Book Title: Research of Dining Table
Author(s): Hemratnasuri
Publisher: Arhad Dharm Prabhavak Trust

View full book text
Previous | Next

Page 5
________________ યુવાÆચસમા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્ન સૂરીશ્વરજી મહારાજ ! જેઓશ્રીના નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો છે. પ્રખર પ્રવકતાઓના આંગળીના વેઢે ગણાતા નામોમાં જેઓશ્રીનું નામ લોક બત્રીશીએ ગવાઈ રહ્યું છે. એવા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ સોળ વર્ષની ઉઘડતી ઉમરે વ્રજયા સ્વીકારી હતી. વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાના કૃપાપાત્ર બન્યા હતા. ૨૫ વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા ત્યારથી લગાવીને આજ સુધી સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ વહેતી રહી છે. વાણીના અઅલિત પ્રવાહમાં તેઓ હજારો હૈયાઓને ભીંજવી શકે છે. ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને ઝૂમતા અને ઝઝૂમતા કરી શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી અંતરને તરબતર કરે છે અને ભગવાનની ભકિતની વાતો કરતાં આખી સભાને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની સાથોસાથ તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી, જેમના “ચાલો જિનાલયે જઈએ’ અને ‘રિસર્ચ ઓફ ડાયનિંગ ટેબલ' જેવા બેસ્ટ સેલર પુસ્તકો ઘર ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજસુધીમાં અનેકવાર ઓપન બુક એકઝામનાં આયોજનો થયા છે. પાઠશાળામાં આ પુસ્તક ટેક્ષબુક તરીકે વપરાય છે. તો હજારો સાધુ સાધ્વીજીઓ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં આયોજનો કરે છે. - પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં જયારે યુવા ઉત્કર્ષ શિબિરના આયોજનો થાય છે ત્યારે પાંચ હજારથી લગાવીને દશ દશ હજાર યુવાનોની ફોજો શિબિરના માંડવે ઉતરી પડે છે. ધીંગા યુવાનોથી છલોછલ ઉભરાતા પ્રવચન મંડપોમાં જયારે પૂજયશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડીઓ અને મૉડર્નયુગની વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્ય ભર્યા સિંહની અદામાં અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહૂતિ થાય તે પહેલાં તો હજારો યુવાનોએ ઉભા થઈને હાથ જોડી દીધા હોય અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી હોય એવા નયનાભિરામદશ્યો અનેકવાર સર્જાયા છે. લાખો યુવાનોને પૂજયશ્રીએ વ્યસન મુકત કર્યા છે. ફેશન મુકત કર્યા છે. ટી.