SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને શિલ્પમાં... કઢંગું છે; પરંતુ અન્યથા તેમાં પંદરમી શતાબ્દીના મળતા વર્ણન પ્રમાણે અનુક્રમે ‘મેઘનાદ’ અને ‘મેઘમંડપ’ છે. અંદર જતાં જોઇએ તો ગર્ભગૃહની કોરણીવાળી પંદરમા શતકની દ્વારશાખાને સ્તંભશાખામાં ઉચ્ચાલકો લઈ અસાધારણ ઊંચેરી બનાવી છે; ગર્ભાગારમાં વાસ્તવિક પીઠિકા નથી, પણ ભીંત સમાણી પાતળી પીઠ કરી, તેના પર નાની નાની, ૧૯મી સદીમાં પ્રતિષ્ઠાપેલ આધુનિક જિનમૂર્તિઓ છે. અંદરના ભાગમાં વચ્ચે છત વગરના માળ-મજલા કરીને, માળોના અંકન ભાગે પણ પાતળી પીઠ કરી, પ્રતિમાઓ બેસાડેલી છે : પણ દ્વારશાખાનાં ઊંચેરાં માન-પ્રમાણ જોતાં તેની અંદર કોઈ એવી રચના હોવી જોઈએ, જે એની પૂરી ઊંચાઈ સાથે દ્વારમાંથી જ પેખી શકાય. આવી સંરચના તળભાગે પણ ઠીક મોટી હશે, અને તેની અંદર પ્રદક્ષિણા દેવા જેટલો અવકાશ રહેલો હશે; અને એ કારણસર તે ગર્ભગૃહની મધ્યમાં ખડી કરેલી હોવી જોઇએ. આવી સંરચના બીજી કોઈ નહીં પણ પરિપાટીકારોએ વર્ણવેલ ત્રણ માળવાળી, મજલે મજલે નેમિનાથની ચૌમુખ મૂર્તિ ધરાવતી કૃતિ હોવી જોઇએ, જે અન્ય કોઈ નહીં પણ નેમીશ્વરદેવના ‘કલ્યાણત્રય’ની પ્રતીક રચના જ હોવી ઘટે. (પંદરમા શતકના ઉત્તરાર્ધમાં વર્ણિત પ્રસ્તુત રચના મૂળ તેજપાળના સમયની હતી, કે પુનરુદ્વારમાં નવીન કરી હશે તેનો નિર્ણય તો આજે થઈ શકે તેમ નથી.) Vol, 1-1995 સાહિત્યિક પ્રમાણોના આધારે ‘કલ્યાણય'ની સંરચના વિષે એટલું તો જાણી-કલ્પી શકાય છે : પણ તે રચના તાદશ કેવી દેખાતી હશે, તેના ઉદ્દયમાં ત્રણ મજલા પાડી ચૌમુખ કેવી રીતે ગોઠવ્યાં હશે, તેનું કોઈ પ્રત્યક્ષ ઉદાહરણ મળે તો જ વિશેષ સમજણ પડે. સદ્ભાગ્યે આવી એક રચના વિદ્યમાન છે, અને તે પણ મંત્રી તેજપાળ કારિત ! એ છે અર્બુદગિરિ પર મંત્રીવરે કરાવેલ યાદવ નેમિનાથના જગખ્યાત લૂણવસહિકાપ્રાસાદના આરસમય બાવન જિનાલયમાં, મૂળ પ્રાસાદના પૃષ્ઠભાગે આવેલ હસ્તિશાલામાં. અહીં હસ્તિશાલાના મધ્ય બિંદુએ કરવામાં આવેલ પ્રતિમાન્વિત, ત્રણ તબક્કા બતાવતી, નીચે કાયોત્સર્ગમાં ઊભેલા ચતુર્દિશામાં ખડ્ગાસન જિન, તે પછી સહેજ અંદર ખેંચેલો અને ઊંચાઈમાં ઓછો કરેલો બીજો મજલો અને તેમાં ચોમુખ પદ્માસન જિન, અને તે ઉપર તેનાથી સહેજ નાનો મજલો કરી, તેમાં પણ પર્યંકાસને બેઠેલા જિનની ચૌમુખ પ્રતિમાઓ યુકત રચના છે (ચિત્ર ૧). પ્રતિમાઓ શ્યામ વર્ણની હોઈ, તેમ જ વિશિષ્ટ લાંછનાદિ અન્ય લક્ષણો તેમાં ઉપસ્થિત હોઈ, તે સૌ નેમિનાથની હોવાનું સૂચિત થાય છે. વસહિકાનો મુખ્ય પ્રાસાદ પણ નેમિનાથનો છે, અને આ ‘કલ્યાણય’ની રચના એ મધ્યના પ્રાસાદ કિંવા મૂલપ્રાસાદના પૂર્વ-પશ્ચિમ ગર્ભસૂત્ર સાથે મેળવેલી છે. ૧૦૩ આ સંરચના પર અલબત્ત કોઈ લેખ કોરેલ હોવાનું જાણમાં નથી. (સ્વ) મુનિવર કલ્યાણવિજયજીએ તેને ‘ત્રિખંડ ચૌમુખ’ કહી સંતોષ માન્યો છે”. (સ્વ) મુનિશ્રી જયન્તવિજયજીએ તેનું વિશેષ વર્ણન કરી, તેની ‘મેરુગિરિ’ તરીકે ઓળખ કરી છે. એમણે કરેલ વિવરણ સન્દર્ભપ્રાપ્ત હોઈ, અહીં પૂરેપૂરું ઉદ્ધૃત કરીશું : “હસ્તિશાળાની વચ્ચેના ખંડમાં મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાનની પરિકરવાળી ભવ્ય અને મોટી પ્રતિમા એક બિરાજમાન છે, તેમની સન્મુખ શ્યામ વર્ણના આરસમાં અથવા કસોટીના પથ્થરમાં સુંદર નકશીથી યુકત મેરુ પર્વતની રચના તરીકે ત્રણ માળના ચોમુખજી છે. તેના ત્રણે માળમાં એ જ પાષાણની શ્યામ વર્ણની જિનમૂર્તિઓ છે. પહેલા માળમાં ચાર કાઉસગીઆ છે, બીજા અને ત્રીજા માળમાં ભગવાનની પર્યંકાસનવાળી ચાર ચાર મૂર્તિઓ છે. કુલ મૂર્તિઓ બાર શ્યામવર્ણી અને પરિકરવાળી છે.’૧ દા. ઉમાકાન્ત શાહે પણ તેને ‘પંચમેરુ’ની રચના માની છે : યથા: "Representations of Panch-meru mountains of different dvipas, showing a siddhayatana suggested by a four-fold Jina image on each tier, one above the other (in five tiers) and surmounted by a finial, are more common among the Digambaras. One such Panch-meru Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249326
Book TitleSahitya ane Shilp ma Kalyantraya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & History
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy