Book Title: Rushidatta Charitra Sangraha
Author(s): Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ જેમ કે– ११ वरिसंत सव्वसव्वलं, वज्जंत संखकाहलं । જ્યમંત-રુત્તિ-દમ, સંતળુ ખુમુત્તમ ॥ लग्गु जुज्झ अइभीसणु, कायरनास दसमुह दसरहसुयह जिह । વૃંત-ળ મેખ઼ાનું, મહિં વળ( I )ડતુ, મીસળુ નાવરૂ પેયવળુ I[ o-૪૪/૪ ] ' ત્યારપછી કનકરથ અરિદમનને તેનું રાજ્ય પાછું આપવા ઇચ્છે છે, છતાં અરિદમન વૈરાગ્ય પામી નમિનાથભગવાનના શાસનમાં દીક્ષા લઈ મુક્તિ પામે છે. (૧-૧૬૫) [૮] કાવેરી નગર તરફ કુમારનું આગળ પ્રયાણ : અરિદમનના વિજય પછી થોડાક જ દિવસોમાં કુમાર કનકરથ કાવેરીનગરી તરફ આગળ પ્રયાણ કરે છે, તે દરમ્યાન મોટાં એક વનમાં આવે છે. જ્યાં સરોવર કિનારે કુમારના માણસો ઋષિદત્તાને એક ક્ષણ માટે જુવે છે, ઋષિદત્તા બીજી ક્ષણે અદૃશ્ય થઈ જાય છે, આથી આશ્ચર્યચકિત થયેલા સૈન્યના માણસો ઋષિદત્તાની હકીકત કુમારને જણાવે છે, કુમાર પણ ઋષિદત્તાને જોવા માટે ઉત્સુક થાય છે, બીજે દિવસે સવારે ચાર-પાંચ પ્રધાનપુરુષો સાથે કુમાર સરોવરકિનારે પહોંચે છે, ત્યાં વૃક્ષની ડાળીઓના હીંચકામાં ઝુલતી ઋષિદત્તાને જુવે અને તેના તરફ આકર્ષાય છે. કુમારના મનમાં પ્રશ્ન થાય છે કે, આ વનમાં આ કન્યા ક્યાંથી હોઈ શકે ? તે દરમ્યાન કુમારનું સૈન્ય ત્યાં આવતાં તેના અવાજથી ઋષિદત્તા સાવધ બનીને અદશ્ય થાય છે, આ જોતાં જ કુમાર વિચારે છે કે, આ સ્વપ્ન છે, ઇંદ્રજાળ છે કે હકીકત છે ? ત્યારપછી સરોવરની પૂર્વદિશામાં સૈન્ય પડાવ નાંખે છે અને કુમાર પોતે સરોવરને જોતો જોતો દેવકુલિકામાં પહોંચે છે, એટલામાં વૃદ્ધતાપસ જે ઋષિદત્તાના પિતા રાજવી હતા, તે પુષ્પ-ફળો લઈને આવે છે, કુમાર તેમને નમન કરે છે અને રાજર્ષિ કુમારને આશીર્વાદ આપે છે, તેમજ કુમારને અહીં આવવાનું કારણ પૂછે છે, તેથી કુમાર પોતાની હકીકત જણાવે છે કે સુંદરપાણિરાજાની રુક્મિણીનામની દીકરી સાથે લગ્ન કરવા જઉં છું. (૧-૧૬૬/૨૩૪) datta-t.pm5 2nd proof [૮-૧] દેવકુલિકામાંથી નીકળીને પિરવારને રવાના કરીને કુમાર વૃક્ષોની પાછળ સંતાઈ ગયો છે અને જુવે છે કે પેલા તાપસ બાલિકાની સાથે બેસીને ફલાહાર કરે છે અને ફલાહાર કર્યા પછી તરત જ તે કુમારિકા અદૃશ્ય થઈ જાય છે અને કુમાર પણ મનમાં બાલિકાનો વિચાર કરતાં કરતાં પોતાની છાવણીમાં આવે છે. સંધ્યા સમયે ફરીથી તાપસ પાસે જઈને કુમાર પોતાને કેટલાક દિવસ ત્યાં રહેવા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 436