વી., વીડીયોની વિકૃતિઓથી બચાવી લીધા છે. પરમાત્માના પરમ ભકત બનાવ્યા છે અને જીવનમાં સદાચારી બનાવ્યા છે. આજે લાખો યુવાનોના દ્ધયમાં પૂજયશ્રીનું એક અનોખું, આગવું અને અંગત સ્થાન છે. માટેજ ખરા અર્થમાં પૂજયશ્રી યુવાÆયસમ્રાટુ છે. ગુરૂકૃપા અને અધ્યાત્મના સૂક્ષ્મબળથી પૂજય ગુરૂદેવશ્રીના વરદ હસ્તે કેટલાક કાર્યો એવા થયા છે કે જેનાથી જૈનસંધના ઈતિહાસમાં કેટલાંક સુવર્ણ પૃષ્ઠો ઉમેરાયા છે. (૧) અંતરીક્ષજી તીર્થમાં દિગંબરોના ધોરાતિધોર ધાતક હૂમલા વચ્ચે સાધ્વીજીઓના શીલ અને સંયમની રક્ષા કાજે બારણા વચ્ચે બે હાથ રોકીને પૂજયશ્રીએ ધસી આવતા પચાસ પચાસ ગુંડાઓને રોકી પાડયા હતા. માથા ઉપર લાકડીઓના ઘા વીઝાયા છતાં, લોહી લૂહાણ થવા છતાં પૂજયશ્રી હટયા ન હતા. કાર્યોત્સર્ગમાં ઉભા રહી ગયાહતા-જેના પુણ્ય પ્રભાવે ગુંડાઓને પણ અંતે ભાગી જવું પડયું હતું. પૂજયશ્રીની આ શહાદત ભાવનાને હજારો યુવાનોએ નજરે નિહાળી છે. . (૨) રાજકોટ નગરમાં ઈલીગલ ચાલતા કતલખાનાઓ સામે સતત ૪૫ દિવસ સુધી એક વિરાટ જન આંદોલન જગાવ્યું હતું. ૫૦,૦૦૦ માનવોની મેદની સાથે પૂજયશ્રીએ એક વિરાટ રેલી યોજી હતી. પરિણામે મ્યુ. કોર્પોરેશનના ટૂંક સમયમાં જ કુલ ૧૩૫ કતલખાનાઓ પર બુલડોઝર ફરી વળ્યા હતા. આ કાળમાં આવું અમારી પ્રવર્તન કદાચ પ્રથમવાર થયું હતું. (૩) તાજેતરમાં અમદાવાદ મુકામે ભુવનભાનુ નગરમાં જે ગુરૂ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તેનો મૂલાધાર પૂજ્ય ગુરૂદેવશ્રી જ હતા. ૯૦ એકર જમીન પર પથરાયેલા ભુવનભાનુ નગરમાં આઠ દિવસમાં ૩૦ લાખ માણસોનું પદાર્પણ થયું હતું. શાસનની પ્રભાવના કરનારું એક વિશિષ્ટ કાર્ય પૂજયશ્રી દ્વારા સંપન્ન થયું હતું. - પૂજયશ્રીને સિધ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવશ્રી શ્રીમવિજય જયધોષ સૂરીશ્વરજી મહારાજાએ પોતાના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા ત્યારે તેરસો તેરસો સાધુ સાધ્વીજી ભગવંતોએ મુઠીઓ ભરી ભરીને દૃયના ઉછળતા ઉમંગ પૂજયશ્રી પર વાસક્ષેપની અનરાધાર વૃષ્ટિઓ કરીને આશીર્વાદોની અમીધારા વર્ષાવી હતી. આ દિવ્ય અને અલૌકિક દશ્યને જેણે જોયું છે. માણ્યું છે, તેણે જીંદગીનો એક અણમોલ લ્હાવો મળી ગયાનો અહેસાસ કર્યો છે. - પૂજયશ્રીએ કેટલાક અભિનવ કાર્યક્રમો સંઘસમક્ષ મૂક્યા જેવા કે સમૂહ અષ્ટપ્રકારી જિનપૂજા અને સમૂહ મહાઆરતિના કવીઝ કોન્ટેસ્ટ, ક્રોસવર્ડ પઝલ, ઓપન બુક એકઝામ, શિશુ સંસ્કરણ શિબિર, સીત્તેર સ્થળોમાં એલર્ટ યંગ ગ્રુપની સ્થાપના, પ્રૌઢ-યુવા પાઠશાળા, સજેકટ વાઈઝ પ્રવચનો, સ્તુતિ વૈભવ, અરિહંત વંદનાવલીનું સમૂહગાન, સમૂહ અભિષેક પૂજા, સમૂહ નવકાર જાપ, આહાર શુધ્ધિ પ્રદર્શન, ૪૫ આગમ તપ આરાધના, ફોટો - ગ્રાફ સાથે પુસ્તકોનું પ્રકાશન આદિ અનેકવિધ આયોજનોની વિશિષ્ટ દેન પૂજયશ્રીની સૂક્ષ્મપ્રજ્ઞાને આભારી છે. જૈનસંઘ પર થઈ રહેલા આક્રમણોથી જેઓ સતત ચિંતાતુર છે. યુવાનોના ઉધ્ધાર માટે જેઓશ્રી સદૈવ તત્પર છે. તપ, જપ, સંયમ, દયા, વિનમ્રતા, ઉદારતા, નિખાલસતા, ગુરૂકૃપા અને પ્રભુભકિત આદિ જેઓશ્રીનો જીવન વૈભવ છે. આવા પૂજય આચાર્યદેવશ્રીના વરદ હસ્તે લખાયેલ પુસ્તકરત્ન પણ આપના જીવનમાં અચૂક અજવાળાં પાથરશે.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 168