________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો ચોથું પર્વ
૫૭૯ ત્યારે રામે કહ્યું કે તમે આટલા દયાળુ છો તો પહેલાં અપવાદ કેમ કર્યો? રામે સેવકોને આજ્ઞા કરી-એક ત્રણસો હાથ ચોરસ વાવ ખોદો અને સૂકાં લાકડાં, ચંદન અને કૃષ્ણાગુરુથી તે ભરો, તેમાં અગ્નિ સળગાવો, સાક્ષાત્ મૃત્યુનું સ્વરૂપ કરો. કિંકરોએ આજ્ઞાપ્રમાણ કોદાળીથી ખોદી અગ્નિવાપિકા બનાવી અને તે જ રાત્રે મહેન્દ્રોદય નામના ઉધાનમાં સકળભૂષણ મુનિને પૂર્વ વેરના યોગથી અતિરૌદ્ર વિદ્યુતવક્ર નામની રાક્ષસીએ ઉપસર્ગ કર્યો તે મુનિ અત્યંત ઉપસર્ગ જીતી કેવળજ્ઞાન પામ્યા.
(સકળભૂષણ કેવળીના પૂર્વભવ અને વેરનું કારણ) આ કથા સાંભળી શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછ્યું- હે પ્રભો! રાક્ષસી અને મુનિ વચ્ચે પૂર્વનું વેર કેવી રીતે થયું? ગૌતમ સ્વામીએ જવાબ આપ્યો-ડે શ્રેણિક! સાંભળ, વિજ્યાદ્ધગિરિની ઉત્તર શ્રેણીમાં ગુંજ નામનું નગર હતું. ત્યાં સિંહવિક્રમ રાણીના પુત્ર સકળભૂષણને આઠસો સ્ત્રીઓ હતી, તેમાં મુખ્ય કિરણમંડલા હતી. એક દિવસ તેણે પોતાની શોકયના કહેવાથી પોતાના મામાના પુત્ર હેમશિખનું રૂપ ચિત્રપટમાં દોર્યું તે જોઈને સકળભૂષણે કોપ કર્યો. ત્યારે બધી સ્ત્રીઓએ કહ્યું એ અમે દોરાવ્યું છે, એનો કોઈ દોષ નથી. આથી સકળભૂષણ કોપ ત્યજી પ્રસન્ન થયા. એક દિવસ આ પતિવ્રતા કિરણમંડલા પતિ સાથે સૂતી હતી કે પ્રમાદથી બબડી અને હમશિખ નામનો ઉચ્ચાર કર્યો. હવે આ તો નિર્દોષ, અને હેમશિખ પ્રત્યે ભાઈ જેવી બુદ્ધિ હતી, અને સકળભૂષણે બીજો ભાવ વિચાર્યો, રાણી પ્રત્યે ગુસ્સો કરી વૈરાગ્ય પામ્યા. રાણી કિરણમંડલા પણ આર્થિકા થઈ. પરંતુ તેના મનમાં પતિ પ્રત્યે દ્વેષભાવ રહ્યો કે આણે મને જૂઠો દોષ લગાડીને કલંકિત કરી. તે મરીને વિધતંક નામની રાક્ષસી થઈ તે પૂર્વના વેરથી સકળભૂષણ મુનિ આહાર માટે જતાં ત્યારે તે અંતરાય કરતી, કોઈ વાર મત્ત હાથીઓના બંધન તોડાવી નાખતી તેથી હાથી ગામમાં ઉપદ્રવ કરતા અને આમને અંતરાય થતો. કોઈ વાર એ આહાર માટે જતાં ત્યાં આગ લગાડી દેતી. કોઈ વાર ધૂળની વૃષ્ટિ કરતી, ઈત્યાદિ જાતજાતના અંતરાય કરતી. કોઈ વાર અશ્વનું કોઈ વાર વૃષભનું રૂપ લઈ તેમની સામે આવતી. કોઈ વાર માર્ગમાં કાંટા પાથરતી એમ આ પાપિણી કુચેષ્ટા કરતી. એક દિવસ સ્વામી કાયોત્સર્ગ ધારણ કરીને ઊભા હતા અને એણે અવાજ કર્યો કે આ ચોર છે તેથી એનો અવાજ સાંભળી, દુષ્ટોએ પકડીને તેમનું અપમાન કર્યું. પછી ઉત્તમ પુરુષોએ તેમને છોડાવ્યા. એક દિવસ એ આહાર લઈને જતા હતા ત્યારે તે પાપિણી રાક્ષસીએ કોઈ સ્ત્રીનો હાર લઈને તેમના ગળામાં નાખી દીધો અને બૂમો પાડી કે આ ચોર છે, હાર લઈ જાય છે. લોકો બૂમો સાંભળી આવી પહોંચ્યા, એમને પીડા આપીને પકડી લીધા. ભલા માણસોએ તેમને છોડાવ્યા. આ પ્રમાણે દૂર ચિત્તવાળી, દયારહિત સ્ત્રી પૂર્વના વેરથી મુનિને ઉપદ્રવ કરતી. ગઈ રાત્રિએ તે પ્રતિમાયોગ ધારણ કરીને મહેન્દ્રોદય નામના ઉધાનમાં બિરાજતા હતા ત્યારે રાક્ષસીએ રૌદ્ર ઉપસર્ગ કર્યો, વ્યંતર દેખાડ્યા; હાથી, સિંહ, વાઘ, સર્પ દેખાડ્યા, રૂપગુણમંડિત નાના પ્રકારની સ્ત્રીઓ દેખાડી, જાતજાતના ઉપદ્રવ કર્યા, પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com