Book Title: Pundarik Shikhari Stotra
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249315/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા સં, મધુસૂદન ઢાંકી શત્રુંજયગિરિ-મહાતીર્થ પ્રતિ શ્રદ્ધાર્મિકલ્પકારો-પ્રબંધકાર વ્યતિરિકત મધ્યયુગના મુનિ તેમ જ કવિ-યાત્રિકોએ પણ તીર્થમાલાઓ, ચૈત્ય પરિપાટીઓ, વિવાહલાઓ, રાસો, સ્તોત્રો, સ્તુતિઓ, અને સ્તવનો દ્વારા વ્યકત કરી છે. આ અનુષંગે અગાઉ (સ્વ) શ્રીમદ્ વિજયધર્મસૂરિ, (સ્વ) મુનિ જિનવિજયજી, (સ્વ) પં. બેચરદાસ દોશી, (સ્વ) શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, (૩૦) ત્રિપુટી મહારાજ, (સ્વ) શ્રી સારાભાઈ નવાબ, (સ્વ) શ્રી અગરચંદ નાહટા, તેમ જ શ્રી ભંવરલાલ નાહટા સરખા જૈન ઇતિહાસ અને સાહિત્યના પર્યન્વેષકો દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રકાશિત થઈ ચૂકી છે. આમાંની ઘણીક કૃતિઓ શત્રુંજય પરનાં પુરાણાં જિનમંદિરોનાં ઇતિહાસ તેમ જ સ્થાન, કાળ, અને ત્યાં ઊભેલાં કુડીબંધ પશ્ચાત્કાલીન જિનાલયોની શ્રેણિઓ અને ઝુંડો વચ્ચેથી તારવવા-પ્રીછવામાં મદદગાર થાય છે. કાવ્યગત તત્ત્વો અને ભાષાકીય સામગ્રી ઉપરાંત ઈતિહાસમૂલક માહિતીનો સંભાર પણ એમાં સચવાયેલો હોઈ, આવી રચનાઓનું મૂલ્ય સ્પષ્ટત્યા ઊંચી કોટિનું રહે છે. શત્રુંજયસ્થિત દેવાલયો તથા પ્રસ્તુત તીર્થના ઐતિહાસિક ક્રમના અંકોડા મેળવવામાં તો આ કૃતિઓ એક બહુમૂલ્ય સાધન બની રહે છે. અહીં આવી એક (પ્રથમ દષ્ટિએ અજ્ઞાત કર્તાની) સ્તોત્રરૂપે રચાયેલી “શત્રુંજયતીર્થપરિપાટિમાં રજૂ કરીશું. - શત્રુંજય તીર્થનાં જિનભવનોના અનુલક્ષમાં અત્યાર સુધી મળી આવેલી ચૈત્યપરિપાટીઓ અને તત્સમાન કૃતિઓ પ્રાકૃતમાં, અને વિશેષે તો અપભ્રંશ મિશ્રિત જૂની ગુજરાતીમાં વામરુ-ગુર્જરભાષા (રાજસ્થાની-ગુજરાતી)માં, અને કોઈ કોઈ – ખાસ તો સત્તરમા સૈકાની રચનાઓ – પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવી ગુજરાતીના પ્રારંભકાળના રૂપમાં નિબદ્ધ થયેલી છે. અહીં પ્રગટ કરવામાં આવી રહેલી કૃતિ સંસ્કૃતમાં રચાયેલી છે; અને તેનો કાળ, આપણે આગળ જોઈશું તેમ, ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણ અંતર્ગત અંદાજી શકાતો હોઈ, તે અદ્યાવધિ ઉપલબ્ધ શત્રુંજય-વિષયક પ્રાચીનતર ચૈત્યપરિપાટિઓમાંની એક છે; અને એ કારણસર તેનું બેવડું મહત્ત્વ એવું વૈશિષ્ટય છે. પ્રસ્તુત સ્તોત્રરૂપ પરિપાટિનું સંપાદન પ્રારંભમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંથી મેળવેલી એક જ હસ્તપ્રત પરથી કરવામાં આવ્યું હતું. પાઠ તૈયાર થઈ ગયા બાદ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદની પ્રત ક્રમાંક ૨૮૪૧ શ્રી અગરચંદ નાહટાને જોવા આપવામાં આવેલી તે આવી જતાં તેની અંતર્ગત પ્રસ્તુત સ્તોત્ર પણ મળ્યું. પ્રસ્તુત પ્રત સં. ૧૪૭૩ | ઈ. સ. ૧૪૧૭ ની છે, જેને અહીં હવે “A” ની સંજ્ઞા આપી છે; અને પહેલાં ઉપયોગમાં લીધી તે પ્રતને 'B' ની સંજ્ઞા આપી પાઠનું મિલાન કરતાં ઘણાખરાં અલનો દૂર થવા પામેલાં છે. દ્વિતીય પ્રતના પાઠની મેળવણીમાં શ્રી લક્ષ્મણ ભોજકની મળેલી સહાયનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. આ પાઠ તૈયાર થયા પછી એકાદ વર્ષ બાદ લાદ. ભા. સં. વિ. ની મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ ૮૬૦૧ | ૩૧માં પણ આ સ્તોત્રનો મૂળ પાઠ મળી આવતાં તેનાં આવશ્યક પાઠાંતરો નોંધી લીધાં છે; બાકી રહેલાં થોડાં સ્કૂલનો પણ આ છેલ્લી પ્રતથી દૂર થઈ શકયાં છે. આ પ્રતને અત્રે 'C' ની સંજ્ઞા આપી છે. પ્રતોમાં કયાંક જોડણી અને વ્યાકરણના દોષો જોવામાં આવેલા, જે સંપાદન સમયે શ્રી લા. દ. ભા. સં. વિના તે વખતના આસ્થાન-વિદ્વાન (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહ, તથા પંહરિશંકર અંબાશંકર શાસ્ત્રીની સહાયતાથી ઠીક કરેલા’. ‘' હસ્તપ્રતલિપિ પરથી, તેમજ આનુષંગિક લેખન-પદ્ધતિનાં લક્ષણો પરથી શ્રી. લાદ. ભા. સં. Page #2 -------------------------------------------------------------------------- ________________ Vol. 1-1995 શ્રી