Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 657
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૬ એકસો સત્તરમું પર્વ પદ્મપુરાણ છે તેમને પણ તમારી આ દશા સાંભળીને ઉગ ઉપજે છે. તમે જિનધર્મના ધારક છો, બધા સાધર્મીજનો તમારી શુભ દશા ઇચ્છે છે, વીણા, બંસરી, મૃદંગાદિના શબ્દ વિનાની આ નગરી તમારા વિયોગથી વ્યાકુળ થયેલી શોભતી નથી. કોઈ આગલા ભવમાં અશુભકર્મ મેં ઉપામ્ય તેના ઉદયથી તમારા જેવા ભાઈની અપ્રસન્નતાથી હું અતિકષ્ટ પામ્યો છું. હે મનુષ્યોના સૂર્ય! જેમ યુદ્ધમાં શક્તિના ઘાથી અચેત થઈ ગયા હતા અને આનંદથી ઊભા થઈ મારું દુઃખ દૂર કર્યું હતું તેવી જ રીતે ઊભા થઈને મારો ખેદ મટાડો. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં શ્રી રામદેવના વિલાપનું વર્ણન કરનાર એકસો સોળમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો સત્તરમું પર્વ (શોક સંતસ રામને વિભીષણનું સંબોધન) ત્યારપછી આ વૃત્તાંત સાંભળી વિભીષણ પોતાના પુત્રો સહિત, વિરાધિત સકળ પરિવાર સહિત. સુગ્રીવાદિ વિદ્યાધરોના અધિપતિ પોતાની સ્ત્રીઓ સહિત શીઘ અયોધ્યાપુરી આવ્યા. જેનાં નેત્ર આંસુથી ભરેલાં છે તે હાથ જોડી, મસ્તક નમાવી રામની પાસે આવ્યા, સૌનાં ચિત્ત શોકથી ભરેલાં છે, તેઓ રામને પ્રણામ કરીને જમીન પર બેઠા, ક્ષણવાર થોભી મંદ મંદ વાણીથી વિનંતી કરવા લાગ્યા...હે દેવ! જોકે આ શોક દુર્નિવાર છે તો પણ આપ જિનવાણીના જ્ઞાતા છો, સકળ સંસારનું સ્વરૂપ જાણો છો, માટે આપ શોક તજવા યોગ્ય છો, આમ કહી બધા ચૂપ થઈ ગયા. પછી બધી જ બાબતોમાં અતિવિલક્ષણ વિભીષણ કહેવા લાગ્યા...હે મહારાજ! આ અનાદિકાળની રીત છે કે જે જન્મ્યો તે મર્યો. આખી દુનિયામાં આ જ રીત છે, આમના જ માટે આ બન્યું નથી, જન્મનો સાથી મરણ છે, મૃત્યુ અવશ્ય છે, કોઈથી એ ટાળી શકાયું નથી અને કોઈથી એ ટળતું નથી. આ સંસારરૂપ પિંજરામાં પડેલા આ જીવરૂપ પક્ષી બધાં જ દુઃખી છે, કાળવશ છે, મૃત્યુનો ઉપાય નથી, બીજા બધાનો ઉપાય છે. આ દેહ નિઃસંદેહપણે વિનાશિક છે માટે શોક કરવો વૃથા છે. જે પ્રવીણ પુરુષ છે તે આત્મકલ્યાણનો ઉપાય કરે છે, રુદન કરવાથી મરેલા જીવતા નથી કે બોલતા નથી તેથી હે નાથ ! શોક ન કરો. આ મનુષ્યોનાં શરીર તો સ્ત્રીપુરુષોના સંયોગથી ઉત્પન્ન થયાં છે તે પાણીના પરપોટાની જેમ ફૂટી જાય છે, એનું આશ્ચર્ય શું? અહમિંન્દ્ર, ઇન્દ્ર, લોકપાલાદિ દેવ આયુષ્યનો ક્ષય થતાં સ્વર્ગમાંથી ચ્યવે છે, જેમનું સાગરોનું આયુષ્ય હોય છે અને કોઈના મારવાથી મરતા નથી તે પણ કાળ પૂરો થતાં મરે છે, મનુષ્યોની તો શી વાત? એ તો ગર્ભના ખેદથી પીડિત અને રોગથી પૂર્ણ દર્ભની અણી ઉપર જ ઝાકળનું બિંદુ આવી પડે તેના જેવું પતનની સન્મુખ છે, અત્યંત મલિન હાડપિંજર જેવા શરીર કાયમ રહેવાની કેવી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681