Book Title: Rushidatta Charitra Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ १२ માટે અનુમતિ માંગે છે અને તાપસ સહર્ષ અનુમતિ આપે છે, કુમાર પાછો સાંજે પોતાના આવાસે જાય છે. બીજે દિવસે પ્રભાત સમયે ઋષિ ફળ લેવા માટે ગયા હોય છે ત્યારે કુમાર આશ્રમમાં આવે છે, ચારે બાજુ નજર નાંખવા છતાં તે કન્યા દેખાતી નથી એટલે સમય પસાર કરવા માટે કુમાર અને તેના માણસો દેવકુલિકાની સેવા આદરે છે, રંગોળીઓ કરે છે, પંચવર્ણના પુષ્પો વિખેરે છે, મણિરત્નો સહિત વસ્રશોભા કરે છે, ધૂપ પ્રગટાવે છે, એટલામાં જ તાપસ ફળો લઈને આશ્રમમાં આવે છે. કુમાર તેમનો વિનય કરે છે. ઋષિ આશીર્વાદ આપે છે અને થોડોક સમય પસાર કરી કુમાર ઋષિને આહારગ્રહણ માટે વિનંતી કરે છે પણ ઋષિએ મુનિધર્મનો બાધ બતાવીને નિષેધ કર્યો, થોડાક સમય પછી કુમાર ત્યાંથી નીકળીને પોતાના આવાસ તરફ ગયો, ફરીથી પણ એ જ રીતે વૃક્ષ પાછળ સંતાઈને ઋષિદત્તાને જુવે છે. વળી બીજા કોઈક દિવસે ઋષિ પાસે આવીને કુમારે પ્રણામપૂર્વક પૂછ્યું કે, અહીંયા કોઈક કન્યા છે ? જો આપ મહેરબાની કરો તો મને તે કન્યા દેખાડો, ત્યારે મહર્ષિએ હસીને કહ્યું - કુમાર બ્રહ્મચારી યતિ એવા અમને કન્યા ક્યાંથી સંભવે ? ત્યારે કુમારે આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું કે, હે સ્વામી ! તે કન્યા મેં જોઈ છે એટલે મને તે બતાવો. ત્યારે ‘આ ઠીક છે’’ એમ વિચારીને ઋષિએ કુમારને ફરીથી પૂછ્યું કે આ જંગલમાં તેં કન્યા ક્યાં જોઈ ? ત્યારે (ઋષિના કહેવાનો મર્મ પકડાતાં કાંઈક હસીને અહીંયા જોઈ હતી એવું કુમારે જણાવ્યું. ઋષિ હવે કુમારની પરીક્ષા કરે છે કે, તારે એ કન્યાનું શું કામ છે, એટલે કુમારે ચોખ્ખી વાત કરી કે, તમે આ વનમાં એકલા છો, વૃદ્ધ છો, અને જરાગ્રસ્તોનું મૃત્યુ બહુ દૂર નથી હોતું, આ એકાકી કન્યાને આ જંગલમાં અધમજાતિના ભીલડાઓ પકડી લેશે એટલે તમારો પણ અપયશ થશે, ઉભયકુળમાં લાંછન લાગશે. આ સાંભળીને ઋષિએ મનમાં વિચાર્યું કે, કુમાર ઠીક જ કહે છે અને આ જ કુમાર વર થાવ. કારણકે કુમાર ઋષિદત્તાબાળાને ઇચ્છે છે અને દીકરી ઋષિદત્તા પણ કુમારને અવશ્ય ઇચ્છે છે એટલે જ વારેઘડીએ કુમારની નજરે પડતી હતી. આમ વિચારીને મહર્ષિ હરિષણમુનિ પોતાનો વૃત્તાંત કુમારની આગળ રજૂ કરે છે. (૧-૨૩૫/૨૭૯) [૯] હરિષણમુનિનું આત્મવૃત્તાંત : ભરતક્ષેત્રમાં વત્સદેશ છે, તેમાં ધરતીના તિલક સમાન ‘મત્તિયાવઇ’ (મૃત્તિકાવતી) નામની નગરી છે, તેમાં હરિષેણનામના રાજા છે, પ્રિયદર્શના નામની તેમની રાણી છે, બન્નેને સંતાનની ઘણી ઝંખના છે, ચિંતા પણ છે, એટલે એક દિવસ રાણી પ્રિયદર્શનાએ રાજાને જણાવ્યું કે, આપણી કુળદેવતા અજિતસેના છે, તેની પુત્ર માટે આપ આરાધના કરો. કુળદેવતાની આરાધના : રાજાએ કાળી ચૌદસે ઉપવાસ કર્યો અને મધ્યરાત્રિએ તલવાર લઈને કુળદેવતાના datta-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 436