Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 69
________________ Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates ૬૦ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય; જાતાં સદ્દગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળમાંહી. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97