Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 664
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ઓગણીસમું પર્વ ૬૪૩ પક્ષી છું. જ્યારે આપે મુનિઓને આહાર આપ્યો હતો, ત્યાં હું પ્રતિબુદ્ધ થયો હતો. આપે મને નિકટ રાખ્યો, પુત્રની જેમ પાળ્યો અને લક્ષ્મણ તથા સીતા મારા ઉપર ખૂબ કૃપા વરસાવતાં. સીતાને રાવણ હરી ગયો તે દિવસે મેં રાવણ સાથે યુદ્ધ કર્યું. મારા પ્રાણ ચાલ્યા જવાની તૈયારી કરવા લાગ્યા તે સમયે આવી આપે મને પંચ નમોકાર મંત્ર આપ્યો. હું તમારી કૃપાથી ચોથા સ્વર્ગમાં દેવ થયો. સ્વર્ગના સુખથી મોહિત થયો. અત્યાર સુધી આપની પાસે આવ્યો નહિ. અત્યારે અવધિજ્ઞાનથી તમને લક્ષ્મણના શોકથી વ્યાકુળ જાણીને તમારી પાસે આવ્યો છું. પછી કૃતાંતવક્રત્રના જીવે કહ્યું હૈ નાથ! હું કૃતાંતવક્ર આપનો સેનાપતિ હતો, આપે મને ભાઈઓ અને પુત્રોથી પણ અધિક માન્યો હતો અને મને વૈરાગ્ય થતાં આપે આજ્ઞા કરી હતી કે જો તમે દેવ થાવ તો જ્યારે મને ચિંતા ઉપજે ત્યારે યાદ કરજો. આપને લક્ષ્મણના મરણની ચિંતા જાણી અમે તમારી પાસે આવ્યા છીએ. ત્યારે રામે બન્ને દેવોને કહ્યું-તમે મારા પરમમિત્ર છો, મહાપ્રભાવના ધારક ચોથા સ્વર્ગમાં દેવ મને સંબોધવાને આવ્યા. તમારે માટે એ જ યોગ્ય છે. એમ કહીને રામે લક્ષ્મણના શોકથી રહિત થઈ લક્ષ્મણના શરીરને સરયૂ નદીના તીરે અગ્નિસંસ્કાર કર્યા. શ્રી રામે જે આત્મસ્વભાવના જ્ઞાતા છે, ધર્મની મર્યાદા પાળવા માટે ભાઈ શત્રુઘ્નને કહ્યું-હું શત્રુઘ્ન! હું મુનિનાં વ્રત ધારણ કરી સિદ્ધપદ પ્રાપ્ત કરવા ચાહું છું. તું પૃથ્વીનું રાજ્ય કર. ત્યારે શત્રુઘ્ને કહ્યું-હે દેવ! હું ભોગોનો લોભી નથી, જેને રાગ હોય તે રાજ્ય કરે, હું તમારી સાથે જિનરાજનાં વ્રત ધારણ કરીશ, મને બીજી અભિલાષા નથી. મનુષ્યોના શત્રુ આ કામ, ભોગ, મિત્ર, બાંધવ, જીવન એ બધાથી કોણ તૃપ્ત થયું છે? કોઈ જ તૃપ્ત થયું નથી. તેથી આ બધાંનો ત્યાગ જ જીવને કલ્યાણકારી છે. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણની દક્રિયા અને મિત્રદેવોના આગમનનું વર્ણન કરનાર એકસો અઢારમું પર્વ પૂર્ણ થયું. ** * એકસો ઓગણીસમું પર્વ ( શ્રી રામનું સુવ્રર્ત સ્વામી પાસે જઈ દીક્ષાગ્રહણ) પછી શ્રી રામચંદ્રે શત્રુઘ્નનાં વૈરાગ્યવચન સાંભળી તેને નિશ્ચયથી રાજ્યથી પરાડમુખ જાણી ક્ષણેક વિચાર કરી અનંગલવણના પુત્રને રાજ્ય આપ્યું. તે પિતાતુલ્ય ગુણોની ખાણ, કુળની પરંપરા જાળવનાર, જેને સમસ્ત સામંતો નમે છે, તે રાજ્યગાદીએ બેઠો. પ્રજાનો તેના પ્રત્યે ખૂબ અનુરાગ છે, તે પ્રતાપીએ પૃથ્વી પર આજ્ઞા પ્રવર્તાવી. વિભીષણ લંકાનું રાજ્ય પોતાના પુત્ર સુભૂષણને આપી વૈરાગ્ય માટે તૈયાર થયા. સુગ્રીવ પણ પોતાનું રાજ્ય અંગદને આપી સંસાર શરીરભોગથી ઉદાસ થયા. રામના આ બધા મિત્રો રામની સાથે ભવસાગર તરવા તૈયાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681