________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯ પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તે નહીં તો કંઈ દુઃખરંગ. ૨
૪. જે ગાયો તે સઘળે એક,
સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧
મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્ય એક, લોકરૂપ અલોકે દેખ. ૨
જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય; ““ઉપાય કાં નહીં ?'' શંકા જાય. ૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com