Book Title: Sahitya Ane Patrakaratva
Author(s): Kumarpal Desai
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય દરેક પ્રવૃત્તિનાં બે પરિણામો હોઈ શકે : એક, તત્કાલવર્તમાનને પ્રભાવિત કરનારું પરિણામ અને બીજું થયેલા કામની દૂરગામી અસરો નીપજાવનારું પરિણામ. આ ભૂમિકાએ ગુજરાતી સાહિત્ય પરિષદે ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર ૨૦મી એપ્રિલ, ૧૯૮૦ના દિવસે યોજેલા પરિસંવાદ ઉપર નિર્દેશ્યાં છે. એ બંને પરિણામોની દૃષ્ટિએ સફળ રહ્યો છે. પરિસંવાદમાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓ તેમાં અપાયેલાં વક્તવ્યોથી સમૃદ્ધ થયા તો, એ વક્તવ્યો પૂર્વે પરબના વિશેષાંક રૂપે તથા પછીથી “સાહિત્ય અને પત્રકારત્વ' એ શીર્ષકથી ગ્રંથ રૂપે સુલભ બનતાં પત્રકારત્વ અને સાહિત્ય ઉભયક્ષેત્રનાં જિજ્ઞાસુ-અભ્યાસી વાચકો પણ લાભાન્વિત થયા. ૧૯૮૦માં પ્રકાશિત થયેલું એ પુસ્તક છેલ્લાં કેટલાક વર્ષોથી અલભ્ય થયું હતું. એ સ્થિતિમાં માત્ર તેનું પુનર્મુદ્રણ ન કરતાં સામગ્રીમાં થોડું સંવર્ધન પણ થયું છે જેનો યશ સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને ફાળે જ જાય છે. અપેક્ષા છે સંવર્ધિત રૂપે પુનર્મુદ્રિત આ આવૃત્તિ પણ સૌનો આવકાર પામશે. માધવ રામાનુજ પ્રકાશનમંત્રી ગુજરાત સાહિત્ય પરિષદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 242