Book Title: Pundarik Shikhari Stotra Author(s): M A Dhaky Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 7
________________ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha આપણા પુંડરીકશિખરી સ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસન્તતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧મા) પદ્યમાં છન્દોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લું પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ “શ્રીમાન વિનવતાં જિનિયન્ત' છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા સ્તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેનાં થોડાંક ઉપયુકત પદ્યો ઉદ્ભૂત કરીશું : (છેલ્લામાં કર્તાનું અભિધાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंसः श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांध्रिकमलैर्यमलंचकार વિરપતિં તમ તવના त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेत: प्रसीदति विषीदति दुःखराशि: श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेर्विहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः॥ सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः यत्राम्बिका वितनुते किल सङ्घरक्षा श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणि विश्वाम्भोजविकासवासरमणिस्तौलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दष्टाष्टकर्मच्छिदे ।। પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં. બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુકત છે:” કાળનિર્ણય માટે બીજે પણ મુદ્દો છે. “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટીકા” અપનામ “શ્રી પુંડરીકશિખરીસ્તવ', જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)૫ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે.” પ્રસ્તુત બન્ને કૃતિઓ એક કર્તક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બન્ને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મુકવામાં કોઈ આપત્તિ નથી પોતાના ગચ્છ કે ગુર્નાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે રમા શ્લોકમાં ‘‘સૈન્ય તૈષ તકવિતાનવિન ચન્દ્રો મૂર્ણિમ:'' આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ વિજયચસૂરિ હોવાનું નિશ્ચિત થાય છે. વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અદ્યાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13