ્તુપાલ-તેજપાલ પ્રબન્ધ''માં મંત્રીશ્વર વસ્તુપાળે સવારના પહોરમાં ઉજ્જયંત પર આરોહણ કરી, શૈવેય (શિવાદેવી સૂનુ = નેમિનાથ)ની અર્ચના કરી, પોતે નિર્માવલ ‘શત્રુંજયાવતાર’ના મન્દિરમાં પ્રભાવના કરી, તે પછી ‘કલ્યાણત્રય’માં અર્ચના કરી એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે; જોકે ત્યાં પ્રસ્તુત ચૈત્ય તેજપાળે કરાવેલું હતું, કે તે નેમીશ્વરનું હતું, તે તથ્યોની નોંધ લેવામાં આવી નથી. યથા : Vol. 1-1995 प्रातरुज्जयन्तमारुह्य श्रीशैवेयक्रमकमलयुगलमभलमभ्यर्च्य स्वयंकारित श्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूतप्रभावनां विधाय, कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुपचितीमाचर्य, समन्त्री....( इत्यादि) : આ ઉલ્લેખ પછીથી એક પાછોતરો, પણ અન્યથા વસ્તુપાલ-તેજપાલના કાળને સ્પર્શતો સંદર્ભ, હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિના ચતુર્વિશતિપ્રબન્ધ કિંવા પ્રબન્ધકોશ (સં. ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯) અંતર્ગત મળે છે, જેમાં મંત્રીશ્વરે ગિરનાર પર દર્શન કરેલ દેવધામોમાં ‘કલ્યાણત્રય’નો પણ સમાવેશ કર્યો છે યથા : તત્રાડપ્યષ્ટાદિષ્ઠાવિવિધિ: પ્રાનિવ । નામેવમવન-ચાત્રયનેન્દ્રપદ્ - कुण्डान्तिकप्रासाद- अम्बिका- शाम्ब-प्रद्युम्नशिखर तोरणादिकीर्तन दर्शनैर्मन्त्री समश्च नयनयोः स्वादुफलमार्पिषताम् । આ પછીના કાળ સમ્બન્ધી ઉલ્લેખ સં ૧૩૯૩ / ઈ સ ૧૩૩૭ના અરસામાં પૂર્ણ થયેલ, ખરતરગચ્છ બૃહદ્ગુર્વાવલીના ઉત્તરાર્ધમાં મળે છે : સં ૧૩૨૬ / ઈ. સ. ૧૨૯૭૦માં ખરતરગચ્છીય આચાર્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીયે) સંઘ સહ ગિરનારની યાત્રા કરેલી ત્યારે ત્યાં ગિરિવર પર થયેલી ધાર્મિક ક્રિયાઓમાં જુદાં જુદાં જૈન તીર્થાયતનોની માલા પહેરાવવાની ઉછરામણીમાં ‘‘કલ્યાણ(જ?ત્ર)ય'ની માલા સા૰ રાજદેવભાતૃ ભોલાકે ૩૧૧ દ્રમ્પની બોલીથી પહેરી હોવાનો ત્યાં ઉલ્લેખ છે'. પ્રસ્તુત ‘કલ્યાણત્રય' તે મંત્રી તેજપાળે કરાવેલ ચૈત્ય જ હોઈ શકે, સં ૧૩૬૭ (ઈ. સ. ૧૩૧૧)માં ભીમપલ્લી(ભીલડીયા)થી સંઘ સહિત તીર્થયાત્રાએ નીકળેલ ખરતગચ્છીય યુગપ્રવર જિનચન્દ્રસૂરિ (તૃતીયે) ગિરનાર ગિરિસ્થ ‘કલ્યાણત્રયાદિ’ તીર્થાવલિ બિરાજમાન ‘અરિષ્ટનેમિ'નેનમસ્કાર્યાંનો અને એ રીતે ‘કલ્યાણત્રય' સમ્બન્ધી પ્રસ્તુત ગુર્વાવલીમાં એક વિશેષ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે” : યથા : ue समस्त विधिसंघेन च कलिताः, प्रतिपुरं प्रतिग्रामं निःशङ्कं गीतनृत्यावाद्यादिना जिनशासनप्रोत्सर्पणायां विजृम्भमाणायां क्रमक्रमेण सुखंसुखेन श्रीशत्रुञ्जयालङ्कारत्रैलोक्यसार समस्ततीर्थपरम्परापरिवृतं प्रविहितसुरासुरनरेन्द्रसेवं श्रीनाभेयदेवम्, श्रीउज्जयन्ताचलशिखरमण्डनं समस्तदुरितखण्डनं सौभाग्यकमलानिधानं यदुकुलप्रधानं कल्याणकत्र्यादिनानातीर्थावलिविराजमानं श्रीअरिष्टनेमिस्वामिनं च नूतनस्तुतिस्तोत्रविधानपूर्वकं परमभावनया सकलसंघसहिताः श्रीपूज्या महता विस्तरेणावन्दिषत । અહીં ઉલ્લેખ તો અલબત્ત પ્રાસંગિક છે, અને ‘કલ્યાણત્રય' વિષે કોઈ અધિક માહિતી સાંપડતી નથી; પણ ગિરનાર પર નેમિનાથના મહિમ્ન મંદિર અતિરિકત બીજા કોઈ મંદિરનો ઉલ્લેખ કરવાને બદલે ‘કલ્યાણત્રય'નો કર્યો છે, જેમાંથી પ્રસ્તુત ચૈત્યની રૈવતતીર્થ સાથેની સંગતતા સિદ્ધ થવા અતિરિકત તેનું મહત્ત્વ તે કાળે સ્થપાઈ ચૂકયું હશે એવું પણ કંઈક સૂચન મળી રહે છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ઈસ્વીસનના ચૌદમા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને ‘કલ્યાણત્રય'ની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચયપરિપાટી સ્તવન'(પ્રાય: ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુકત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે: कल्याणकत्रय-जिनालय भूत्रयेपि नेमि नमामि चतुराननमंजनाभं ॥११॥ આ ઉલ્લેખથી ‘કલ્યાણત્રયચૈત્ય'માં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે. આ પછી ચૌદમા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ “તીર્થમાલાસ્તવનમાં ગિરનાર પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના ‘આદિ પહો’ (શત્રુંજયાવતાર ચૈત્યના આદિપ્રભુ)નો, ‘કલ્યાણત્રયે' નેમિજિનનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકન શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति(ग)वसही हिं आदि पहो। कल्याणत्रये नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे। वंदउ ओ तित्थ जिणबिंब सांब-पूजन अवलोय गिरे ॥