Book Title: Rushidatta Charitra Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ १४ કર્યો અને જણાવ્યું કે, તમે મારા પ્રાણો પાછા વાળ્યા છે એ પ્રાણ હું તમને સમર્પિત કરું છું એટલે તમને જે યોગ્ય લાગે તે કરો, મારી નજર તો તમારા તરફ જ વળે છે, બીજા કોઈ પુરુષ તરફ નહિ. જો તમે મને ન ઇચ્છો તો અગ્નિ મારું શરણ થશે. આવો પ્રીતિમતીનો અતિ આગ્રહ સાંભળીને ભલે એમ થાવ, પરંતુ થોડા દિવસમાં જ હું વ્રતધારી થઈશ. ત્યારે પ્રીતિમતીએ પણ પ્રતિજ્ઞા કરી કે હું પણ તમારા માર્ગને અનુસરીશ. આમ પ્રીતિમતીનું પાણિગ્રહણ કરીને હરિષેણ પોતાના નગરમાં આવે છે. આશ્રમમાં ઋષિદત્તાનો જન્મ : આ બાજુ યુવરાજ અજિતસેનને રાજ્યમાં સ્થાપન કરી હરિફેણ અંતઃપુરમાં ક્ષમાપના માટે જાય છે અને પ્રીતિમતીને કહે છે કે, આ સાત ક્રોડ સોનૈયા રાખો અને આ અજિતસેનકુમાર તમારું પાલન કરશે. ત્યારે પ્રીતિમતીએ જણાવ્યું કે, મારે દ્રવ્યનું કાંઈ જ કામ નથી અને તમારા વિના સમગ્ર રાજ્યનું પણ કાંઈ કામ નથી. તમારી સાથે જ હું વનમાં આવીશ, જો નહિ આવવા દો તો અગ્નિસ્નાન કરીશ. ત્યારે એનો ભાવ જાણીને હરિષણ પ્રીતિમતીની સાથે વનમાં વિશ્વભૂતિમુનિ પાસે આવે છે અને વૈરાગ્યપૂર્વક તાપસદીક્ષા ગ્રહણ કરે છે તે સમયે પ્રીતિમતીને જે ગર્ભ રહ્યો હતો તે વધવા માંડ્યો. પાંચમે મહિને બધાને ખબર પડી ત્યારે બધા તાપસમુનિઓ તેમને કલંક ન લાગે માટે હરિષણ અને પ્રીતિમતીને ત્યજીને જતાં રહે છે. આ બાજુ પ્રીતિમતી સુંદર કન્યાને જન્મ આપે છે. ઋષિના આશ્રમમાં આ કન્યા જન્મી માટે તેનું નામ “ઋષિદત્તા' રાખવામાં આવ્યું. ત્યારબાદ થોડાક જ દિવસોમાં પ્રીતિમતીનું મૃત્યુ થાય છે એટલે હરિષણમુનિ ઋષિદત્તાનું પાલનપોષણ કરે છે. ઋષિદત્તા જ્યારે આઠ વર્ષની થાય છે ત્યારે એના રૂપને જોઈને પિતા હરિફેણમુનિએ વનવાસી ભીલ વગેરેથી બચાવવા માટે ઋષિદત્તાને આંખે અંજન આંજી અદશ્ય કરે છે. આ અંજન વિશ્વભૂતિમુનિએ હરિષણને આપેલું હતું. હરિપેણમુનિ ઋષિદત્તાને કહે છે કે જો કોઈ પણ પુરુષને તું નજરે પડીશ તો હું જાણીશ કે આ પુરુષને તું ઇચ્છે છે. આ રીતે તપોવનમાં હરિષણમુનિ અને તેની પુત્રી ઋષિદત્તા રહેતા હતા. આ રીતે દિવસો પસાર થતાં હતાં, સાર્થો પણ આ વનમાં આવતાં હતાં, પરંતુ આ બાલા કોઈને દર્શન આપતી નહિ. હે કુમાર ! આ બાલા હમણાં ભોગના અભિલાષવાળી થઈ છે, તેથી અંજનનો ત્યાગ કરીને તને દર્શન આપ્યાં છે. મારા હૃદયમાં પણ મોટી ચિંતા હતી કે આ બાલાનો વર સુંદરરૂપવાળો કોણ થશે ? આ વનમાં વસવા છતાં આ બાલાને મેં વિજ્ઞાન અને કલા વગેરેનો અભ્યાસ કરાવ્યો છે. (૧-૨૮૦/૩૫૫) ધર્મોપદેશ : અત્યંત સુપ્રશસ્ત ઋષિદત્તાના જન્મને સાંભળીને જિનધર્મમાં ઉદ્યત થઈને જન્મમરણોને તમે છેદો. (૧-૩પદ) datta-t.pm5 2nd proof

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 436