પુંડરીકશિખરીરનોઝ અપરનામ.. ૩૫ વિ. ના મધ્યકાલીન પશ્ચિમી લિપિના નિષ્ણાતો -- શ્રી જેસિંગભાઈ ઠાકોર, શ્રી ચીમનલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજક – દ્વારા સોળમા શતકની હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રતમાં કેટલેક સ્થળે કંસારીએ કાણાં પાડેલાં છે અને કયાંક કયાંક અક્ષરો ઘસાઈ ગયા છે; તેમજ છેલ્લે એક સ્થળે ચારેક અક્ષરોવાળો ભાગ ખવાઈ ગયો છે. આ ક્ષતિઓ છોડતાં પ્રત એકદરે સ્પષ્ટ અને સુવાચ્ય જણાઈ છે". “A” પ્રત પ્રાચીન હોવા છતાં તેમાં પદ્ય ૧૨, ૧૪, અને ૨૩ લુપ્ત થયેલાં જોવા મળ્યાં, જ્યારે શ્લોક ૨૨માં પહેલું પદ છોડતાં બાકીનાં ચરણ ઊડી ગયાં છે. આ ક્ષતિઓ છોડતાં એકંદરે તેનો પાઠ શુદ્ધ જણાયો છે. રચનાને સ્તુતિકારે આખરી શ્લોકમાં પુંડરીકશિખરીસ્તોત્ર અભિધાન આપ્યું છે; પણ સમાપ્તિમાં લિપિકારે 'B' માં શત્રુંજય ચૈત્યપરિપાટિ કહી છે, જ્યારે “A' માં પ્રતિ-સમાપ્તિ સ્થળે શત્રુંજય મહાતીર્થ પરિપાટિકા એવું અભિયાન આપ્યું છે. “C' પ્રત વિશેષ શુદ્ધ જણાઈ છે, અને લિપિને આધારે તે પણ પંદરમા શતક જેટલી પુરાણી જણાઈ છે. સ્તોત્રકાર મધ્યકક્ષાના કહી શકાય તેવા, પણ સારા કવિ છે. પ્રસ્તુતીકરણમાં ક્લિષ્ટતા આપ્યા સિવાય વસ્તુની કાવ્યદેહમાં ગૂંથણી કરી શકયા છે. તદતિરિક શત્રુંજયનાં દેવભવનોનો તત્કાલીન સ્થાનક્રમ બરોબર જળવતા રહી, કાવ્યના પ્રવાહને સરળતાથી વહેવા દીધો છે. કૃતિનાં છંદોલય તે કારણસર સ્વાભાવિક લાગે છે. અલંકારનાં પણ પ્રાચર્ય કે અતિરેક નથી, કે નથી તેનો અનાવશ્યક પ્રયોગ : આથી સ્તોત્ર સુવાચ્ય અને સારલ્યમધુર પણ બન્યું છે. છવ્વીસ શ્લોકમાં પ્રસરતા આ તીર્થ-કાવ્યનો છેલ્લો શ્લોક શાર્દૂલવિક્રીડિત, અને બાકીનાં સર્વ પદ્યો વસન્તતિલકા છંદમાં નિબદ્ધ છે. બીજા પદ્યનું છેલ્લું ચરણ “માનસી વિનયતા વિપુણ્ડીઝ:” પચીસમા શ્લોક પર્વતના તમામ પધોમાં પુનરાવર્તિત થાય છે, અને એથી લયનો સળંગસૂત્રી દોર જળવાઈ રહે છે : આથી પ્રત્યેક વાત નોખી પણ તરી આવે છે, અને તે બધી પર વાચકનું ધ્યાને અલગ અલગ રીતે લક્ષિત બને છે. પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ – તીર્થનાયક શ્રીમધુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કરી, યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વામ્ભટ્ટકારિત ત્રિભુવનવિહારના ભૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ કારિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતા (મંત્રી આશુક નિમપિત) શ્રી નેમિજિનને વાંદી શિખર પર પહોંચે છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનના મંત્રી વાભેટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચને કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫). તે પછી “કપૂર-ધવલ” (શ્વેત આરસની) આદિ જિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ “અમૃતપારણ' (તોરણોની વાત કહી (૬), તીર્થાધિપતિને ઉદ્દબોધતા સ્તવનાત્મક ઉદ્દગારો કાઢી (૭), જાવડસાહ વિ. સં. ૧૮માં કરાવેલ બિંબ-સ્થાપનાની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮). ત્યાર બાદ યુગાદિરાજના મમ્માણ-મણિ પર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જ્યોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિષેની પારંપરિક અનુકૃતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવાડિસાહે કરાવેલ યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧). યુગાદિના મૂલત્ય વિષે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગાર (સમરાસાહ)ના કરાવેલા શ્રી પાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાકમથી આગળ ચાલતાં ઇક્વાકુ-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિકોટી મુનિઓની પ્રતિભાવાળા (મંત્રી પૃથ્વીધર-નિમપિત) કોટાકોટી ચૈત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વિસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યાર બાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેપમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયું ચૈત્યવૃક્ષ પ્રિયાલ એટલે કે રાજાદની વા રાયણવાળા સ્થળે (નાગ અને મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલા Page #3 -------------------------------------------------------------------------- ________________ સંત મધુસૂદન ઢાંકી Nirgrantha સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યાર બાદ અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવં લેપમયી પ્રતિમાઓના (સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯). આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા (મંત્રી વસ્તુપાલ કારિત) સત્યપુરાવતાર વીર અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને (વસ્તુપાલ કારિત) ગિરનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થાંવતાર મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨૧). ૩ આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ શ્રૃંગનાં સૌ ચૈત્યસ્થાનો વિષે આટલી વાત થઇ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર શૃંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મન્ત્રીના) સ્વર્ગારોહણપ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમનાં (ચકચકિત) ખડ્ગમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણમી (૨૨), ત્યાંથી આગળ વધતાં દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત મોડમા જિન (શાંતિનાથ), પ્રથમાર્હત્ (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્ર(નાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩). છેલ્લે જિનમાતા મરુદેવી અને સંઘરક્ષક કપર્દિયક્ષ (નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪), યાત્રાળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વકતવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થંવર્ણનમાં દક્ષિણ શ્રૃંગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળ વિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઇદ્રમંડપ, તેમ જ બંધુદ્ધયે બંધાયેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રાકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિન પ્રતિમાઓ અને પ્રતિમા–ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દૃષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોયŕ. હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિષે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઇ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે કેટલાંક ચોકકસ પ્રમાણો તો તેના અંતરંગની વસ્તુમાંથી મળી રહે છે, જે વિષે હવે ક્રમબદ્ધ જોઇએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાગ્ભટ્ટે ઈ સ ૧૧૫૭માં કરાવેલ તીર્થોદ્વારનો ઉલ્લેખ છે, અને જોકે સમરાસાહે ઈ સ ૧૩૧૫માં કરાયેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ સમરામરના પાર્શ્વનાથ-ભવન(દેસલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ સ ૧૩૧૫ બાદની કરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જાવડિસાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દૃષ્ટિએ સ્તવ-રચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧થી લઈ ૧૨૩૨ સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નૈમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવં નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં (લલિતાસરની પાળે વસ્તુપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બંધુ તેજપાળે (શત્રુંજય પર અનુપમાસરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ શ્રૃંગ પરના ‘પ્રથમાહત’ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઇ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસનના તેરમા શતકના અન્તે કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના તેરમા શતકના અન્ત બાદ થઇ હોવી ઘટે: અને સ્તોત્રકારે વર્ણવેલ પ્રસ્તુત ** Page #4 -------------------------------------------------------------------------- ________________ Vol. 1.1995 શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... ૩૭ ઘણાંખરાં મંદિરો ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર સમયે જે પુન:નિર્મિત યા પુનરુદ્ધારિત થયેલાં તે જ હોઈ શકે. (૩) સમરાસાહના ઈ. સ. ૧૩૧પના ઉદ્ધાર પછી થોડાંક જ વર્ષોમાં, ઈ. સ. ૧૩૨૦-૨૫ના ગાળામાં ત્યાં આગળ નિર્માયેલી ખરતર વસહી’નો તેમાં ઉલ્લેખ નથી. (આ ખરતર-વસહીનાં રચનાકૌશલ, એની સ્થાપત્યચારતા અને વાસ્તવિગતો, તેમ જ ગુણવત્તા વિષે ચૌદમા શતકથી લઈ સત્તરમી સદી સુધીના લગભગ બધા જ ચૈત્યપરિપાટિકારો પરિપાટિની મર્યાદામાં રહી, કહી શકાય તેટલું કહી છૂટ્યા છે. આથી આ સ્તોત્ર ખરતર-વસહીના નિર્માણકાળ પૂર્વનું ઠરે છે. (૪) જિનપ્રભસૂરિએ સં. ૧૮૫ / ઈસ. ૧૩ર૯માં રચેલ “શત્રુંજયક૯૫” અને આ ‘પુંડરીકગિરિ શિખરિસ્તોત્ર' વચ્ચે કેટલુંક ધ્યાન ખેંચે તેવું ભાષા અને તથ્યગત સામ્ય છે (જે મૂળપાઠની પાદટીપોમાં દર્શાવવામાં આવ્યું છે.) આ આશ્ચર્યજનક સમતા વિશે આ પળે વિશેષ વિચારવું ઘટે. જિનપ્રભસૂરિનો આ સુવિખ્યાત “કલ્પ” ઈસ. ૧૩રલ્માં પૂર્ણ થયો હોવા છતાં તેમાં અપાયેલી ચૈત્યવિષયક હકીકતો પ્રાય: ભંગ પૂર્વેની સ્થિતિનો નિર્દેશ કરે છે. સમરાસાહ અને તેમના સમકાલિકોએ ત્યાં પુનરુદ્ધાર વખતે શું શું કર્યું, તેમ જ પ્રસ્તુત ઉદ્ધાર પછી ત્યાં થોડા સમયમાં જ બનેલી ખરતર-વસહી તથા ખરતરગચ્છાધિપતિ જિનકુશલસૂરિની આમન્યાવાળા શ્રાવકોએ સં. ૧૩૭૯-૮૨ (ઈ. સ. ૧૩૨૩-૨૬) વચ્ચે કરાવેલાં કેટલાંક મહત્ત્વપૂર્ણ જિનભવનો (જે આજે પણ વિદ્યમાન છે,)* તેનો કલ્પમાં બિલકુલ ઉલ્લેખ નથી; કલ્પકાર જિનપ્રભસૂરિ પોતે ખરતરગચ્છની લઘુશાખાના એક અગ્રગણ્ય આચાર્ય હોવા છતાં ! આથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તે કાળે વિદ્યમાન ચૈત્યો વિષે જે કંઈ લખ્યું છે તે તેઓએ ભંગ પૂર્વે કરેલી, કદાચ તેરમા શતકમાં અંતિમ વર્ષો દરમિયાન, કે ચૌદમા શતકનાં આરંભિક વર્ષોમાં કરેલી યાત્રા સમયે (અને નિવાસ સમયે) ત્યાં જે જોયું હશે તેનું યથાસ્કૃતિ અને યથાવત્ વર્ણન છે. આથી આપણા આ સ્તોત્રના કર્તાએ, અને જિનપ્રભસૂરિએ ગિરિવર પર જે જોયું હતું તેનો કાળ તદ્દન સમીપ આવી જાય છે. પણ આ નિર્ણય સામે એક અન્ય મુદ્દો છે તે પણ લક્ષમાં લેવો ઘટે. સ્તોત્રકાર આદીશ્વરના મંદિર પાસે વીસ વિહરમાન જિનના મંદિરનો ઉલ્લેખ કરે છે, જેનો વસ્તુપાળ-તેજપાળ તેમ જ મંત્રી પીથડ તેમ જ સંઘપતિ પેથડ (સરવાળા) સંબંધી સાહિત્યમાં, કે જિનપ્રભસૂરિના “ક૫''માં પણ ઉલ્લેખ નથી. ઉપકેશગચ્છીય કકકસૂરિ વિરચિત નાભિનન્દનજિનો દ્વારપ્રબ (સં. ૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭)માં સમરાસાહે કરાવેલ તીર્થોદ્ધારનું તાદશ અને વિગતપૂર્ણ વિવરણ કર્યું છે. તેમાં પાટણમાં ઉપાશ્રયે સમરાસાહ ગચ્છાતિ સિદ્ધસેનસૂરિને, પ્રતિષ્ઠા પૂર્વે ડુંગર પર જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં પોતે અને અન્ય શ્રાવકોએ શું શું કરાવ્યું, તેની વાત કરે છે, તેમાં તેઓ કહે છે કે “(આદિ)જિન (ભવનના) પાછળના ભાગમાં વિહરમાન અહંતોનું “નવું” ચૈત્ય પણ કરાવ્યું છે: યથા : तथा विहरमाणानामर्हतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्टतः ।। - नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४/२०७ અહીં “ના” નો અર્થ ‘પૂર્વે અસ્તિત્વમાં હતું નહીં તેવું કરીએ તો આ ચૈત્ય શત્રુંજય પર ભંગ પછી પહેલી જ વાર બન્યું એમ ઘટાવી શકાય; અને વાસ્તવમાં જે તેમ જ હોય તો સાંપ્રત સ્તોત્ર તેની નોંધ લેતું હોઈ, તે ઈ. સ. ૧૩૧૫ બાદનું હોવા વિષે એક વિશેષ પ્રમાણ મળી રહે : પણ જે તે ઈ. સ. ૧૩૧૫ પછી રચાયું હોય અને તેમાં ઉદ્ધાર દરમિયાન રચાયેલા આ સંભાવ્ય નવા મંદિરનો ઉલ્લેખ થઈ શકતો હોય, તો સમરાસાહના ઉદ્ધાર જેવી મહત્ત્વની બાબતનો સીધો ઉલ્લેખ કરવાનું કેમ રહી