२१| આ ઉલ્લેખમાં પણ ‘કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીવનમાં પણ પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને “કલ્યાણત્રિતય' સંજ્ઞા આપી છે, જોકે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे कल्याणत्रितयेऽवलोकशिखरे श्रीतीर्थपानां गु(ग)णं श्रीरेवतगिरौ नमामि च तथा प्रद्युम्नंसाम्बी भजे ॥२४॥ આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષ ગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રન્થ વરસ્તુપાલચરિત્ર (સં૧૪૯૭ / ઈસ. ૧૪૪૧) અંતર્ગત ગિરિવર પર મંત્રીદ્વયે કરાવેલ સુકૃતોની અપાયેલ વિસ્તૃત સૂચીમાં કલ્યાણત્રિતય'નું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ‘ત્રણરૂપે બિરાજતા હોવાની વાત કહી છે. યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । તેનાપતિ: જવો વિશે વિસ્તારક્ષમતુF IIકરૂના सप्तशत्या चतुःषष्टया, हेमगद्याणकैनवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ॥७३१।। तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गति हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ।।७३२।। આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ. સ. ૧૨૩ર પશ્ચાતુ) મંત્રી તેજપાળે કલ્યાણત્રય', ‘કલ્યાણકત્રય', Page #4 -------------------------------------------------------------------------- ________________ Vol. 1995 સાહિત્ય અને શિલ્પમાં.. ૧૦૧ વા ‘કલ્યાણત્રિતય' સંજ્ઞકનેમિનાથનો અશ્મરચિત ઉત્તગ પ્રાસાદ કરાવેલો, જેમાં રેવતતીર્થના અધિનાયકનેમિનિની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી. આ ઉપરથી પ્રથમ દષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય'એ જિન નેમિનાથના ત્રણ કલ્યાણકોને મૂર્તભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણકની ‘ત્રણ’ સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપ બેસાડ્યાં હશે. (આ ‘ત્રણ રૂપો'થી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.) તેજપાળ મંત્રી કારિત આ ‘કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરદ્વાર બાદ, પંદરમા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં ‘કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું.' તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી ‘શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી, તેમાં આવતો ઉલ્લેખ અલબત્ત સંક્ષિપ્ત છે; પણ તે, 'કલ્યાણત્રય” રચના નેમિજિનના ‘દીક્ષા, જ્ઞાન, અને ‘નિવણ’ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા : કલ્યાણતય નેમિજિણ દિફન્માણ નિવ્વાણ !!૧૬. આ પછી સોળમા શતકના પ્રારંભની એક અનામી કત્તની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ કલ્યાણત્રય”માં “ત્રણ રૂપે નેમિ’ બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે : કલ્યાણનુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર ત્રિહરૂપે નેમિ પૂજીઈ સદ્દ હુઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી એક અન્ય અપ્રફ્ટ, અજ્ઞાત કરૂંક ગિરનાર ચૈત્યપરિપાટીમાં ‘કલ્યાણત્રયનો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ‘ત્રણરૂપે બિરાજતા હોવાનું તેમ જ મંદિરને ‘સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ' મંડપ હોવાનું કહ્યું છે : યથા : કલ્યાણત્રય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર; ત્રિહરપે છઈ નેમિકુમાર મેઘનાદ-મંડપ સધર. ૨૬ પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલ ખરતરગચ્છીય હરિકલશની ચૈત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે" ત્રિહું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ દરા આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનાર તીર્થમાલા (સં. ૧૫૯-૧૫૨૩ | ઈસ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ)". તેમાં ત્રણભૂમિ'માં કાયોત્સર્ગ રૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે : કલ્યાણત્રય ત્રિભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુગો ૧૭મી હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુન્દરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ ઈ. સ. ૧૪૫૯ના. ein Education international Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મધુસૂદન ઢાંકી Nirgrantha અરસામાં રચાયેલી ગિરનાર