Book Title: Rushidatta Charitra Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ થતાં રહે અને અમારી સંસ્થાને પ્રકાશિત કરવાનો લાભ મળતો રહે એવી અમે અભિલાષા રાખીએ છીએ. આ ઋષિદત્તાચરિત્રસંગ્રહ ગ્રંથના પ્રકાશન માટે પરમપૂજ્ય, સુવિશાલગચ્છાધિપતિ, આચાર્યભગવંત શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સામ્રાજ્યવર્તી પરમપૂજ્ય, હાલારદેશે સદ્ધર્મરક્ષક, આચાર્યભગવંત શ્રીમદ્વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, પરાર્થરસિક શ્રીવજસેનવિજયજી મહારાજની શુભપ્રેરણાથી શ્રી જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ /3, વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકોટ તરફથી જ્ઞાનખાતાની ઉપજમાંથી સંપૂર્ણ લાભ લીધેલ છે. તે બદલ અમારી સંસ્થા તેમનો આભાર માને છે. આ ઋષિદત્તાચરિત્રસંગ્રહ પ્રકાશનના સુઅવસરે અમે સંપાદિકા સાધ્વી ચંદનબાલાશ્રીજીમહારાજનો તથા આ ગ્રંથના સંપાદનકાર્ય માટે સહયોગ આપનાર પંડિતવર્ય શ્રીઅમૃતભાઈ પટેલનો, કોબા કૈલાસસાગર જ્ઞાનભંડારમાંથી તથા લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિરમાંથી હસ્તપ્રતો અમને પ્રાપ્ત થઈ તેમનો તથા ઋષિદત્તાચરિત્રની પ્રકાશિત કૃતિઓ માટે કોબા કૈલાસસાગરજ્ઞાનભંડાર અને ગીતાર્થગંગાથી ગ્રંથો પ્રાપ્ત થયા તેમનો, આ કાર્યના અક્ષરમુદ્રાંકન કાર્ય માટે વિરતિ ગ્રાફિક્સવાળા અખિલેશ મિશ્રાએ કાળજીપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે તેમનો અને પ્રીન્ટીંગના કામ માટે તેજસ પ્રીન્ટર્સવાળા તેજસભાઈએ ખંતપૂર્વક સુંદર કાર્ય કરી આપેલ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવા ઉત્તમ મહાસતીના જીવનચરિત્રમાંથી શીલનું માહાભ્ય જાણીને તથા કર્મોના વિપાકોને બતાવતી આ કથામાંથી કર્મબંધ કરતી વખતે સાવધ થઈને શીલ અને સદાચારની સુવાસથી જીવને મઘમઘાયમાન બનાવી અશુભ કર્મબંધ દ્વારા દુરન્ત સંસાર અને દુર્ગતિઓની પરંપરા થાય છે તેથી અશુભકર્મબંધથી અટકીને પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મોને સમ્યગ જ્ઞાનદર્શન અને ચારિત્રની આરાધના દ્વારા ખપાવીને સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિસુખના ભાગી બનીએ એ જ શુભભાવના !! – ભદ્રંકર પ્રકાશન datta-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 436