________________
મેં તને અટકાવી હતી, તે મારું વચન માન્યું નહિ. કહે, અહીંયા શું કરીએ ? રાજા અત્યંત ગુસ્સે ભરાયો છે. તે શું કરશે તે હું જાણતો નથી. (૨-૧૮૬/૨૧૭) [૧૩-૫] એટલામાં રાજાએ પોતે જ ઋષિદત્તાને ખેંચીને ચંડાલોને (મારવા માટે) સોંપી દીધી. ઋષિદત્તા અત્યંત કરુણસ્વરે રડતી હતી. રાજાએ ચંડાલોને હુકમ કર્યો કે, આ પાપિણીને નગરમાં ફેરવીને શ્મશાનમાં લઈ જઈને મારી નાંખો. જો તમે નહિ મારો તો હું તમારો વંશવેલો ઉચ્છેદી નાંખીશ. કુમાર પણ રડતાં રડતાં મરવા તૈયાર થયો તો રાજાએ તેને બાંધી દીધો. (૨-૨૧૮/૨૨૧) ધર્મોપદેશ :
આમ ઋષિદત્તાના અત્યંત ભારે દુઃખને સાંભળીને હે ભવ્યજીવો તમે જિનધર્મમાં મતિ ઉદ્યત રાખો. (૨-૨૨૨)
[તૃતીયપર્વ] [૧૪] ચંડાલો ઋષિદત્તાને શ્મશાનમાં લઈ ગયા:
હવે રાજાની આજ્ઞાથી ચંડાલો ઋષિદત્તાને વાળથી પકડીને રાજમાર્ગમાં ઘસડી લાવ્યા. કણેરની માળા પહેરાવી, ડોકમાં કોડિયાની માળા પહેરાવી, ગધેડા ઉપર બેસાડીને આ રાક્ષસી છે એવું બોલતા હતા, ખર અને કર્કશ વચનો દ્વારા ચંડાલો ઋષિદત્તાને તાડન કરતાં હતા અને અશરણ, અનાથ એવી તેને જોઈને લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા કે અતિભોળી, ગુણનિધાન આ ઋષિદત્તાના વધનો આદેશ આપીને રાજાએ ઘણું ભુંડુ કર્યું છે. તો કોઈકે કહ્યું કે, આ તો સારું કર્યું, આણે તો લોકોને મારી નાંખ્યા છે. વળી કોઈ બોલ્યો કે, ચંદ્ર વગર જેમ રાત્રિ ન શોભે, નેત્ર વગર મુખ ન શોભે, કમલિની વગર જેમ સરોવર ન શોભે તેમ ઋષિદત્તા વગર આ નગર ન શોભે. અશરણ એવું આ નારીરત્ન ગામડામાં પડેલાં રત્નની જેમ નિષ્ફળ જશે. કોઈક વળી કહ્યું કે, આ તો મનુષ્યદેહમાં રાક્ષસી વસે છે, આ તો ભૂતડી છે, પિશાચી છે અથવા તો કોઈ મારી-મરકી છે, વળી કેટલાક તથ્યને નહિ જાણનારા મૂર્ખલોકો ઋષિદત્તાને અસભ્યવચનો સંભળાવતાં હતાં, કેટલાક લોકો બીજાઓને ઉશ્કેરતાં હતાં કે, આ અત્યંત ભયંકર રાક્ષસીને મારો. આમ નગરમાંથી સંધ્યાકાળે શ્મશાનભૂમિમાં ઋષિદત્તાને લાવવામાં આવી. ત્યાં તેને મારવા માટે એક ચંડાલ તલવાર ઉગામે છે, એટલામાં ડરને કારણે ઋષિદત્તા પૃથ્વી ઉપર પડી ગઈ, મૂચ્છ પામી, થોડીક ક્ષણો પછી પવનને કારણે જાગૃત થઈને ઋષિદત્તા જુવે છે કે, પોતાની ઉપર તલવાર ઉગામેલી છે. ત્યારે ભયભીત બનેલી, રડતી, અશરણ એવી ઋષિદત્તા હાથ જોડી ચંડાલોના પગે પડી અને કહ્યું કે, મારા પ્રાણોનું રક્ષણ કરો. આ શ્મશાનમાં તમે જ મારું શરણ છો, મારા બધા આભૂષણો લઈ લો, મને જીવતી છોડો, મારી ઉપર દયા કરો. ત્યારે ચંડાલોએ કહ્યું કે, અમે તને નહિ મારીએ તો રાજા અમને મારી નાંખશે, જો કયારેય પણ જીવતી
datta-t.pm5 2nd proof