Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 651
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦ એકસો ચૌદમું પર્વ પદ્મપુરાણ ચક્રવર્તી ભક્તિથી સ્તુતિ કરે છે, જે ગોપ્ય છે અને પ્રકટ પણ છે. જેમનાં નામ સળ અર્થસંયુક્ત છે. જેના પ્રસાદથી આ જીવ કર્મથી છૂટી ૫૨મધામ પામે છે. જેવો જીવનો સ્વભાવ છે તેવો ત્યાં રહે છે, જે સ્મરણ કરે તેનાં પાપ વિલય પામે છે. તે ભગવાન પુરાણ પુરુષોત્તમ, પરમ ઉત્કૃષ્ટ આનંદની ઉત્પત્તિનું કારણ કલ્યાણનું મૂળ છે, દેવોના દેવ છે, તમે તેમના ભક્ત થાવ. જો તમારું કલ્યાણ ચાહતા હો તો પોતાના હૃદયમાં જિનરાજને પધરાવો. આ જીવ અનાદિનિધન છે, કર્મોથી પ્રેરાઈને ભવવનમાં ભટકે છે, સર્વ જન્મમાં મનુષ્યભવ દુર્લભ છે. મનુષ્યભવ પામીને જે ભૂલે છે તેમને ધિક્કાર છે! ચતુરગતિરૂપ ભ્રમણવાળા સંસારસમુદ્રમાં ફરીથી ક્યારે બોધ પામશો ? જે અર્હુતનું ધ્યાન કરતો નથી, અહો, ધિક્કાર છે તેમને, જે મનુષ્યદેહ પામીને જિનેન્દ્રને જપતો નથી. જિનેન્દ્ર કર્મરૂપ વેરીનો નાશ કરનાર છે. તેને ભૂલીને પાપી નાના પ્રકારની યોનિમાં ભ્રમણ કરે છે. કોઈ વાર મિથ્યાતપ કરીને ક્ષુદ્રદેવ થાય છે, કોઈ વા૨ મરીને સ્થાવર યોનિમાં જઈ અતિકષ્ટ ભોગવે છે. આ જીવ કુમાર્ગના આશ્રયથી મોહને વશ થઈ ઇન્દ્રોનાય ઇન્દ્ર એવા જિનેન્દ્રને ધ્યાતો નથી. જુઓ, મનુષ્ય થઈને મૂર્ખ વિષરૂપ માંસનો લોભી મોહનીય કર્મના યોગથી અહંકા૨ મમકાર પામે છે, જિનદીક્ષા ધારતો નથી, મંદભાગીઓને જિનદીક્ષા દુર્લભ છે, કોઈવાર કુતપ કરી મિથ્યાદષ્ટિ સ્વર્ગમાં આવી ઉપજે છે તે હીનદેવ થઈ પશ્ચાત્તાપ કરે છે કે અમે મધ્યલોક રત્નદ્વીપમાં મનુષ્ય થયા હતા ત્યાં અદ્વૈતનો માર્ગ જાણ્યો નહિ, પોતાનું કલ્યાણ કર્યું નહિ, મિથ્યાતપથી કુદેવ થયા. અરેરે! ધિક્કાર તે પાપીઓને, જે કુશાસ્ત્રની પ્રરૂપણાથી મિથ્યા ઉપદેશ આપી મહામાનથી ભરેલા જીવોને કુમાર્ગે ધકેલે છે! મૂઢોને જિનધર્મ દુર્લભ છે તેથી ભવેભવ દુઃખી થાય છે. નારકી અને તિર્યંચ તો દુઃખી છે જ અને હીનદેવ પણ દુ:ખી જ છે. મોટી ઋદ્ધિના ધા૨ક દેવ પણ સ્વર્ગમાંથી ચ્યવે છે તે મરણનું ઘણું દુઃખ છે અને ઇષ્ટવિયોગનું પણ મોટું દુઃખ છે. મોટા દેવોની પણ આ દશા છે તો બીજા ક્ષુદ્રદેવોની શી વાત? જે મનુષ્યદેહમાં જ્ઞાન પામી આત્મકલ્યાણ કરે છે તે ધન્ય છે. ઇન્દ્રે આ પ્રમાણે કહીને ફરી કહ્યું-એવો દિવસ ક્યારે આવે, જ્યારે મારી સ્વર્ગની સ્થિતિ પૂરી થઈને હું મનુષ્યભવ પામી વિષયરૂપ વે૨ીઓને જીતી કર્મોનો નાશ કરી તપના પ્રભાવથી મુક્તિ પામું? ત્યાં એક દેવે કહ્યું-અહીં સ્વર્ગમાં તો આપણી એવી જ બુદ્ધિ હોય છે, પરંતુ મનુષ્યદેહ પામીને ભૂલી જઈએ છીએ. જો કદાચ મારી વાતની પ્રતીતિ ન આવતી હોય તો પાંચમા સ્વર્ગના બ્રહ્મેન્દ્રી નામના ઇન્દ્ર અત્યારે રામચંદ્ર થયા છે તે અહીં તો એમ જ કહેતા હતા અને હવે વૈરાગ્યનો વિચાર જ કરતા નથી. ત્યારે સૌધર્મેન્દ્રે કહ્યું બધાં બંધનોમાં સ્નેહનું બંધન મોટું છે. હાથ, પગ, કંઠ આદિ અંગ બંધાયાં હોય તે તો છૂટે, પરંતુ સ્નેહરૂપ બંધનથી બંધાયેલ કેવી રીતે છૂટે? સ્નેહથી બંધાયેલો એક તસુમાત્ર ખસી શકે નહિ. રામચંદ્રને લક્ષ્મણ પ્રત્યે અતિ અનુરાગ છે, લક્ષ્મણને જોયા વિના તેમને તૃપ્તિ થતી નથી, તેમને પોતાના જીવથી પણ અધિક જાણે છે, એક નિમિષમાત્ર પણ લક્ષ્મણને ન જુએ તો રામનું મન વિકલ થઈ જાય છે તેથી તજી કેવી રીતે વૈરાગ્ય પામે ? કર્મોની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681