જાય ? જોકે એ મુદ્દો તો સ્તોત્રકારને એ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઠીક નહીં લાગ્યું તેટલું જ બતાવી રહે છે. “નવા” શબ્દથી પૂર્વનું ખંડિત થયેલું મંદિર ફરીને બતાવ્યું હોય તેમ પણ અભિપ્રેત હોઈ શકે. આના સમર્થનમાં પ્રબન્ધકાર અષ્ટાપદની થયેલી નવરચના વિષે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંત મધુસૂદન ઢાંકી Nirgrantha જે કહે છે તે જોઈએ. અષ્ટાપદપ્રાસાદ આદીશ્વરની જમણી બાજુએ મૂળ વસ્તુપાળનો કરાવેલો હતો તેમ આપણે જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (સં૧૪૯૭ | ઈસ. ૧૪૪૧) પરથી જાણીએ છીએ. જિનપ્રભસૂરિ પણ તે શનિચૈત્યની પાછળ હતું તેવો ઉલ્લેખ કરે છે. હવે આ અષ્ટાપદપ્રાસાદને પણ “નવો કરાવ્યો” એવું વિશેષાભિધાન પ્રબન્ધકાર કકકસૂરિ આપે છે : तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक्त देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ।। - नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४/२०५ આથી “નવા” શબ્દથી ‘અભિનવ પ્રાસાદ' નહીં પણ મુસલમાનોએ તોડેલ અગાઉના મંદિરને કાઢી નાખી પુનરુદ્ધારમાં નવું જ દેવકલ્પ ઊભું કરાવ્યાનો આશય અભિપ્રેત માનવો ઘટે. આથી વીસ વિહરમાન જિનનું ભવન પણ ભંગ પૂર્વે હસ્તીમાં હતું તેમ માનવાને કારણ રહે છે. ધર્મઘોષસૂરિના ગચ્છના આનન્દસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની સં૧૩૨૬ | ઈ. સ. ૧૨૭૦ની કૃતિમાં ‘‘મ સ્તૌષિ વિદાઇન નિનામ્ મંથરાનાદ્યાન'' એવો ઉલ્લેખ આવતો હોઈ તીર્થભંગથી ૪૩ વર્ષ પૂર્વે, અને વસ્તુપાલ-તેજપાલના જમાના પછી, વિસવિહરમાનનું મંદિર બંધાઈ ચૂકયું જણાય છે. સ્તોત્રકાર ત્યાં ગયા ત્યારે તે મંદિર નવનિર્મિત રૂપે વિધમાન હતું તેવો ઈંગિતાર્થ નીકળી શકે. જોકે શત્રુંજય જેવા મહાતીર્થની યાત્રા જિનપ્રભસૂરિએ પોતાના પાછોતરા કાળમાં, ઈ. સ. ૧૩૨થી થોડુંક જ પહેલાં, કરી હોય તેમ માની શકવું મુશ્કેલ છે. આ યાત્રા તેમણે સાધુપણાની શરૂઆતનાં વર્ષોમાં જ કરી લીધી હોવી જોઈએ. તેમના કલ્પલેખનનો કાળ (જિનવિજયજી અંદરના પ્રમાણોથી અંદાજે છે તેમ) ઈ. સ૧૩૪ પહેલાં શરૂ થઈ ઈ. સ. ૧૩ર૯ વા ૧૩૩૩ પછી પણ ચાલુ રહ્યો હશે". એમ લાગે છે કે તેઓ શત્રુંજય પર યાત્રાર્થે પોતાના સાધુપણાનાં આગલાં વર્ષોમાં, અને એથી તેરમા શતકનાં અંતિમ વર્ષો આસપાસ ગયા હશે કે પછી ચૌદમા શતકની શરૂઆતમાં. તીર્થભંગ અને પુનરુદ્ધાર વિષે તેમણે જે લખ્યું છે તે તેમના “શત્રુંજયકલ્પ"ને છેવાડે જ આવે છે, અને તે ત્યાં તાજા કલમ” (postscripn) રૂપે હોય તેવો ભાસ ઊઠે છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર પર્વત પર ગયા ત્યારે વીસ વિહરમાનનું એ મંદિર ફરીને બની ચૂકેલું તે તો નિર્વિવાદ છે. એથી સ્તોત્રકાર ત્યાં જિનપ્રભસૂરિ ગયા તે પછીના (જોકે સમીપના) કાળમાં, તીર્થના પુનરદ્વાર બાદ, ગયા હશે અને ત્યારે તેમણે એ વીસ વિહરમાન જિનનું મંદિર જોયું હશે : અને જિનપ્રભસૂરિ આ મંદિરની નોંધ લેવી ભૂલી ગયા લાગે છે. સ્તોત્ર, વર્ણિત ચૈત્યોના પહાડ પર પ્રસ્તુત કાળ-ખંડની પરિસ્થિતિ રજૂ કરતું હોવાની સંભાવના સ્થાપિત કરીએ તો તે અનુચિત નહીં ગણાય; અને એથી સ્તોત્રકારની વિદ્યમાનતાનો કાળ તેરમા શતકના અંતિમ ચરણથી લઈ ચૌદમા શતકના પહેલા ચરણનાં વર્ષોમાં હોવાનું માની શકાય. હવે છેલ્લો મુદ્દો જોવાનો છે તે જિનપ્રભસૂરિ વિરચિત “શત્રુંજય તીર્થકલ્પ" અને આ “પરિપાટિકા' વચ્ચે રજૂઆતમાં દેખાતું સામ્ય. ઘડીભર એમ લાગે કે બેમાંથી એક બીજાની કૃતિ જોઈ હશે. જે સ્તોત્રકારે “કલ્પ” જોયો હોય તો તે ૧૩૩૩ બાદ કેટલોક કાળ વીત્યે જ બની શકયું હોય. પણ ખરેખર ક૯૫ તેમને ઉપલબ્ધ હોય તો તેમાં બીજી કેટલીક ઉપયોગી વાતો છે તેનો પણ સમાવેશ સ્તોત્રમાં થયો હોત. ઊલટ પક્ષે સ્તોત્રને જો જિનપ્રભસૂરિએ જોયું હોત તો સ્તોત્રમાં આપેલ “વીસવિહરમાનજિન'ના મંદિરની નોંધ લેવી તેઓ ચૂકે નહીં. બંનેનાં કથન વચ્ચે સમાનતા દેખાવાનાં કારણોમાં તો સામગ્રીની સમાનતા, ડુંગર પર અવસ્થિત દેવભવનોનાં પારસ્પરિક સુનિશ્ચિત સ્થાન, અને ખાસ કરીને આદીશ્વરની