જૈનપ્રવાડિ. તેમાં કલ્યાણત્રયવિહાર' સોની સમરસિંહ અને માલદે વ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ત્રણ ભૂમિ'માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખગ્રાસને) રહેલા “નેમિકુમાર’નો ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં “દીક્ષા, જ્ઞાન, નિર્વાણ’ એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ ‘મેઘમંડપ'નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૪માં ઉદ્ધાર કરાવ્યો : યથા : હિવ કલ્યાણત્રય-તણઈ નિરમાલડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ ધનધન સોની સમ(૨)સિંહ માલદે વ્યવહારિઆ જેહિં કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિશ્વ ચિહું દિસિ ત્રિહું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાતલિ અંજલિઈ સવે ટલતા રોગ સેવિ સ્વામી પૂરવઈએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ દિકખ-નાણ-નિવાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમ વામ પાસિ ધરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલઉં ઓસવંસિ શ્રી સમરસી માલદેવ મનરંગિ સંવત ચઉદ ચઉરણવઈ નિરમાલડિએ ઉદ્વરિઉ ઉત્તેગ. ૨૬ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસનના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી ખરતરગચ્છીય ભાવહર્ષ ગણિના શિષ્ય રંગસારની ‘ગિરનાર ગિરિ ઐયપરિપાટી’માં હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંત પ્રભાવક, સમરસંઘ માલદે સુથાવક જિણ કરી ઉધ્ધાર. ૧૪ તિણ ભૂમીપતિ જિગહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉત્તેગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયે 'કલ્યાણત્રય વિષે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણ માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેલી ચારે મૂર્તિ(ઓ) કાયોત્સર્ગ રૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિંહ-માલદેવે ઉદ્ધારાવેલ ‘કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે, પણ તેનું મૂળ નામ વિસરાઈ જઈ, તે “સગરામ સોની’ (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનનો તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ પંદરમી સદીનું હોવાને બદલે ઓગણીસમા સૈકાનું (આ૦ ઈસ. ૧૮૦૩નું) આધુનિક અને Page #6 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને શિલ્પમાં... કઢંગું છે; પરંતુ અન્યથા તેમાં પંદરમી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે ‘મેઘનાદ’ અને ‘મેઘમંડપ’ છે. અંદર જતાં જોઇએ તો ગર્ભગૃહની કોરણીવાળી પંદરમા શતકની દ્વારશાખાને સ્તંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે દ્વારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઇએ. આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઇએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવના ‘કલ્યાણત્રય’ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્વારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.) Vol, 1-1995 સાહિત્યિક પ્રમાણોના આધારે ‘કલ્યાણય'ની સંરચના વિષે એટલું તો જાણી-કલ્પી શકાય છે : પણ તે રચના તાદશ કેવી દેખાતી હશે, તેના ઉદ્દયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો જ વિશેષ સમજણ પડે. સદ્ભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અર્બુદગિરિ પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગખ્યાત લૂણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળ પ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં. અહીં હસ્તિશાલાના મધ્ય બિંદુએ કરવામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખડ્ગાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તેમાં ચોમુખ પદ્માસન જિન, અને તે ઉપર તેનાથી સહેજ નાનો મજલો કરી, તેમાં પણ પર્યંકાસને બેઠેલા જિનની ચૌમુખ પ્રતિમાઓ યુકત રચના છે (ચિત્ર ૧). પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ ‘કલ્યાણય’ની રચના એ મધ્યના પ્રાસાદ કિંવા મૂલપ્રાસાદના પૂર્વ-પશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે. ૧૦૩ આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ’ કહી સંતોષ માન્યો છે”. (સ્વ) મુનિશ્રી જયન્તવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની ‘મેરુગિરિ’ તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સન્દર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધૃત કરીશું : “હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે, તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુકત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણે માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની જિનમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યંકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ મૂર્તિઓ બાર શ્યામવર્ણી અને પરિકરવાળી છે.’