Book Title: Sahitya ane Shilp ma Kalyantraya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦૨ મધુસૂદન ઢાંકી Nirgrantha અરસામાં રચાયેલી ગિરનાર જૈનપ્રવાડિ. તેમાં કલ્યાણત્રયવિહાર' સોની સમરસિંહ અને માલદે વ્યવહારિએ ઉદ્ધાર્યાની વાત કરતાંની સાથે પ્રસ્તુત રચનામાં ચારે દિશામાં ત્રણ ભૂમિ'માં બાર મૂલનાયકની મૂર્તિઓ હોવાનું, અને તેમાં પ્રથમ એટલે કે કેવળ નીચેની ભૂમિએ કાયોત્સર્ગે (ખગ્રાસને) રહેલા “નેમિકુમાર’નો ઉલ્લેખ કર્યો છે. આગળ ચાલતાં “દીક્ષા, જ્ઞાન, નિર્વાણ’ એ ત્રણ કલ્યાણકોનો ઉલ્લેખ કરી, મંદિરમાં રહેલી એક જીર્ણ પ્રતિમાની વાત કરી, મંદિરના વિશાળ ‘મેઘમંડપ'નો ઉલ્લેખ કરીને કહ્યું કે ઓસવાલ વંશી સમરસી-માલદેવે એનો સં. ૧૪૯૪ / ઈ. સ. ૧૪૪માં ઉદ્ધાર કરાવ્યો : યથા : હિવ કલ્યાણત્રય-તણઈ નિરમાલડિએ જાઈ જઈ પ્રાસાદિ. ૨૪ ધનધન સોની સમ(૨)સિંહ માલદે વ્યવહારિઆ જેહિં કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિશ્વ ચિહું દિસિ ત્રિહું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કોસગિ રહિઆ પ્રથમ ભૂમિ સિરિ નેમિકુમાર ઘડતાં જસુ પાતલિ અંજલિઈ સવે ટલતા રોગ સેવિ સ્વામી પૂરવઈએ નિરમાલડિએ અનુદિન ભોગ-સંયોગ. ૨૫ દિકખ-નાણ-નિવાણ તિહાં સિરિ સોહઈ છત્ર જીરણ પ્રતિમ વામ પાસિ ધરિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રુલિઆલઉં ઓસવંસિ શ્રી સમરસી માલદેવ મનરંગિ સંવત ચઉદ ચઉરણવઈ નિરમાલડિએ ઉદ્વરિઉ ઉત્તેગ. ૨૬ આ માહિતી વિશદ અને વિસ્તૃત હોઈ મહત્વની છે. મોટે ભાગે તો ઈસ્વીસનના પંદરમા શતકના અંતિમ ચરણમાં રચાયેલી ખરતરગચ્છીય ભાવહર્ષ ગણિના શિષ્ય રંગસારની ‘ગિરનાર ગિરિ ઐયપરિપાટી’માં હેમહંસગણિવાળી પરિપાટીમાં કહેલી મુખ્ય મુખ્ય વાતોની પુષ્ટિ જોવા મળે છે : યથા : ધનધન સોનીવંત પ્રભાવક, સમરસંઘ માલદે સુથાવક જિણ કરી ઉધ્ધાર. ૧૪ તિણ ભૂમીપતિ જિગહર બારઈ કાઉસગ રહીયા નેમકુમાર પઢમ ભૂમિ પેખવિ સંવત ચઉદ ચઉરાણ (૧૪૯૪) વચ્છર, ઊધરિયા જિણભવણ મનોહર ભૂધર જેમ ઉત્તેગ. ૧૫ આ વિશેષ પ્રમાણોના અન્વયે 'કલ્યાણત્રય વિષે અધિક નિષ્કર્ષ એ નીકળે છે કે, તે ચૈત્યની અંદર, ગર્ભગૃહમાં કોઈ ત્રણ મજલાવાળી ચૌમુખ રચના હતી, જેમાં ત્રણ માળની મળી મૂળનાયક નેમિનાથ ભગવાનની કુલ બાર મૂર્તિ હતી; અને વિશેષમાં નીચલે માળે રહેલી ચારે મૂર્તિ(ઓ) કાયોત્સર્ગ રૂપે હતી; (ઉપરના બે માળમાં સ્થિત પ્રતિમાઓ પદ્માસનમાં હોવાનું વિવક્ષિત છે); અને આ ત્રણે માળની પ્રતિમાઓ નેમિનાથના ગિરનાર સંદર્ભિત ત્રણ કલ્યાણકોના પ્રતીકરૂપે હતી. સમરસિંહ-માલદેવે ઉદ્ધારાવેલ ‘કલ્યાણત્રય-ચૈત્ય' ગિરનાર પર આજે પણ ઊભું છે, પણ તેનું મૂળ નામ વિસરાઈ જઈ, તે “સગરામ સોની’ (સંગ્રામસિંહ સોની)ના મંદિરના નામે ખોટી રીતે ચડી ગયું છે. અલબત્ત પ્રસ્તુત મંદિરના સંગઠનમાં તેજપાળે કરાવેલ મૂળ જિનભવનનો તો કોઈ જ ભાગ રહ્યો હોય તેમ દેખાતું નથી. વિશેષમાં મંદિરનું શિખર પણ પંદરમી સદીનું હોવાને બદલે ઓગણીસમા સૈકાનું (આ૦ ઈસ. ૧૮૦૩નું) આધુનિક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17