SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મધુસૂદન ઢાંકી Nirgrantha ઈસ્વીસનના ચૌદમા શતકમાં આગળ વધતાં કેટલાક મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો સાંપ્રત વિષય અનુષંગે, વિશેષ કરીને ‘કલ્યાણત્રય'ની રચના કેવી હતી તે પાસાં પર પ્રકાશ વેરનાર, પ્રાપ્ત થાય છે. મોટે ભાગે તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થયા હશે તે જ્ઞાનચંદ્રના નવપ્રાપ્ત સંસ્કૃત ભાષા નિબદ્ધ ગિરનાર ચયપરિપાટી સ્તવન'(પ્રાય: ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫)માં પ્રસ્તુત જિનાલયમાં ત્રણભૂમિયુકત (રચનામાં) ચતુરાનન (ચતુર્મુખ) અને અંજનાભ (શ્યામલ) એવા નેમિનાથને નમ્યાનો ઉલ્લેખ છે: कल्याणकत्रय-जिनालय भूत्रयेपि नेमि नमामि चतुराननमंजनाभं ॥११॥ આ ઉલ્લેખથી ‘કલ્યાણત્રયચૈત્ય'માં ત્રણ ભૂમિવાળી રચના હતી અને તેમાં ચારે દિશાએ નેમિનાથની શ્યામલ પ્રતિમાઓ હતી તે વાતની પ્રથમ જ વાર સ્પષ્ટતા મળે છે. આ પછી ચૌદમા શતકના ત્રીજા ચરણમાં, ખરતરગચ્છાચાર્ય જિનકુશલસૂરિના શિષ્ય વિનયપ્રભોપાધ્યાય, સ્વરચિત અપભ્રંશ “તીર્થમાલાસ્તવનમાં ગિરનાર પર વાંદેલ જિનાલયોમાં વસ્તિગ(વસ્તુપાલ)ના ‘આદિ પહો’ (શત્રુંજયાવતાર ચૈત્યના આદિપ્રભુ)નો, ‘કલ્યાણત્રયે' નેમિજિનનો, અને (વસ્તુપાલ કારિત) અષ્ટાપદ તથા સમેતગિરિ તથા ગિરનારના સાંબ, પ્રદ્યુમ્ન, અને અવલોકન શિખર પરનાં જિનબિંબોનો સમાવેશ કરે છે : वस्ति(ग)वसही हिं आदि पहो। कल्याणत्रये नमवि जिणनेमि अष्टापद सम्मेतगिरे। वंदउ ओ तित्थ जिणबिंब सांब-पूजन अवलोय गिरे ॥२१| આ ઉલ્લેખમાં પણ ‘કલ્યાણત્રય'માં નેમિજિન મૂળનાયક રૂપે હતા તે વાતને વિશેષ ટેકો મળે છે. વિનયપ્રભોપાધ્યાયની એક અન્ય (પણ સંસ્કૃત) રચના, ચૈત્યપરિપાટીવનમાં પણ પ્રસ્તુત ચૈત્યનો ઉલ્લેખ છે, અને ત્યાં તેને “કલ્યાણત્રિતય' સંજ્ઞા આપી છે, જોકે ત્યાં બીજો કોઈ વિસ્તાર કર્યો નથી : યથા : प्रासादान्तर-जैन-देवगृहिकामध्यस्थितांस्तीर्थपान् नाभेयं वर वस्तुपालभवने सम्मेतकाष्टापदे कल्याणत्रितयेऽवलोकशिखरे श्रीतीर्थपानां गु(ग)णं श्रीरेवतगिरौ नमामि च तथा प्रद्युम्नंसाम्बी भजे ॥२४॥ આ પછી સોએક વર્ષની અંદર રચાયેલ, તપાગચ્છીય જિનહર્ષ ગણિના સુપ્રસિદ્ધ ચરિત્ર ગ્રન્થ વરસ્તુપાલચરિત્ર (સં૧૪૯૭ / ઈસ. ૧૪૪૧) અંતર્ગત ગિરિવર પર મંત્રીદ્વયે કરાવેલ સુકૃતોની અપાયેલ વિસ્તૃત સૂચીમાં કલ્યાણત્રિતય'નું નેમિનાથનું ઊંચું પથ્થરનું ભવન તેજપાળે કરાવ્યાની નોંધ લેવાયા ઉપરાંત, પ્રસ્તુત જિનાલયમાં નેમીશ્વરસ્વામી ‘ત્રણરૂપે બિરાજતા હોવાની વાત કહી છે. યથા : श्रीनेमिनाथभवनं कल्याणत्रितयसंज्ञया विहितम् । તેનાપતિ: જવો વિશે વિસ્તારક્ષમતુF IIકરૂના सप्तशत्या चतुःषष्टया, हेमगद्याणकैनवम् । तन्मौलौ कलशं प्रौढं न्यधादेष विशेषवित् ॥७३१।। तत्र नेमीश्वरः स्वामी त्रिरूपेण स्वयं स्थितः । प्रणतो दुर्गति हन्ति, स्तुतो दत्ते च निर्वृतिम् ।।७३२।। આ બધા ઉલ્લેખોથી એટલું તો સ્પષ્ટ છે કે, (ઈ. સ. ૧૨૩ર પશ્ચાતુ) મંત્રી તેજપાળે કલ્યાણત્રય', ‘કલ્યાણકત્રય', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249326
Book TitleSahitya ane Shilp ma Kalyantraya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy