Book Title: Sahitya ane Shilp ma Kalyantraya Author(s): M A Dhaky Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 1
________________ સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય” મધુસૂદન ઢાંકી કલ્યાણત્રય” સંજ્ઞાનો સામાન્ય અર્થ છે જિનેશ્વરદેવનાં “પંચકલ્યાણક” માંનાં ત્રણ, વિશેષ અર્થમાં, અને વિશિષ્ટ સંદર્ભમાં, તે ૨૪મા તીર્થંકર ભગવાન નેમિનાથના ઉર્જયતુ, ઉજિજલ, ઉજજંત, ઉજજેન્ત એટલે કે ઉજજયન્ત, ઊર્જયન્ત વા ઊર્જત-પર્વત (પછીથી રૈવતકપર્વત, રેવતગિરિ, સાંપ્રત ગિરનાર પર્વત પર થયેલા “દિફખ” (દીક્ષા), “નાણ' (કેવલજ્ઞાન), અને “નિસી હિઆ વા ‘નિવ્વાણ' (નિઃસહી, નિર્વાણ) એ કલ્યાણકોનું ‘યક'. આગમિક સાહિત્યના આધારે મધ્યયુગમાં ‘કલ્યાણક્ય'થી આ અર્થ-વિશેષ જ અભિપ્રેત હોય તેમ લાગે છે. ઉપરકથિત ત્રણ કલ્યાણકોના વિભાવને પ્રતીક રૂપે, પૂજનાર્થે પાર્થિવ રૂપે, પ્રસ્તુત કર્યાના મધ્યકાલીન સાહિત્યમાંથી મળી આવતા ઉલ્લેખો, તેમ જ વાસ્તવિક શિલ્પિક રચના રૂપે દષ્ટાંતો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, તેરમા શતકથી લઈ પંદરમા શતક સુધીના ગાળામાં મળી આવે છે. પણ કલ્યાણત્રયની સાંપ્રત કાળે વિદ્યમાન એ પુરાણી રચનાઓ અધાધિ ઓળખી શકાઈ નથી; જે થોડીક રચનાઓ બચી છે, અને ઉપલબ્ધ છે, તે આજે તો ભળતા નામે જ પરિચયમાં છે. આથી સાંપ્રત લેખમાં તેની મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન વાયિક, તથા મળે ત્યાં અભિલેખીય સાક્યોના આધારે ખરી પિછાન સિદ્ધ કરી તે પર વિશેષ વિવરણ કરવા વિચાર્યું છે. જ્ઞાત સાહિત્યમાં ‘કલ્યાણત્રય'ની સંરચના-સમ્બદ્ધ સૌ પ્રથમ ઉલ્લેખ આપણને તેજપાળ મંત્રીએ ગિરનાર પર કરાવેલ કલ્યાણત્રય'ના ભવનની વાતમાંથી મળે છે. મંત્રીશ્વર વસ્તુપાળ અને લઘુબંધુ તેજપાળના કુલગુર, નાગેન્દ્રગથ્વીય આચાર્ય વિજયસેનસૂરિએ સં. ૧૨૮૮ | ઈસ. ૧૨૩રમાં ગિરિરાજ પર બંધુદ્ધ કરાવેલ જિનભવનાદિની પ્રતિષ્ઠા કર્યા પછી થોડા સમય બાદ, અપભ્રંશ ભાષામાં રેવતગિરિરાસુ નામક – ઐતિહાસિક દષ્ટિએ અતિ મૂલ્યવાન – રચના કરી છે. તેમાં વરિષ્ઠ બંધુ વસ્તુપાળે કરાવેલ ગિરિવર પરની જિનાયતનાદિ રચનાઓ ગણાવ્યા બાદ ઉમેર્યું છે કે “તેજપાળે ત્યાં ત્રિભુવન જનરંજન, ગગનાગ્રલગ્ન (આભને આંબતું), 'કલ્યાણત્રય' નામનું ઊંચું ભવન કરાવ્યું” યથા: तेजपालि निम्मविउ तत्थ तिहुयणजणरंजणु ! कल्याण (उत? तय) उतुंगुं भूयणु बंधिउ गयणंगणु ॥१७|| ગિરિસ્થ પ્રસ્તુત જિનભવનનો નિર્દેશ સં. ૧૩૨૦ ઈસ૧૨૯૪ આસપાસ તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(પછીથી ધર્મઘોષસૂરિ)એ સંસ્કૃતમાં રચેલ શ્રી ગિરનારકલ્પ માં પણ મળે છે; ત્યાં (પર્વતની) “મેખલા' (ધાર પાસે મંત્રી તેજપાળે ‘કલ્યાણયચત્ય’ કરાવ્યાની વાતનો ઉલ્લેખ છે : कल्याणत्रयचैत्यं तेज:पालो न्यवीविशन्मन्त्री। यन्मेखलागतमसौ गिरिनारगिरीश्वरो जयति ॥२८॥ ચૌદમા શતકના પૂર્વાર્ધમાં, કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ તેમના પ્રાકૃતમાં રચેલ રેવતગિરિકલ્પમાં પણ ડુંગર પરનાં જિનભવનોના સંદર્ભમાં (મોટે ભાગે તો વિજયસેનસૂરિના આધારે) ઉપરની હકીકતની નોંધ લીધી છે : तेजपालमंतिणा कल्लाणत्तयचइ कारि। જિનપ્રભસૂરિના સમકાલિક મેરૂતુંગાચાર્ય વિરચિત સુવિખ્યાત ગ્રન્થ પ્રબન્યચિન્તામણિ (સં. ૧૩૬૫ | Jain Education International For Private & Personal Use Only Education International www.jainelibrary.org For Private & Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17