૧ દા. ઉમાકાન્ત શાહે પણ તેને ‘પંચમેરુ’ની રચના માની છે : યથા: "Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મધુસૂદન ઢાંકી Nirgrantha is also obtained in a Svetambara Shrine, in the llastisala of the Luna Vasahi MT. Abu." પરંતુ અહીં મજલા પાંચ નહીં, ત્રણ છે. ઉપર ઉદ્ધત મુનિશ્રી જયન્તવિજયજીએ કરેલું વર્ણન આબુની સંરચનાનું હોવા છતાં ગિરનાર પરના યાત્રિકો દ્વારા વર્ણિત કલ્યાણત્રય'નું આબેહુબ રૂપ હોવાનું પ્રતીત થાય છે. એ પંચમેર'ની રચના હોય તો તે માટે કંઈ આધાર તો હોવો ઘટે; પણ ‘મેરગિરિ'ની રચનામાં ઉપરના ચૌમુખને વાસ્તુશાસ્ત્ર મત પ્રમાણે સમવસરણ દેવામાં આવે છે; અને ‘પંચમેરુ કહેવા માટે વચ્ચે એક અને ચાર ખૂણે ચાર અન્ય મેરુની (ભલે વચલા કરતાં નાની) અથવા, પ્રકાર તરે ઉપરાઉપર પાંચ મજલાવાળી રચના હોવી ઘટે. અહીં એવી સંરચના નથી. આ તો આગળ જણાવ્યું તેમ, ગિરનાર પરના મંત્રી તેજપાળ કારિત કલ્યાણત્રય” વા ‘કલ્યાણત્રિતય'ના અગાઉ ચર્ચિત વર્ણનને હુબહુ મળતી રચના હોઈ, તેની ઓળખ હવે એ રીતે થવી ઘટે. એમ જણાય છે કે વરિષ્ઠબંધુ વસ્તુપાળને શત્રુંજયાદ્રિમંડન યુગાદિ ઋષભદેવ પર વિશેષ મોહ અને અહોભાવ હતા; ને લઘુબંધુ તેજપાળને રેવતાચલાધીશ ભગવાન નેમિનાથ પર અધિક પ્રીતિ હતી. કેમકે વસ્તુપાળે ગિરનાર ગિરિ પર અને ધવલકફક(ધોળકા)માં “શત્રુંજયાવતારનાં મંદિરો કરાવેલાં; તો તેજપાળે ગિરનાર પર નેમિજિનનો ‘કલ્યાણતિય વિહાર' અને અર્બુદગિરિ પર તેમ જ ધોળકામાં “ઉજજયન્તાવતાર’નાં મંદિરો કરાવેલાં. આભૂવાળું મંદિર નેમીશ્વરસ્વામીનું હોઈ, તેમાં કલ્યાણત્રય'- ની રચના હોઈ, અને તે પણ ગર્ભગૃહ સાથે એકસૂત્રમાં મેળવેલી હોઈ, પ્રસ્તુત જિનાલયને ‘ઉજજયન્તાવતાર' માનીએ તો સુસંગત છે. તેજપાળના પ્રસ્તુત રચના પ્રત્યેનાં ખાસ આકર્ષણ-વલણ-૮ળણ પણ તેની સ્થાપના અબ્દગિરિ પર પણ કરવા પાછળ કામ કરી ગયાં હશે. ગિરનાર પર વસ્તુપાળે ‘શત્રુંજયાવતાર' સાથે ‘અષ્ટાપદ’ અને ‘સમેતશિખરની પ્રતીક રચનાનાં મંદિરો કરાવેલાં, તો તેજપાળે ત્યાં “કલ્યાણત્રય'ની પ્રતીક-રચનાનું ભવન કરાવ્યું. આમ બેઉ ભાઈઓને પ્રતીક-રચનાઓ નિર્માવવા પ્રતિ પણ રસ રહ્યો હશે તેમ લાગે છે. ગિરનારના સં. ૧૨૮૮ ઈ. સ. ૧૨૩રના મહામાત્ય વસ્તુપાલ કારિત ‘વસ્તુપાલવિહાર' ના છ પ્રશસ્તિલેખોમાં લઘુબંધુ તેજપાળે ત્યાં કરાવેલ ‘કલ્યાણત્રય' પ્રાસાદનો ઉલ્લેખ નથી. એથી એમ માની શકાય કે પ્રસ્તુત મંદિર સં. ૧૨૮૮થી થોડું મોડું બન્યું હોય. ગિરનારના ‘કલ્યાણત્રય' પ્રાસાદના મંત્રી તેજપાળના સ્થાપનાના તેમ જ પ્રશસ્તિના લેખ, તેમ જ ભૂલ સંરચના વિનષ્ટ થયાં છે; અને આબુવાળા “કલ્યાણય' પર આગળ કહ્યું તેમ - કોઈ લેખ નથી ! તેમ મંદિરના પ્રશસ્તિલેખમાં પણ તેનો ઉલ્લેખ નથી ! સંભવ છે કે બન્ને સ્થળોના કલ્યાણત્રય” એકકાલિક હોય. હવે પ્રશ્ન એ છે કે સાહિત્યિક અતિરિક્ત આવશ્યક એવું અભિલેખીય પ્રમાણ કલ્યાણત્રય'ના સ્વરૂપ-નિર્ણય અંગે છે ખરું ? આની શોધ કરતાં મને બે પ્રમાણો હાથ લાગ્યાં છે. એક તો છે રાણકપુરના ‘ધરણવિહાર' માં સં. ૧૪૯૭/ ઈ. સ. ૧૪૫૧નો અભિલેખ ધરાવતો “શ્રીશત્રુંજય શ્રીગિરનાર પટ્ટ". તેમાં ગિરનારવાળા ભાગમાં મૂળનાયક નેમિનાથની બાજુમાં એક પટ્ટી શું કરી, તેમાં ત્રણ ખંડ પાડી, નીચેના ખંડમાં કાયોત્સર્ગ જિનમૂર્તિ અને ઉપલા બે ખંડોમાં બેઠેલાં જિનનાં રૂપ બતાવ્યાં છે, જે 'કલ્યાણત્રયચૈત્યનું સૂચન કરે છે (ચિત્ર ૨)*. બીજું છે કુંભારિયા (પ્રા. આરાસણ)ના નેમિનાથ ભગવાનના મંદિરમાં એક રથિકાબદ્ધ કાયોત્સર્ગ જિનમૂર્તિ અને તેને મથાળે ખંડમાં પર્યકાસને રહેલ જિનબિંબ ધરાવતું ફલક (ચિત્ર ૩), જેમાં નીચેની મૂર્તિની પાટલી પરના લેખમાં તે અરિષ્ટનેમિનાં બિંબ હોવાનું અને તેની પ્રતિષ્ઠા કલ્યાણત્રય'માં હતી તેવો નિર્દેશ મળે છે. સં. ૧૩૪૩ | ઈ. સ. ૧૨૮નું વર્ષ ધરાવતું આ પ્રતિમા-વિધાન તેજપાળની કૃતિઓ બાદ પ્રાય: ૧૫ વર્ષે તૈયાર થયેલું; અને અહીં પણ તે નેમિનાથના સંદર્ભમાં રચાયેલ હોઈ કલ્યાણત્રય” અંગે થોડોક પણ વિશેષ ખ્યાલ આપી રહે છે. એ સંબંધમાં વિશેષ કશું કહેતાં પહેલાં (મુનિ વિશાલવિજયજીએ પ્રગટ કરેલ) મૂળ લેખ અહીં જોઈ જવો ઉપયુકત છે : Page #8 -------------------------------------------------------------------------- ________________ Vol. I.1995 સાહિન અને શિલ્પમાં,.. ૧૦૫ ॐ ॥ संवत् १३४३ वर्षे माघ शुदि १० शनौ प्राग्वाटान्वये श्रे. (*) छाहड सुत श्रे० देसल भार्या देल्ही तत्पुत નક્ષમr (1) *) સધર ટેવધર સિધર મધર છે તથા સિધર માર્યો.. (*) પુત્ર નસવ 1 દ્વિતીયપુખ છે. આ ટ્રેન માર્યા... (*) ....નાથ ગયા તપુત્ર તૂધવત વધુ પૂવિ તત્વત્ર ન્હસીદ મૃતિ રુંવ સમુદ્રા ક્ષતિ માત્મના....(*) पितुः श्रेयो) कल्याणत्रये श्रीअरिष्टनेमिबिंबानि कारितानि । मंगलमस्तु समस्तसंघस्य ! (*) श्रे गांगदेवसुत ऊदलसुता તૂળ નિ() વય– સદવ-3.... ત tiff pપૃતિ | આરાસણના નેમિનાથ જિનાલયમાં રહેલ આ ‘કલ્યાણત્રય' સંબંધી બીજો પણ બે અભિલેખીય ઉલ્લેખ પ્રસ્તુત મંદિરમાં મળે છે, જેને પણ અહીં આવરી લઈશું. આ સંબંધનો પ્રથમ (સંવત્ વગરનો) લેખ મંદિરની (દેવકુલિકાની ?) ભીંત પર આવેલો નોંધાયો છે. (વસ્તુતયા જે ગોખમાં આ કલ્યાણત્રય' છે તેની જ થાંભલીની બેસણી પર તે લેખ છે.) જેમાં નવાંગવૃત્તિકાર ‘અભયદેવસૂરિ'ના સંતાનીય “શ્રીચન્દ્રસૂરિએ ‘કલ્યાણત્રય'માં નેમિનાથનાં બિંબોની પ્રતિષ્ઠા કરી તેવો ઉલ્લેખ છે* : યથા : कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचन्द्रसूरिभिः श्रे सुमिग श्रे वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत નરસિંદ કૃતિ ટુંકસંકિર્તન નિ ઋતિનિ. (મનિથી વિશાલવિજયજી કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિંબોની...પ્રતિષ્ઠા કરી” એવું અર્થઘટન કરે છે : (એજન પૃ. ૨૨); તે બરોબર નથી.. એમ જણાય છે કે અગાઉ કથિત સં૧૩૪૭નાં કલ્યાણત્રયનો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રીચન્દ્રસૂરિ' નું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂર સં. ૧૩૪૪ | ઈ. સ. ૧૨૮માં ‘ષભદેવની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે. (એજન પૃ. ૧૧૦). નેમિનાથ મંદિરના ગમંડપના, અને “કલ્યાણત્રય” વાળા ગોખલાની બાજુમાં રહેલ એક સ્તંભ પર સં. ૧૩૪૪ / ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત કલ્યાણત્રય'ની પૂજા માટે ૧૨૦ ‘વિસલપ્રિયદ્રમ્મ' ભંડારમાં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ।। संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथ चैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा(म्मा)णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग(य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र વાર્ત ચાવત્ ! અમે મવા થil. (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ કલ્યાણત્રય' ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુકત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી તે એક પ્રકારનો ‘કલ્યાણત્રયનો પટ્ટ' છે, Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મધુસૂદન ઢાંકી Nirgrantha ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી (ચિત્ર ૩): વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. આ મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ કલ્યાણત્રય' તે આ જ રચના છે. ‘કલ્યાણત્રય' અંગે કેટલાક વિશેષ સંદર્ભો પ્રાપ્ત થાય છે જે અહીં હવે રજૂ કરીશું. ‘ગિરનાર' પરના એક સંવત નષ્ટ થયેલા ખંડિત લેખમાં 'કલ્યાણત્રય'નો આગળના વિશેષ લુપ્ત થયેલા સંદર્ભમાં ઉલ્લેખ આવે છે :* स्वस्ति श्री धृतिनमः श्रीनेमिनाथाय जवर्षे फाल्गुन शुदि ५ गुरौ श्री (यादवकुल) तिलकमहाराज श्रीमहीपाल (देव विजयराज्ये) वयरसिंह भार्या फाउसुत सा (सालिग) સુત સા. સાબ મેતા મેતા - जसुता रुडी गांगी प्रभृति (श्रीनेमि) नाथप्रासादः कारितः प्रतिष्टि(ठतं श्रीचन्द्र) द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह (सूरि) ....... ન્યા છાત્રય - (लि. ऑ० ऑ० रि० ई० बॉ० प्रे० पृ० ३५४) આમાં વંચાયેલ..... “તિલક મહારાજ શ્રીમહીપાલ”...... ભાગમાં મૂળે “(ાવત) તિન ભાગ મદીપતિ(વિનય રાજે)” હોઈ શકે છે અને તો તે ચૂડાસમા રા'મહીપાલદેવ(પ્રથમ)ના સમયનો, અને મોટે ભાગે ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના પ્રથમ ચરણનો, લેખ હોઈ શકે છે : અને જે પ્રાસાદ કરાવેલો તે....