Book Title: Ram Charitra
Author(s): Ravishenacharya, 
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 613
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૨ એકસો પાંચમું પર્વ પદ્મપુરાણ આનાથી સમ્યકત્વમાં દૂષણ ઊપજે છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, મધ્યસ્થ આ ચાર ભાવના અથવા અનિત્યાદિ બાર ભાવના અથવા પ્રશમ, સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને શંકાદિ દોષરહિતપણું, જિનપ્રતિમા, જિનમંદિર, જિનશાસ્ત્ર, મુનિરાજોની ભક્તિથી સમ્યગ્દર્શન નિર્મળ થાય છે અને સર્વજ્ઞના વચન પ્રમાણ વસ્તુને જાણવી તે જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. જે કોઈથી ન સધાય એવી દુર્ધર ક્રિયાને-આચરણને ચારિત્ર કહે છે. ત્રણ સ્થાવર સર્વ જીવની દયા, સર્વને પોતાના સમાન જાણવા તેને ચારિત્ર કહે છે. પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, મનનો નિરોધ, વચનનો નિરોધ, સર્વ પાપક્રિયાના ત્યાગને ચારિત્ર કહે છે. સાંભળનારનાં મન અને કાનને આનંદકારી, સ્નિગ્ધ, મધુર, અર્થસંયુક્ત, કલ્યાણકારી વચન બોલવાં તેને ચારિત્ર કહીએ. મનવચનકાયથી પરધનનો ત્યાગ કરવો, કોઈની વસ્તુ દીધા વિના ન લેવી અને આપેલ આહાર માત્ર લેવો તેને ચારિત્ર કહીએ, દેવોથી પૂજ્ય અતિ દુર્ધર બ્રહ્મચર્યવ્રતનું પાલન તેને ચરિત્ર કહીએ, શિવમાર્ગ એટલે નિર્વાણના માર્ગને વિજ્ઞા કરનારી મૂચ્છ-મનની અભિલાષાનો ત્યાગ એટલે પરિગ્રહના ત્યાગને ચારિત્ર કહે છે. આ મુનિઓનો ધર્મ કહ્યો અને જે અણુવ્રતી શ્રાવક મુનિઓને શ્રદ્ધાદિ ગુણોથી યુક્ત નવધા ભક્તિથી આહાર આપે તેને એકદેશ ચારિત્ર કહીએ. પરદારા-પરધનનો પરિહાર, પરપીડાનું નિવારણ, દયાધર્મનું અંગીકાર કરવું, દાન, શીલ, પૂજા, પ્રભાવના, પર્વોપવાસાદિકને દેશચારિત્ર કહીએ. યમ એટલે જીવનપર્યત પાપનો પરિહાર, નિયમ એટલે મર્યાદારૂપ વ્રત-તપ ધરવાં, વૈરાગ્ય, વિનય, વિવેકજ્ઞાન, મન-ઈન્દ્રિયોના-નિરોધ ધ્યાન ઈત્યાદિ ધર્મના આચરણને એકદેશ ચારિત્ર કહીએ. આ અનેક ગુણોથી યુક્ત જિનભાષિત ચારિત્ર પરમધામનું કારણ કલ્યાણની પ્રાપ્તિ અર્થે સેવવાયોગ્ય છે. સમ્યગ્દષ્ટિ જે જીવ જિનશાસનનો શ્રદ્ધાની, પરનિંદાનો ત્યાગી, પોતાની અશુભ ક્રિયાનો નિંદક, જગતના જીવોથી ન સધાય એવા દુર્લર તપનો ધારક, સંયમનો સાધનાર જ દુર્લભ ચારિત્ર ધરવાને સમર્થ થાય છે. જ્યાં દયા આદિ સમીચીન ગુણ નથી ત્યાં ચારિત્ર નથી. ચારિત્ર વિના સંસારથી નિવૃત્તિ નથી. જ્યાં દયા, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ નથી ત્યાં ધર્મ નથી. વિષયકષાયનો ત્યાગ તે જ ધર્મ છે. શમ એટલે સમતાભાવ પરમશાંત, દમ એટલે મન-ઈન્દ્રિયોનો નિરોધ, સંવર એટલે નવીન કર્મોનો નિરોધ જ્યાં ન હોય ત્યાં ચારિત્ર નથી. જે પાપી જીવ હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રી સેવન કરે છે, મહાઆરંભી છે, પરિગ્રહી છે તેમને ધર્મ નથી. જે ધર્મના નિમિત્તે હિંસા કરે છે તે અધર્મી અધમગતિના પાત્ર છે. જે મૂઢ જિનદીક્ષા લઈને આરંભ કરે છે. તે યતિ નથી. યતિનો ધર્મ આરંભ પરિગ્રહથી રહિત છે. પરિગ્રહધારીઓને મુક્તિ નથી. હિંસામાં ધર્મ જાણી છે કાય જીવોની હિંસા કરે છે તે પાપી છે. હિંસામાં ધર્મ નથી, હિંસકોને આ ભવ કે પરભવમાં સુખ નથી. જે સુખ અર્થે, ધર્મને અર્થે જીવઘાત કરે છે તે વૃથા છે. જે ગ્રામ ક્ષેત્રાદિકમાં આસક્ત છે, ગાય-ભેંસ રાખે છે, મારે છે, બાંધે છે, તોડે છે, બાળે છે, તેમને વૈરાગ્ય ક્યાં છે? જે દયવિક્રય કરે છે, રસોઈ માટે હાંડી વગેરે રાખે છે, આરંભ કરે છે, સુવર્ણાદિક રાખે છે તેમને મુક્તિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681