________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
४८
( ૩૧ )
મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ; મૂળ૦ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ ૧
કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત: મૂળ માત્ર કહેવું પ૨મા૨થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા હૈ, એકપણે અને અવિરુદ્ધ; મૂળ જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ ૩
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ; મૂળ
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા હૈ, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ ૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com