(નેમિનાથનો હોવો જોઈએ અને તો ત્યાં તૂટેલ ભાગ પછીથી આવતું 'કલ્યાણત્રય' એ પ્રસ્તુત લેખમાં જેનાં નામ આવે છે તે શ્રાવક-શ્રાવિકાઓએ મંત્રી ‘તેજપાળના કલ્યાણત્રય'માંથી સ્વતંત્ર કરાવેલો હોવો જોઈએ. (હું માનું છું કે ચૈત્યપરિપાટીકારી તેમ જ સોમસૌભાગ્યકાવ્યના કર્તા પ્રતિકાસીમ જેને લક્ષોબા કિંવા લખપતિ દ્વારા ગિરનારમાં કરાવેલ ચતુર્મુખ પ્રાસાદની વાત કરે છે તે પંદરમા શતકના પ્રાસાદને સ્થાને અસલમાં આ મહીપાલદેવના સમયનો કલ્યાણત્રય પ્રાસાદ હશે. લોબાવાળો પ્રાસાદ હાલ મોજૂદ છે. અને તેમાં ચાર ઊંચી થાંભલીવાળી, મહૂલી શી રચના છે, જેની અંતર્ગત મૂળે 'કલ્યાણત્રય' હશે.) ગિરનાર, આબુ. કુંભારિયા સિવાય થોડાંક અન્ય સ્થળોએ પણ “કલ્યાણત્રય' હોવાનાં કેટલાંક સાહિત્યિક સાક્યો ઉપલબ્ધ છે. એક કાળે એવી એક પ્રતિષ્ઠા શત્રુંજયગિરિ પરની ‘ખરતરવસહી' (ઈ. સ. ૧૩૨૫)માં હતી”, અને મેવાડમાં આવેલ દેલવાડા' (દેવકુલપાટક)ની “ખરતરવસહી'માં પણ હતી; આ દેલવાડાના 'કલ્યાણત્રય' વિષયક બે અપ્રકટ અજ્ઞાત કરૂંક ૧૫મા સૈકાની ચૈત્યપરિપાટીઓમાંથી ઉદ્ધરણ અહીં ટાંકીશું: तु (सुझदेवी ? मरुदेवी) गयवरि चडिया सिरि सत्तरिसउ चंग, पंचय पंडवगुरु सहियो कल्याणत्रय रंग; अठ्ठावय जगि सलहिय अ तिहूयणि तिलय समाण, afમ ટાઉન વજ પૂર્તતીય ના ર વીજ ...૨ पडिमाठिय नमिविनमि नमि जंबूवृक्षविहार Page #10 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 સહિત અને શિલ્પમાં.. ૧૭ गुरु गुरुवलि वंदिय ओ जिणदत्तसूरि गणहार संभव अजिय जुहारिय ओ वासपूज्य फलसार વતરવસદ મનસ એ માનું અવતાર ...૨૦ - श्री तीर्थ चैत्त परिपाटी અને खरतरभुवणि सिरि आदि जिणेसरं, कल्याणत्रयी जाईय अ; बावन देहरा पवर बिंबावली, अष्टापदि मन मोहीय ओ. ३ - श्री तीर्थ चैत्त परिवाडी તદતિરિકત જેસલમેરની ખરતરવસહી, જે સં. ૧૪૯૯ { ઈસ. ૧૪૧૩ આસપાસ બનેલી, તેમાં સં. ૧૪૯૫ | ૧૪૩૯ સુધીના સિલસિલાબંધ લેખો મળે છે, ત્યાં કલ્યાણત્રય'ની રચનાની નોંધ લીધી છે જે મહત્ત્વની હોઈ અહીં તેની ચર્ચા કરીશું : ૫. અંબાલાલ શાહ અનુસાર અહીં એક પીળા પાષાણનું સ્તૂપાકૃતિનું સુંદર સમવસરણ સં. ૧૫૧૮ના લેખવાળું છે. મધ્યમાં ઉપરાઉપરી ત્રણ ચૌમુખજી અને એક મોટી પાદુકા વિરાજમાન છે”,” પણ મૂળ લેખમાં આ રચનાને ‘કલ્યાણત્રય' કહી છે : યથા :* (१) विक्रम संवत् १५१८ वर्षे श्री जेसलमेर महादुर्गे राउल श्रीचाचिगदेव विजयि राज्ये ऊकेश वंशे चोपडा गोत्रे सा० हेमा पुत्र पूना तत्पुत्र दीता तत्पुत्र पांचा तत्पुत्र सं० सिवराज सं० महिराज सं० लोला तद बांधवेन सं० (२) सुहवदे सूत्र संथिरा सं० महिराज भार्या महिगलदे पुत्र सहसा साजण सं० लोला भार्या लीलादे पुत्र सं० सहजपाल रत्नपाल सं० लाखण भार्या लखमादे पुत्र सिखरा समरा माला मोढा सोढा कउंरा पौत्र ऊधा श्रीवत्स सारंग सद्धा श्रीकरणं ऊगमसी सदारंग भारमल्ल सालिग सुरजन मंडलिक पारस प्रमुख परिवार सहितेन वा० कमलराज गणिवराणां सदुपदेशेन मातृरूपी पुण्यार्थं श्रीकल्याणत्रय । (३) श्री सुमति बिंबानि कारितानि प्रतिष्ठितानि श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टालंकार श्री जिनचन्द्रसूरिभिः वा० कमलराज गणिवराणां शिष्य वा० उतमलाभ गणि प्रणमति । પ્રસ્તુત રચના અહીં ચિત્ર ૪ માં રજૂ કરી છે. તે સં. ૧૫૧૮ | ઈ. સ. ૧૪૬૨ની હોવાની લેખથી નિશ્ચિત છે. ‘કલ્યાણત્રયની રચના અર્થપૂર્ણ હોવા ઉપરાંત તેની વિભાવના અને અભિવ્યકિત મનોહારી અને પ્રભાવક હોઈ શકે છે, તે તથ્ય આબુના દષ્ટાંત પરથી અને કુંભારિયાના ફલકાકાર ખંડ પરથી કળી શકાય છે. આ વિષયની પ્રતીક-રચના કરવાનો પ્રારંભ કયારે થયો હશે ? વસ્તુપાલ-તેજપાલના સમય પૂર્વે તે થતી હોવાનો કોઈ ગ્રન્થ કે અભિલેખનો આધાર મને હજી સુધી મળ્યો નથી. જિન નેમિનાથના ગિરનાર પર થયેલા ત્રણ કલ્યાણકોની વાત તો આગમભાષિત હોઈ, પુરાતનકાળથી જાણીતી હતી. વિતગિરીધર યાદવ નેમિનાથનું ત્યાં તીર્થસ્થાન પણ ઠીક ઠીક પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હોવાના અલ્પ પણ નકારી ન શકાય તેવા નિર્દેશો છે* : પણ જિનના ‘કલ્યાણત્રય” જેવી કેવળ વૈભાવિક, અમૂર્ત પરિકલ્પનાને સંપૂર્ત કરવાનો પ્રથમ જ વાર, અને એથી મૌલિક વિચાર તો કદાચ મંત્રી તેજપાળને અને એમની શિલ્પી-થેણીને આવ્યો હોય તેવો તર્ક કરી શકાય. અન્ય વિશેષ પ્રાચીન પ્રમાણો લભ્ય ન બને ત્યાં સુધી તો એ યશ મંત્રીવર્ય તેજપાળને આપીએ તો ખોટું નથી! Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મધુસૂદન ઢાંકી Nir grantha પરિશિષ્ટ ગિરનાર પરનું કલ્યાણત્રય” ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉપર જોઈ ગયા છીએ; પણ બે અન્ય લેખકો એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે “કલ્પપ્રદીપ” કિંવા “વિવિધ તીર્થકલ્પ”ના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલ “શ્રી ઉજજયન્તસ્તવમાં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે : अत अवात्र कल्याणत्रय-मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश - श्चमतत्कारित भव्यहत् ॥