________________
Vol.
1995
સાહિત્ય અને શિલ્પમાં..
૧૦૧
વા ‘કલ્યાણત્રિતય' સંજ્ઞકનેમિનાથનો અશ્મરચિત ઉત્તગ પ્રાસાદ કરાવેલો, જેમાં રેવતતીર્થના અધિનાયકનેમિનિની “ત્રણ રૂપે” એટલે કે ત્રણ ભૂમિમાં (એવં પ્રત્યેક ભૂમિએ) ચતુર્મુખ રૂપે પ્રતિષ્ઠા કરાવેલી.
આ ઉપરથી પ્રથમ દષ્ટિએ એટલું તો સમજી શકાય તેમ છે કે, “કલ્યાણત્રય'એ જિન નેમિનાથના ત્રણ કલ્યાણકોને મૂર્તભાવે રજૂ કરતી કોઈક પ્રતીક-રચના હશે, અને તેમાં કલ્યાણકની ‘ત્રણ’ સંખ્યા બરોબર જિનનાં ત્રણ રૂપ બેસાડ્યાં હશે. (આ ‘ત્રણ રૂપો'થી શું વિવક્ષિત છે તેની વિશેષ સ્પષ્ટતા અહીં આગળ ઉપર થશે.)
તેજપાળ મંત્રી કારિત આ ‘કલ્યાણત્રય' પ્રાસાદનો સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૮માં ઓસવાલ સોની સમરસિંહ અને વ્યવહારી માલદેવે આમૂલચૂલ ઉદ્ધાર કરાવેલો. પ્રસ્તુત પુનરદ્વાર બાદ, પંદરમા શતકમાં લખાયેલી ઓછામાં ઓછી આઠેક જેટલી ગિરનારતીર્થલક્ષી ચૈત્યપરિપાટીઓમાં ‘કલ્યાણત્રય'નાં જે વર્ણન-વિવરણ મળે છે, તે સાંપ્રત સંદર્ભમાં પ્રસ્તુત સંરચનાના સ્વરૂપને સ્પષ્ટાયમાન કરવામાં ઉપકારક હોઈ, અહીં હવે તે એક પછી એક જોઈશું.'
તેમાં સૌ પ્રથમ લઈશું એક અનામી કર્તાની ૧૫મા શતકમાં રચાયેલી ‘શ્રી ગિરનાર શ્રી શત્રુંજય ચૈત્યપરિપાટી, તેમાં આવતો ઉલ્લેખ અલબત્ત સંક્ષિપ્ત છે; પણ તે, 'કલ્યાણત્રય” રચના નેમિજિનના ‘દીક્ષા, જ્ઞાન, અને ‘નિવણ’ કલ્યાણકોના પ્રતીકરૂપે હોવાના તર્કને, સમર્થન આપે છે : યથા :
કલ્યાણતય નેમિજિણ દિફન્માણ નિવ્વાણ !!૧૬. આ પછી સોળમા શતકના પ્રારંભની એક અનામી કત્તની અદ્યાવધિ અપ્રકટ ગિરનાર ચૈત્ય પ્રવાડી વિનતિમાં પણ કલ્યાણત્રય”માં “ત્રણ રૂપે નેમિ’ બિરાજમાન હોવાનો નિર્દેશ કર્યો છે :
કલ્યાણનુ નિરખીઈ હરખીય ચિત્ત અપાર
ત્રિહરૂપે નેમિ પૂજીઈ સદ્દ હુઈ સંસારિ, ૨૫ પંદરમા શતકના ત્રીજા ચરણમાં મૂકી શકાય તેવી એક અન્ય અપ્રફ્ટ, અજ્ઞાત કરૂંક ગિરનાર ચૈત્યપરિપાટીમાં ‘કલ્યાણત્રયનો સમરસિંહે ઉદ્ધાર કરાવ્યાનું, અને ત્યાં નેમિકુમાર ‘ત્રણરૂપે બિરાજતા હોવાનું તેમ જ મંદિરને ‘સધર' (એટલે કે થાંભલાવાળો) “મેઘનાદ' મંડપ હોવાનું કહ્યું છે : યથા :
કલ્યાણત્રય પેખીઈ એ સમરસિંહ કીધુ ઉધાર;
ત્રિહરપે છઈ નેમિકુમાર મેઘનાદ-મંડપ સધર. ૨૬ પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થયેલ ખરતરગચ્છીય હરિકલશની ચૈત્યપરિપાટીમાં પણ (ગિરનાર પર) ત્રણ ભૂમિમાં કલ્યાણકમાં રહેલા જિનને નમ્યાનો ઉલ્લેખ છે"
ત્રિહું ભૂમિ કલ્યાણઈ જિણ નમંતિ દરા આ પછી જોઈએ તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્ય કૃત ગિરનાર તીર્થમાલા (સં. ૧૫૯-૧૫૨૩ | ઈસ. ૧૪૫૩-૧૪૬૭ આસપાસ)". તેમાં ત્રણભૂમિ'માં કાયોત્સર્ગ રૂપે બિરાજમાન નેમિની પ્રતિમાઓને નમ્યાનો ઉલ્લેખ છે :
કલ્યાણત્રય ત્રિભૂમિઠિય કવિ કાસગિ કવિ પ્રતિમા સંઠિય નેમિ નમેસિ સુગો ૧૭મી
હવે જોઈએ તપાગચ્છનાયક, યુગપ્રધાન સોમસુન્દરસૂરિના શિષ્ય હેમહંસગણિની સં. ૧૫૧૫ ઈ. સ. ૧૪૫૯ના.
Jain Education International
ein Education international
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org