Book Title: Rajpad
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 26
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સૂંઘવું, સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત-આવલી તે, ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ, યુવાની હણાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨ કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97