Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 12
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હુરો, ભયભંજન ભગવાન. ૧૧ શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણકંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધા સમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97