ટ્રકનો પ્રદક્ષિણાક્રમથી નિશ્ચિત બનતો, પરંપરાગત ભ્રમણમાર્ગ, અને બન્ને લેખકોનું સમકાલ– ઈત્યાદિ કામ કરી ગયા હશે તેમ માનીએ તો તે અવાસ્તવિક નહીં ગણાય. આ સ્તોત્રના કર કોણ હશે તે વિષે વિચાર કરવાનો કેટલાક કારણોસર અવકાશ રહે છે. યુગપ્રધાન આચાર્યવર Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પનાં (સ્વ૰) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધૃત પદ્યો જોતાં પુંડરીક શિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જેવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતાં પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ : Vol. 1-1995 નામેન્દ્ર-ચન્દ્ર-પ્રમુÎ: પ્રથિતપ્રતિષ્ઠ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिरिव मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ||१०|| श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुते स्म यत्र श्रीमानसी विजयतेऽर्बुदशैलराजः ||१५|| चैत्येऽत्र लुणिगवसत्यभिधानके त्रि पंचाशता समधिका द्रविणस्य लक्षैः । कोटीर्विवेच सचिवस्त्रिगुणश्चतस्रः । ૩૯ श्रीमानसी विजयतेऽर्बुदशैलराजः ॥ १६ ॥ કલ્પમાં પદ્માન્તે આવતું છેલ્લું પદ શ્રીમાનતૌ વિનયતેવુંવરીનાખઃ શિખરીસ્તોત્રના અંતિમ ચરણ શ્રીમાનસૌ વિષયમાં શિરિપુઙી: ના પ્રતિઘોષ શું ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીકશિખરીસ્તોત્ર પણ ‘સોમસુંદરસૂરિ-કર્તૃક હશે: અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિ સં૰ ૧૪૫૨-૧૪૯૯ / ઈ સ ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટિકાસ્તોત્ર પંદરમા શતકના પૂર્વાર્ધમાં અને ઇ. સ. ૧૪૪૩ પૂર્વે કયારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ચૌદમા શતકની ખાસ રચનાઓ — ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઇત્યાદિ નો, તેમજ ચૌદમા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અર્બુદગિરિકલ્પ માટે આદર્શ રૂપ રાખી રચના કરી છે. આથી પુંડરીકશિખરીસ્તોત્ર પંદરમા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને પંદરમા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે. તેમાં એક તો છે સં ૧૫૦૩ / ઇ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસપ્તતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને ‘‘યતઃ’” કહી ઉષ્કૃત કરેલું જોવા મળે છે. બીજો સન્દર્ભ છે રત્નમંદિરગણિના સં ૧૫૧૭ / ઈ સ ૧૪૬૧ આસપાસ રચાયેલાં ઉપદેશતરંગિણી ગ્રંથમાં": તેમાં અહીંના પદ્ય ‘૮' નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય ‘૧૧’નું ત્રીજું પદ (ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર પંદરમા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્વદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુકત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિષે ભાળ મળતી નથી. કિન્તુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચન્દ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે``. તેની શૈલી બિલકુલ Page #7 -------------------------------------------------------------------------- ________________ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha આપણા પુંડરીકશિખરી સ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસન્તતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧મા) પદ્યમાં છન્દોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લું પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ “શ્રીમાન વિનવતાં જિનિયન્ત' છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા સ્તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેનાં થોડાંક ઉપયુકત પદ્યો ઉદ્ભૂત કરીશું : (છેલ્લામાં કર્તાનું અભિધાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंसः श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांध्रिकमलैर्यमलंचकार વિરપતિં તમ તવના त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेत: प्रसीदति विषीदति दुःखराशि: श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेर्विहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुजयन्तः॥ सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः यत्राम्बिका वितनुते किल सङ्घरक्षा श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणि विश्वाम्भोजविकासवासरमणिस्तौलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दष्टाष्टकर्मच्छिदे ।। પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં. બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુકત છે:” કાળનિર્ણય માટે બીજે પણ મુદ્દો છે. “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટીકા” અપનામ “શ્રી પુંડરીકશિખરીસ્તવ', જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)૫ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે.” પ્રસ્તુત બન્ને કૃતિઓ એક કર્તક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બન્ને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મુકવામાં કોઈ આપત્તિ નથી પોતાના ગચ્છ કે ગુર્નાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે રમા શ્લોકમાં ‘‘સૈન્ય તૈષ તકવિતાનવિન ચન્દ્રો મૂર્ણિમ:'' આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ વિજયચસૂરિ હોવાનું નિશ્ચિત થાય છે. વિજયચન્દ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દષ્ટિએ એ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અદ્યાવધિ અજ્ઞાત વિજયચન્દ્ર જણાય છે'. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ... પં બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદ્દનુસાર પુંડરીકશિખરીસ્તવના કર્તા પણ વિજયચન્દ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઇસ્વી ૧૩૧૫-૧૭૨૦ના ખસાનો, એટલે કે સમાશાહના ઈ. સ ૧૩૧પના પુનરુદ્વાર અને ખરતવસહીની રચના પ્રાયઃ ઇસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે. Vol. 1-1995 ટિપ્પણો : ૧. આ વિષે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઇ અહીં વિશેષ કહીશ નહીં. દ. એન. ૩. એજન. ૪. અને પંડિતવર્ષોનો ખીં સહર્ષ બાબાર માનું છું, ૫. પ્રત નં ૧૨૧૩૨. મૂળ પ્રતિ ધીરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાન્તિવિજયજી "જૈન દાનભંડારની છે. ૪૧ ૧. એકાદ જોડીદોષ સાદીય ‘B' પ્રત્તમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે "ગિરિ' ને બદલે 'ગરિ'. આ લરિયાની પોતાની ખાસિયત જણાય છે. છે. મેરાણી ખાણનો, ધવલ ધમ્માણશિયાના, ઉલ્લેખ તૈયાૌદમા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ દ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. ખાના વિષે સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકષ્ઠિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવલ્પક છે. ૧૦. જુઓ નાભિનન્દનજિનોદ્વારપ્રબન્ધ, સં સં ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮પ, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩, પૃ૦ ૫૪૦. ૧૧. જુઓ, આ અંકમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું ‘શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.' ૧૨. વિવિધ તીર્થધત્વ, સં૰ જિનવિજય, સિંધી જૈન ગ્રન્થમાલા, શાન્તિનિકેતન ૧૯૭૪, પૃ૦ ૨. ૧૩. જુઓ એમનો લેખ, ‘‘આવુ તીર્થ ની પ્રાચીનતા,’” પ્રવન્ય-પાનિાત, અજમેર ૧૯૬૬, પૃ૦ ૩૧૧-૩૧૩. સૂરીશ્વરનો પૂરો ''અનુંવગિરિત્ત્વ'' મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિષે માહિતી મહીં શકી નથી. ૧૪. સં૰ મુનિ ચતુર્વિધ∞, (પ્ર જૈન આત્માનંદ સભા), ભાવનગર જિ સં. ૧૯૯૧ (ઇં સ૦ ૧૯૫૬), પૃ ૩ર, ૧૫. પ્ર યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વીર સં૰ ૨૪૩૭ (ઈ સ૦ ૧૯૧૦), પૃ ૧૩૨. પં લાલચંદ ગાંધીએ આ બંને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંકયા છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત "શ્રી શયતીર્થનો ઉદ્ધારક અમરસિંહ, વડોદરા ૧૯૬૩, પૂ ૫૪ (પાદટીપ ૩) તથા પુઃ પરત (પાદટીપ ૧૨). ૧૬. શ્રી વિજચચંદ્રસૂતિવિરચિત શ્રીવિતાચલ ચૈત્યપરિપાટી સ્તવન," Aspects of ninjogy, vol II, P. