Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ જ સાધુસામર્થ્યદ્વાર્ગિશિકા/પ્રસ્તાવના મારી નાદુરસ્ત તબિયતના કારણે જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરવાસ કરવાનું થયું છે, તે દરમ્યાન જીવનનું કાંઈક સદ્ભાગ્ય સમજું છું કે સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત પંડિતવર્યશ્રી પ્રવીણભાઈ પાસે યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના વાચનનું સદુઆલંબન સાંપડ્યું. આગમોના સારભૂત કહી શકાય એવા અને જે ગ્રંથોમાં યોગમાર્ગને સાંગોપાંગ આવરી લેવાયો છે, એવા અનેક ગ્રંથોનું ક્રમશ: વાચન ચાલી રહ્યું છે. સાથે સાથે એ વાચનની સંકલના પણ રોજેરોજના પાઠની સ્વ સ્વાધ્યાય માટે કરીએ છીએ, અને તૈયાર થયેલી સંકલનાઓ, અનેક તત્ત્વજિજ્ઞાસુ વર્ગને આવા ઉત્તમ ગ્રંથો વાચવાની સુગમતા રહે એ દૃષ્ટિથી ટીકા-ટીકાર્ય-શબ્દશઃ વિવેચન સહિત, વચ્ચે વચ્ચે જોડાણ માટે અનેક ઉત્થાનો આપવાપૂર્વક ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. ઘણા શ્રમથી સાધ્ય આ સઘળું કાર્ય હોય છે, છતાં પરમાત્માની અચિંત્યા કૃપાશક્તિ, યોગમાર્ગસંદર્શક ઉપકારી પૂજ્ય ગુરુવર્યોની સતત વરસતી કૃપાદૃષ્ટિ, અનેક તત્ત્વજિજ્ઞાસુ વર્ગની સંભાવનાઓ, આ બધાના ફળસ્વરૂપે, નાદુરસ્ત તબિયતમાં પણ વૈરાગ્યવર્ધક-સંવેગવર્ધક આ ગ્રંથોની શ્રુતભક્તિરૂપે જે આ કાર્ય થયું છે, અને તેનાથી વિશેષ તો છેલ્લા ૧૦ વર્ષોથી યોગગ્રંથોના શ્રવણમનન-ચિંતન વગેરે કારણે યોગમાર્ગ પ્રત્યે મને જે રુચિ ઉલ્લસિત થઈ છે, અને દેવ-ગુરુની કૃપાથી આવા મહામૂલા ગ્રંથોના વાચનથી જે યોગમાર્ગનો આંશિક બોધ પ્રાપ્ત થયો છે, તે પરિણતિના સ્તરે આ જન્મમાં કે છેવટે જન્માંતરમાં પણ સુદેવત્વ-સુમનુષત્વની પ્રાપ્તિ દ્વારા વિશેષ યોગમાર્ગની પ્રાપ્તિ માટે ઉપકારક બને, એ જ ઉદ્દેશથી કરેલો આ પરિશ્રમ મારા માટે ખૂબ જ સાર્થક થયો છે. નાદુરસ્ત તબિયતમાં શરીર-સંયોગોની પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ આ ગ્રંથોના વિવેચનના પાઠ-લેખનના કાર્ય દ્વારા પ્રસન્નતા જળવાઈ રહી છે અને ખરેખર ! ચિત્તની પ્રસન્નતા માટે ઉત્તમોત્તમ આ યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથોના સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય પ્રસ્તુત બત્રીસીના શ્લોક-૩૨માં મહોપાધ્યાયજી ભગવંતે કહ્યું તેમ મોક્ષના અર્થી એવા મને અને મોક્ષના અર્થી એવા સૌ કોઈને શીધ્ર મોક્ષફળની પ્રાપ્તિ કરાવે; તેમ જ પૂ. મહોપાધ્યાયજી ભગવંતે જે કહ્યું કે મુનિના સ્વરૂપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 154