६॥ - वि० ती० क०, पृ०७ (જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહાર''માં રહેલ “અષ્ટાપદ'ની સામેની “સમેતશિખર'ની રચનાને “નન્દીશ્વરદ્વીપ"માનવાની પણ ભૂલ કરી છે.) બીજો ગિરનાર સંબંધી ઉલ્લેખ પીપલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ (સં. ૧૪૮૫ ઈ. સ. ૧૪ર૯)માં મળે છે : ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે* : યથા : વેચીય બાર કોડિ વિવિહરિ, અસીય સહસ્ર લખ બાર; સમ્મસિહર તીરથ અઠ્ઠાવય સિડ્યુંજય અવતારુ, જિણ કલ્યાણત્રય પમુહ કરાવીય, અન્ન તિર્થી બહુ ચંગિ, સંઘાહિય વસ્તુપાલ ઈમ ચલ્લાઈ સેજુજ ગિરિવર શૃંગિ. ૯૨ મંત્રીશ્વર વસ્તુપાળ મંત્રી તેજપાળના “મોટાભાઈ” હતા, મહામાત્ય પદે વિભૂષિત હતા, અને વિદ્વજનોના આશ્રયદાતા, દાનેશ્વરી, ધર્મવીર તેમજ અનેક દેવાલયાદિ સુકૃતોના કરાવનાર તરીકે તેમની ખ્યાતિ હોઈ, ઉપરકથિત બે કર્તાઓએ મંત્રીશ્વર વસ્તુપાલને “કલ્યાણત્રય”ના કારાપક માની લીધા હોય તે બનવાજોગ છે. પરંતુ ઉપર જોઈ ગયા તે ઢગલાબંધ સાઠ્યો, જેમાં સમકાલિક લેખક નાગેન્દ્રગથ્વીય વિજયસેન સૂરિ પણ સમાવિષ્ટ છે, તે જોતાં સદરહુ રચના નિ:શંક તેજપાલ નિમપિત હતી. Page #12 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 સાહિત્ય અને શિલ્પમાં,... ટિપ્પણો અને સન્દર્ભો : ૧. પ્રાચીન ભૂલાવ્યસંગ્રF, P1. 1, Ed. C.D. Dalal, G.O.S. no. 13, First ed. Baroda 1920, Scc. ed. Baroda 1978, p.6; હિતી. વ, તથા મુર્તિયોનિને સુપાત શક્તિ, સંત પુણ્યવિજયસૂરિ, સિંઘી જૈન ગ્રન્થમાલા, સન્યાંક ૫, મુંબઈ ૧૯૧૧, પૃ૧૧, દ્વિનીય કડવું, ૨. મુનિ નિત્યાનન્દવિજય, શ્રી રૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમ-જંબૂસૂરિ-જૈનગ્રંથમાળા, મણકો ૪૭, આવૃત્તિ પહેલી, ડભોઈ વિ. સં. ૨૦૩૭ (ઈ સ ૧૯૮૧), પૃ॰ ૯૨. ૭. વિવિધ તીર્થ વપ, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૧૦, શાન્તિનિકેતન ૧૯૩૪, પૃ૦ ૧૦. ૪. પ્રવચચિંતામણિ, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા ગ્રન્થાંક ૧, શાન્તિનિકેતન ૧૯૩૩, પૃ૦ ૧૦૧. ૫. પ્રવધો, પ્રથમ ભાગ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાળા, શાન્તિનિકેતન ૧૯૩૫, પૃ ૧૧૬. યુવાન, સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ ૧૩, ૩. એજન, પૃ૦ ૬૩. ૬. ૬. જુઓ "જ્ઞાનચંદ્રન સંસ્કૃત ભાષા-નિબદ્ધ શ્રી રૈવતતીર્થ સ્તોત્ર''. સં (સ્વ) બગરચંદ નાહ્યા / મધુસૂદન ઢાંકી, Aspects of Jainology, Vol. II, P. Bechardas Doshi Commemoration Volume, eds. M. A. Dhaky and Sagarnal Jain, Varanasi 1987, p. 113. ૧૦૯ ટિપ્પણી તૈયાર કરતે સમયે આ વિષયને સ્પર્શતો એક સમાન્તર સનાબં ધ્યાનમાં આવ્યો. ખરતગીય જિનકીર્તિસૂતિની સંસ્કૃતમાં નિબદ્ધ શિરનાર પત્નીઓપન (પ્રાય: ઈસ્વી ૧૪૫૩ પછી તુરંત જ માં પણ ચાણયનો અને તેમાં રહેલા વિપથારી નેમિનાથનો ઉલ્લેખ છે : યથા :, कल्याणकाख्ये भवने विशाले यस्मिन्नवस्थात्रयरूपधारी । शिवाजीवितनोति भई वन्दे सदा जयन्तम् ।।११।। (સ્તોત્ર માટે જુઓ સ્તોત્રમમુથ, સં૰ ચતુરવિજયમુનિ, મુંબઈ ૧૯૨૮, પૃ૦ ૨૫૫). ૯. અઘાવધિ અપ્રકાશિત. હૈખક દ્વારા તેનું સંપાદન થનાર છે. ૧૦. એજન. ૧૧. શ્રી ક્ષાન્તિસૂરિ-જૈન-ગ્રન્થમાલા, ગ્રન્થાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રસ્તાવ ૬, પૃ ૧૦૨. ૧૨. પ્રસ્તુત કૃતિ પણ લેખક દ્વારા થોડાં વર્ષો પૂર્વે સંપાદનાર્થે તૈયાર થઈ ગઈ છે, અને તેને નિર્ઝન્થના હવે પછીના અંકમાં પ્રગટ કરવા વિચાર્યું છે. ૧૩. "શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનતિ'. સં. વિધાત્રી વોરા, Aspects of Jainogy, Vol. II, p. 144. ૧૪. શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટ, ચં વધુદન ઢાંકી / વિધાત્રી વોરા, Asers of fainology, Vol. II, p. 136, ૧૫. (સ્વ૰) અગરચંદ નાહટાએ પ્રસ્તુત ચૈત્યપરિપાટીની નકલ લેખકને આપેલી; તેમાંથી ઉપરનું પદ્ય ઉદ્ધૃત કર્યું છે. (લેખકને સ્મરણ પ્રસ્તુત 1 ચૈત્યપરિપાટી નાદાજીએ પછીથી. ક્યાંક પ્રકાશિત કરી દીધી છે.) ૧૬. પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, સં૰ શ્રી વિજયધર્મ સૂરિ, ભાવનગર સં૰ ૧૯૭૮ (ઇ. સ. ૧૯૨૨), પુત ૩૫. ૧૭. ‘‘ગિરનાર-ચૈત્યપરિપાટ', સં૰ પં બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, અમદાવાદ ૧૯૨૩, ૫૦ ૨૯૫. ૧૮. “રંગસાર કૃત ગિરનાર ચૈત્ય પરિપાટી'', મં (સ્વ) અગરચંદ નાહ્ય | N૰ બાબુભાઈ સવચંદ શાહ, Aspects of Minology, Vol. II, p. 173. ૧૯. જુઓ મુનિ જયન્તવિજયજી, આબૂ ભાગ પહેલો, શ્રી વિજયધર્મસૂરિ ગ્રન્થમાળા, પુસ્તક ૧૦, ઉજજૈન ૧૯૩૩, પૃ૦ ૧૧૬ સામેનું મિત્ર. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ૨૦. પં. કલ્યાણ વિજયજી ગણી “માઘુતવંડા જે જૈન ત્રિા,”ધન્ય-નાત, જાલોર ૧૯૬૬, પૃ૦ ૩૨૬. ૨૧. જયન્તવિજયજી, આબૂ ભાગ પહેલો, પૃ૦ ૧૧૬. R2. U. P. Shah, Studies in jain Art, Banaras 1955, p. 117. ૨૩. આવી રચના (અનુમાને ઈ. સ. ૧૩૨૦) શવંજયના એક મંદિરમાં છે, જે વિષયે લેખક દ્વારા “શત્રુંજયગિરિની ખરતરવસહી'' ' નામક લેખમાં ચર્ચા થયેલી છે, જે વિશ્વના ત્રીજા અંકમાં પ્રગટ થનાર છે. ૨૪. અલબત્ત, એ પ્રકારની રચનાની પ્રથા ખાસ તો દિગમ્બર સંપ્રદાયમાં પ્રચારમાં છે. 24. gaul Shah, Studies., Plate xxiii, Fig. 59. ૨૬, વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા અક્ષરોમાં કલ્યાણત્રય” વંચાતું હોવાનું સ્મરણ છે.' ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપરનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા, ભાવનગર, - ૧૯૬૧, પૃ. ૨૪, લેખાંક [૪૧]. ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ૦, પૃ. ૨૧, લેખાંક (૨). ર૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદશ પ્રમાણમાં ત્રણ માળયુકત રચના જ અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે ‘કલ્યાણત્રય’ વિભાવને પટ્ટરૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પૌત્ર જૈન સંપ્રદ (દ્વિતીય મા), સં. જિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્પ છઠ્ઠ, ભાવનગર - ૧૯૨૯, પૃ૦ ૭૪, લેખાંક ૬૩. ૩૨. જુઓ આ અંકમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકૃત “ખરતરવસહી ગીત," કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪, ૫૦ અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ૦ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિવાર સૈન તે સં€, કલકત્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪, લેખાંક ૨૦૨. નાહટાજીએ ત્યાં આ રચનાને ‘ત્રિભૂમિયા ચૌમુખ’ કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ જ્ઞાત છે. ૩છે. જેમ ગિરનારના ‘વસ્તુપાલવિહાર' (ઈ. સ૨ ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે, તે જ પ્રમાણે મન્દી લઘુબ તેજપાળે કલ્યાણત્રય"ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. ૪, શત્રુંગાવતરેડx, વસ્તુપાલૈન ક્રાપ્તિ ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥ - वि० सी० क०, पृ०७ ૩૯, “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં૧૪૮૫)." સં. ભોગીલાલ જ૦ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક, સં. ર૦૧૯, ઑકટો. ૧૯૬૩, ૫૦ ૧, અંક ૧, પૃ. ૨૬. ચિત્રસૂચી :૧. આબુ, દેલવાડા, લૂણાવસહી, હસ્તિપાલા, કલ્યાણત્રય. પ્રાય: ઈસ્વી ૨૩૨. ૨. કુંભારિયા, નેમિનાથ જિનાલય, ચોકી, કલ્યાણત્રયનો ખંડ. સં૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭). ૩. રાણકપુર, ધરણવિહાર, શ્રીગિરનાર શ્રી શત્રુંજય પટ્ટ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૯). ૪. જેસલમેર, સંભવનાથ જિનાલય, લ્યાણત્રય. સં૧૫૧૮ (ઈસ. ૧૪૬૨). | (અહીં પ્રકટ કરેલાં સર્વ ચિત્રો The American Institute of Indian Studics, Varanasi, ના સૌજન્ય તથા સહાયને આભારી છે.) Page #14 -------------------------------------------------------------------------- ________________ GAYAのMaarit きものいり MCでいーーーー Yoaniaalaaaaaa 1. autyBeaust, egguquel, cordeucal, seruglam. yu4: fel trar. Page #15 -------------------------------------------------------------------------- ________________ Mo. ૨. કુંભારિયા, નેમિનાથ જિનાલય, ચોકી, કલ્યાણત્રયનો ખંડ. સં. ૧૩૪૩ (ઈ. સ. ૧૨૮૭). Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩. રાણકપુર, ધરણવિહાર, શ્રીગિરનાર શ્રી શત્રુંજય પટ્ટ. સં. ૧૫૧૫ (ઈ. સ. ૧૪૫૯). Page #17 -------------------------------------------------------------------------- ________________ x. MALAR, Rioq-l4 (6-144, 4CAULA. xi. 1412 (5. RA 1XFR). கதாந்தத்தா Jain Education Infamational A Preate & Fersardsault www.jainelibrar og