Book Title: Sadhusamagraya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 10
________________ સાધુસામગ્યદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના પિતા ‘નારાયણ’ના આ પનોતા પુત્ર જસવંતકુમારને પોતાના સહોદર પદ્મસિંહની સાથે જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પાટપરંપરામાં આવેલા પંડિત શ્રી નયવિજયજી મહારાજ પાસે સંવત-૧૯૮૮માં સુયોગ્ય માતાપિતાએ પારમેશ્વરી પ્રવ્રજ્યા અપાવી હતી. શૈશવકાળમાં જ શ્રવણમાત્રથી ભક્તામરને અણિશુદ્ધ કંઠસ્થ કરનાર આ મહાપુરુષ અવધારણ શક્તિના સ્વામી હતા. પદ્મસિંહમાંથી પદ્મવિજય બનેલા મુનિવરના આ સહોદરની બુદ્ધિપ્રતિભાથી અંજાયેલા ઉદારદિલ શ્રેષ્ઠી ધનજી સુરાએ વિશિષ્ટ અભ્યાસ માટે કાશીમાં ભણવા અંગેની સર્વ આર્થિક જવાબદારી ઉપાડી લીધી, અને ત્રણ વર્ષ કાશીમાં અને ચાર વર્ષ આગ્રામાં રહી કરેલા અભ્યાસથી પ્રગટેલી પ્રતિભાનો પરચો કાશીમાં જ બતાવી, પંડિતમૂર્ધન્યો પાસેથી ‘ન્યાયાચાર્ય’ અને ‘ન્યાયવિશારદ’નું બિરુદ પ્રાપ્ત કર્યું. પવિત્ર ગંગાનદીના કાંઠેડ઼ે કા૨ના જાપથી સરસ્વતીની કૃપાને પામેલા યશોવિજયજી મહારજાએ “ઐન્દ્ર” પદથી અંકિત અનેક ગ્રંથો રચ્યા, તો સ્વોપન્નવૃત્તિ સહિત/ વૃત્તિરહિત પણ અનેક ગ્રંથો સર્જી આ પૂજ્યશ્રીએ અન્યકર્તૃક ગ્રંથો પર પણ વૃત્તિઓ-અવસૂરિઓ રચી છે. સંસ્કૃત ભાષાને સમૃદ્ધ કરનારા આ મહાત્માએ સ્તવન, સજ્ઝાય, ઢાળ, ટબા વગેરે રચનાઓથી ગુર્જર ગિરાને પણ ગુણવંતી બનાવી ગૌરવાન્વિત કરી છે. સંઘના આગ્રહથી પૂજ્ય દેવસૂરિ મહારાજાની આજ્ઞાથી ૧૭૧૮માં ઉપાધ્યાયપદથી અલંકૃત થયેલા આ મહાપુરુષે ૧૭૪૩માં ડભોઈ મુકામે અનશનપૂર્વક છેલ્લો શ્વાસ મૂક્યો. એવા આ પરમ મહાપુરુષ રચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથની ૬ઠ્ઠી સાધુસામગ્ય બત્રીસીમાં સાધુનો સંપૂર્ણ ધર્મ કઈ રીતે પૂર્ણતાને પામે છે અર્થાત્ ક્ષાયિક ભાવના ચારિત્રની કઈ રીતે પ્રાપ્તિ કરાવે છે તે બતાવેલ છે. પાંચમી જિનભક્તિ બત્રીસીમાં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, તે દેશથી ધર્મરૂપ છે, અને દેશથી ધર્મનું સેવન કરીને સાધક આત્મા પૂર્ણ ધર્મને પ્રાપ્ત કરે છે. તેથી દેશથી ધર્મરૂપ જિનભક્તિ બત્રીસીના પ્રતિપાદન પછી તે જિનભક્તિરૂપ દ્રવ્યસ્તવથી સાધ્ય પૂર્ણ ધર્મરૂપ સાધુસામગ્ટને ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ માટે કરાય છે અને ભાવસ્તવ ભગવાનના વચનાનુસાર પૂર્ણ ધર્મના સેવનરૂપ છે, તેથી દ્રવ્યસ્તવથી સાધ્ય સર્વવિરતિ ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 154