________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
(૧૮) “સુખકી સહેલી હે, અકેલી ઉદાસીનતા,''
અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? ૧
જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય? ૨
જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉધોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત. ૩
કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪
આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫
(અંગત) વિ. સં. ૧૯૪૫
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com