________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરદ
નેવ્યાસીમું પર્વ
પદ્મપુરાણ આયુધોથી બન્નેની વચ્ચે ઘણી વાર સુધી યુદ્ધ થયું. બન્ને બળ, ઉન્માદ, વિષાદથી ભર્યા હતા. છેવટે કૃતાંતવક્રે લવણાર્ણવના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો અને તે પૃથ્વી પર પડયો, જેમ પુણ્યના ક્ષયથી સ્વર્ગવાસી દેવ મધ્યલોકમાં આવીને પડે. લવણાર્ણવે પ્રાણ છોડયા. પુત્રને પડેલો જોઈ મધુ કૃતાંતવક્ર તરફ દોડયો. ત્યાં શત્રુન્ને મને રોક્યો, જેમ નદીના પ્રવાહને પર્વત રોકે. મધુ અતિ દુસ્સહ શોક અને કોપથી ભરેલો યુદ્ધ કરવા લાગ્યો. આશીવિષની દૃષ્ટિ સમાન મધુની દૃષ્ટિ શત્રુદ્ઘની સેના સહી શકી નહિ. જેમ ઉગ્ર પવનના યોગથી પાંદડાં ચળવા લાગે તેમ લોકો ચલાયમાન થયા. પછી શત્રુદ્ઘને મધુની સામે જતો જોઈ તેમનામાં ધૈર્ય આવ્યું. જ્યાં સુધી પોતાના સ્વામીને પ્રબળ ન દેખે ત્યાં સુધી જ લોકો શત્રુના ભયથી ડરે છે અને સ્વામીને પ્રસન્નવદન જોઈને ધૈર્ય પામે છે. શત્રુઘ્ર ઉત્તમ ૨થ ૫૨ બેસી મનોજ્ઞ ધનુષ્ય હાથમાં લઈ, શરદના સૂર્ય સમાન મા તેજસ્વી, અખંડિત જેની ગતિ છે તે શત્રુની સમીપે જતાં ભૃગરાજ પ૨ ગજરાજ જતો હોય તેવો શોભતો હતો. જેમ અગ્નિ સૂકાં પાંદડાંને બાળે તેમ મધુના અનેક યોદ્ધાઓનો ક્ષણમાત્રમાં તેણે નાશ કર્યો. શત્રુદ્ઘની સામે મધુનો કોઈ યોદ્ધો ટકી ન શક્યો. જેમ જિનશાસનના પંડિત સ્યાદ્વાદીની સામે એકાંતવાદી ટકી ન શકે તેમ. જે સુભટ શત્રુઘ્ર સાથે યુદ્ધ કરવા આવે છે તે સિંહની સામે મૃગની પેઠે તત્કાળ વિનાશ પામે છે. મધુની સમસ્ત સેનાનાં યોદ્ધા વ્યાકુળ બની મધુના શરણે આવ્યા. મહાસુભટ મધુએ શત્રુઘ્રને સન્મુખ આવતો જોઈ તેની ધ્વજા છેદી, શત્રુથ્રે બાણથી તેના રથના અશ્વ હણ્યા. મધુ પર્વત સમાન વરુણેન્દ્ર ગજ ઉપર ચડયો અને ક્રોધથી પ્રજ્વલિત થઈને શત્રુશ્ર્વને બાણથી સતત આચ્છાદવા લાગ્યો, જેમ મહામેઘ સૂર્યને આચ્છાદે છે. શૂરવીર શત્રુથ્રે તેનાં બાણ છેદી નાખ્યાં, મધુનું બાર ભેદી નાખ્યું. જેમ પોતાના ઘેર કોઇ મહેમાન આવે અને સજ્જન માણસ તેની સારી રીતે મહેમાનગતિ કરે તેમ શત્રુઘ્ર મધુની રણસંગ્રામમાં શસ્ત્રો વડે મહેમાનગતિ કરવા લાગ્યો.
(શત્રુશ્ર્વને અજેય જાણી રાજા મધુનું સંસારથી વિરક્ત થવું અને સંન્યાસગ્રહણ )
પછી મહાવિવેકી મધુએ શત્રુશ્ર્વને દુર્રય જાણી, પોતાને ત્રિશૂળ આયુધથી રહિત જાણી, પોતાના પુત્રને મૃત્યુ પામેલો જોઈ અને પોતાનું આયુષ્ય અલ્પ જાણી મુનિનાં વચન પર વિચાર કર્યો કે અહો જગતનો સમસ્ત આરંભ મહાન હિંસારૂપ દુઃખ આપનાર સર્વથા ત્યાજ્ય છે, આ ક્ષણભંગુર સંસારના ચરિત્રમાં મૂઢજન કેમ રાચે છે? આ સંસારમાં ધર્મ જ પ્રશંસાયોગ્ય છે અને અધર્મનું કારણ અશુભ કર્મ પ્રશંસાયોગ્ય નથી. મહાનિંધ આ પાપકર્મ નરક નિગોદનું કારણ છે. જે દુર્લભ મનુષ્યદેહ પામીને ધર્મમાં બુદ્ધિ લગાવતો નથી તે પ્રાણી મોહકર્મથી ઠગાયેલો અનંત ભવભ્રમણ કરે છે. મેં પાપીએ અસાર સંસારને સારરૂપ જાણ્યો, ક્ષણભંગુર શરીરને ધ્રુવ જાણ્યું અને આત્મતિ ન કર્યું. પ્રમાદમાં રહ્યો, રોગ સમાન આ ઇન્દ્રિયના ભોગોને ભલા જાણી ભોગવ્યા, જ્યારે સ્વાધીન હતો ત્યારે મને સુબુદ્ધિ ન આવી. હવે અંતકાળ આવ્યો, હવે શું કરું? ઘરમાં આગ લાગે ત્યારે તળાવ ખોદાવવાનો શો અર્થ છે? સર્પે ડંશ દીધો હોય તે વખતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com