Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 556
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ત્રાણુનું પર્વ ૫૩૫ ત્રાણુનું પર્વ (રામને શ્રીદામા અને લક્ષ્મણને મનોરમાની પ્રાપ્તિ) પછી વિજ્યાઈની દક્ષિણ શ્રેણીમાં રત્નપુર. નગરના રાજા રત્નરથ અને રાણી પૂર્વચંદ્રાનની નાની પુત્રી મનોરમા અત્યંત રૂપવતી અને યુવાન થતાં પિતા તેના માટે વર ગોતવાની ચિંતામાં હતા. તેણે મંત્રીઓ સાથે વિચારણા કરી કે આ પુત્રી કોને પરણાવવી? એક દિવસ રાજાની સભામાં નારદ આવ્યા. રાજાએ તેમનું ખૂબ સન્માન કર્યું. નારદ બધી લૌકિક રીતોમાં પ્રવીણ હોવાથી રાજાએ તેમને પુત્રીના વિવાહની સલાહુ આપવા કહ્યું. નારદે કહ્યું કે રામના ભાઈ લક્ષ્મણ અતિસુંદર છે, જગતમાં મુખ્ય છે, ચક્રના પ્રભાવથી તેણે બધા નરેન્દ્રોને નમાવ્યા છે. આવી કન્યા તેના હૃદયને કુમુદિનીના વનને ચાંદનીની પેઠે આનંદદાયિની થશે. નારદે આમ કહ્યું ત્યારે રત્નરથના પુત્રો હરિવેગ, મનોવેગ, વાયુવેગાદિ અત્યંત અભિમાની અને સ્વજનોના ઘાતથી તેમના પ્રત્યે વેર રાખનારા પ્રલયકાળના અગ્નિ સમાન પ્રજ્વલિત થઈને બોલ્યા જે અમારો શત્રુ છે, તેને અમે મારવા ઇચ્છીએ છીએ, તેને કન્યા કેવી રીતે દઈએ? આ નારદ દુરાચારી છે, એને અહીંથી કાઢો. રાજપુત્રોનાં આ વચન સાંભળી તેમના સેવકો નારદ તરફ દોડયા એટલે નારદ આકાશમાર્ગે વિહાર કરી તરત જ લક્ષ્મણની પાસે અયોધ્યા આવ્યા. અનેક બીજા દેશોની વાત કર્યા પછી રત્નરથની પુત્રીનું ચિત્ર બતાવ્યું. તે પુત્રી મનોરમાં જાણે કે ત્રણ લોકની સુંદરીઓનું રૂપ એકત્ર કરી બનાવી હોય તેવું લાગતું. લક્ષ્મણ ચિત્રપટ જોઈને મોહિત થઈ કામને વશ થયા. તે જોકે મહાવીર વીર છે તો પણ વશીભૂત થઈ ગયા. તે મનમાં વિચારવા લાગ્યા કે આ સ્ત્રીરત્ન મને ન મળે તો મારું રાજ્ય અને જીવન નિષ્ફળ ગણાય. લક્ષ્મણે નારદને કહ્યું કે હું ભગવાન્ ! આપે મારાં વખાણ કર્યા અને તે દુષ્ટોએ આપનો વિરોધ કર્યો તો તે પાપી, પ્રચંડ માની કાર્યના વિચારથી રહિત છે, તેમનું અભિમાન હું દૂર કરીશ. આપ ચિત્તનું સમાધાન કરો, તમારા ચરણ મારા શિર પર છે, હું તે દુષ્ટોને તમારા પગમાં પડાવીશ. આમ કહીને તેમણે વિરાધિત વિધાધરને બોલાવ્યો અને કહ્યું કે રત્નપુર ઉપર ચડવાની આપણી શીઘ્ર તૈયારી છે માટે પત્ર લખીને બધા વિધાધરોને બોલાવો, રણનો સરંજામ તૈયાર કરાવો. પછી વિરાધિને બધાને પત્ર મોકલ્યા. તે મોટી સેના લઈને તરત જ આવ્યા. લક્ષ્મણ રામ સહિત સર્વ રાજાઓને લઈને રત્નપુર તરફ ચાલ્યા, જેમ લોકપાલો સહિત ઇન્દ્ર ચાલે. જીત જેની સન્મુખ છે, નાના પ્રકારના શસ્ત્રોના સમૂહથી સૂર્યનાં કિરણો જેણે ઢાંકી દીધાં છે એવા તે રત્નપુર જઈ પહોંચ્યા. રાજા રત્નરથ દુશ્મનોને આવેલા જાણીને પોતાની સમસ્ત સેના સહિત યુદ્ધ કરવા નીકળ્યો. ચક્ર, કરવત, કુહાડા, બાણ, ખગ, બરછી, પાશ, ગદાદિ આયુધોથી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અપ્સરાઓ યુદ્ધ જોઈને યોદ્ધાઓ પર પુષ્ટવૃષ્ટિ કરવા લાગી. લક્ષ્મણ પરસેનારૂપ સમુદ્રને સૂકવવા વડવાનળ સમાન પોતે યુદ્ધ કરવા ઉદ્યમી થયા. લક્ષ્મણના ભયથી રથોના, અશ્વોના, હાથીઓના અસવાર દશે દિશામાં ભાગવા લાગ્યા. સાથે ઇન્દ્ર સમાન Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681