________________
२६
હતી. ક્ષમાપ્રધાનધર્મ સાંભળતી હતી. ઘણા રાજકુમારના માંગા આવતાં હતા પણ વિષયોથી પરાક્રમુખ થયેલી તું લગ્ન માટે નિષેધ કરે છે.
તે નગરમાં એક ગરીબઘરની કન્યા સંગા સાધ્વીજી પાસે આવે છે અને તેણે સાધ્વીજી પાસે દીક્ષા લીધી. વૈરાગ્યપૂર્વક તે તપ કરે છે. સતત છઠ્ઠ-અઢમ-અઢાઈ-માસક્ષમણ વગેરે તપ કરતી હોવાથી બધા લોકો સંગાની પ્રશંસા કરતાં હોય છે. તપસ્વિની સંગાસાધ્વીજીની પ્રશંસાને રાજકુમારી એવી તું સહી શકતી નથી. તે ઇર્ષ્યાથી સંગાને આળ ચઢાવી કે, સંગા તપ કરે છે પણ રાત્રે માંસ ખાય છે. આ સાચી સાધ્વી નથી, સાધ્વીવેશે “રાક્ષસી’ છે તે કરેલ અવહેલનાને સંગા સમભાવથી સહન કરે છે, તે દુષ્ટકમની આલોચના કરેલ ન હોવાથી તે કર્મને નિકાચિત કર્યું. સંસારમાં ભમતાં ભમતાં એ કર્મને કારણે તે ઘણા દુઃખો ભોગવ્યા. તે કર્મ ઘણું ખરું ખપી ગયું હતું, કાંઈક જ બાકી રહ્યું હતું. આ જ ગંગાપુરમાં તું ફરીથી રાજપુત્રી થઈ, જિનધર્મ પામી સાધ્વી થઈ, ઘણો તપ તેં કર્યો પણ કપટપૂર્વકનો તપ કરેલો, અને તે કપટ ગુરુને જણાવ્યું નહીં, કપટની તે નિંદા કરી નહીં અને છેલ્લે અણસણ કરીને કાળધર્મ પામી બીજા દેવલોકમાં ઈશાનેન્દ્રની તું ઇન્દ્રાણી થઈ. ત્યાંથી અવીને મત્તિયાનગરીમાં હરિષણ-પ્રિયમતીની પુત્રી ઋષિદત્તા તરીકે તું જન્મી.
આ સાંભળીને ઋષિદત્તાને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે વિચારવા માંડી કે જિનધર્મ પામવા છતાં મેં પ્રમાદવશ સંગાને ખોટું આળ ચઢાવ્યું, વળી પ્રવ્રયા સ્વીકારી પણ સશલ્ય તપ કર્યું, જેથી હજુ પણ દુઃખમય સંસારમાં હું ભમી રહી છું. (પ-૧૪૦) [૧૯-૧] કનકરથ અને ઋષિદત્તાની પ્રવ્રજ્યા :
કનકરથ ઋષિદત્તાનો પૂર્વભવ સાંભળી વિચારમાં પડી ગયો કે, જુઓ ! આ સંસાર કેવો કુટિલ છે. જ્યાં ઋષિદત્તાનો જીવ આવી દશા પામ્યો. આમ વિચારતાં વિચારતાં બન્ને વૈરાગ્ય પામ્યા. રાજકુમાર સિંહરથને રાજ્ય સોંપી રાજાએ દીક્ષા લીધી અને ગુરુનિશ્રાએ વિહાર કર્યો. ઋષિદત્તા પણ દીક્ષિત થઈ અને સુંદરગણિનીને ગુરુએ સોંપી અને સંયમજીવનની આરાધના કરે છે. કનકરથે ગુરુની પાસે ચૌદ પૂર્વનો અભ્યાસ કર્યો અને ઋષિદત્તાએ સુંદરગણિનીની પાસે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. આ રીતે બન્ને આગમજ્ઞાતા બને છે (પ-૪૧/૫૮). [૧૯-૨] કનકરથમુનિ અને ઋષિદત્તાસાધ્વીને કેવલજ્ઞાન અને મુક્તિગમન :
ઘણો કાળ પસાર થયા પછી ગુરુ-સાધુજનની સાથે બન્ને ભદિલપુરનગરમાં આવે છે જ્યાં દશમાં તીર્થકર શ્રીશીતલનાથ ભગવાન થયા હતા. તે શીતલનાથભગવાનની પ્રતિમાને ભક્તિપૂર્વક વંદન કર્યા. ત્યાં વિવિધ તપો તપીને ઘાતી કર્મો ખપાવીને બંનેને લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાનથી જાણી દેવો તે ક્ષણે કેવલીનો મહિમા કરવા
datta-t.pm5 2nd proof