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, પૃ ૧૧૭-૧૧૨, ૧૭. એજન, પૃ ૧૨૨, ત્યાં સુગ્ધરાછન્દનો પ્રયોગ થયેલો છે. ૧૮. એન્જન, પૃ ૧૧૭, ૧૯, ૨૦, ૨૧. એજન. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સં મધુસૂદન ઢાંકી श्रीपुण्डरीकशिखरिस्तोत्रम् (श्रीशत्रुञ्जयचैत्यपरिपाटी) ( वसन्ततिलका) नम्रन्द्रमण्डलमणिमयमौलिमाला मीलन्मरीचिचयचुम्बितपादपीठम् । नत्वा युगादिजिनमादिमतीर्थराजं शत्रुञ्जये गिरिपतिं प्रयतः स्तवीमि ॥१॥ पुण्यं चिनोति नरजन्मफलं तनोति पापं लुनाति नयनानि सतां पुनाति । दूरेऽपि दर्शनपथं समुपागतो यः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२|| श्रीपादलिप्तपुरपावन पार्श्वनाथ श्रीवर्धमानजिनराजयुगं नमन्ति । नेमीश्वरं च भविका यदधोविभागे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥ ३॥ श्रृड्गं च यस्य भविका अधिरूढवन्तः प्रासादपङ्क्तिममलामवलोकयन्तः । लोकोत्तरं किमपि सौख्यमहो ! लभन्ते श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥४॥ लक्षत्रयीविरहिता द्रविणस्य कोटी स्तिस्रो विविच्य किल वाग्भटमन्त्रीराजः । यस्मिन्युगादिजिनमन्दिरमुद्दधार' श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ||५|| कर्पूरपूरधवला किल यत्र द्रष्टा मूर्ति: प्रभोजिनगृहे प्रथमप्रवेशे । सम्यग्दृशाममृतपारणमातनोति' श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ॥ ६ ॥ श्रीमूलनायकजिनः प्रणतः स्तुतो वा संपूजितश्च भविकैर्भवकोटिबद्धम् । यत्रोच्छिनत्ति सहसा किल कर्मजालं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥७॥ Nirgrantha Page #10 -------------------------------------------------------------------------- ________________ Vol. 1-1995 શ્રી પુંડરીકશિખરિસ્તોત્ર અપરનામ... अष्टोत्तरे च किल वर्पशते व्यतीते श्रीविक्रमादथ बहुद्रविणव्ययेन । यत्र न्यवीविशत् जावडिरादिदेवं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥८॥ मम्माणनाममणिशैलतटीसमुत्थ ज्योतीरसाख्यवररत्नमयश्च यत्र । दृश्योप्यपूर्व इव भाति युगादिदेवः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||९|| यत्रार्चिते भगवतीह करौ कृतार्थी वाणी स्तुते च सफला प्रणते च भालम् । द्रष्टव्यदर्शनफले नयने च दृष्टे श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ||१०|| यत्रादिमो भगवतः किल दक्षिणाङ्गे बामे च जावडिनिवेशितमूर्तिरन्यः । श्रीपुण्डरीकयुगलं भवभीतिभेदि ' श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ॥११॥ यत्राद्यदेवगृहदक्षिणबाहुसंस्थं श्री पार्श्वनाथभवनं समरागरस्य । पुण्यप्रकर्षमिवविश्वकृतः प्रमोदं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१२॥ इक्ष्वाकु-वृष्णिकुलजामुनिकोटिकोट्यः संख्यातिगाः शिवसुखनियमत्र भेजुः । इत्याह यत्र तिलकं किल कोटिकोट्यः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||१३|| चन्द्रानन - प्रभृतिनित्यजिनान्वितानां सद्विशतेर्विहरतां जिनपुङ्गवानाम् । यत्रोच्चकैर्भुवनमस्ति निरस्तदोषं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१४॥ पञ्चापि पाण्डुतनया सहिता जनन्या कुन्ताख्यया शिवमगुः शिखरे यदीये । तन्मूर्त्तय: षडिति शासति यत्र लेप्या: " श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ॥ १५ ॥ ४३ Page #11 -------------------------------------------------------------------------- ________________ ४४ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha यत्र प्रियालुरिति चैत्यतरुचिरंत: श्रीसंघपुण्यमहिमाद्भत दग्धवर्षाम् ।' शस्तं समस्त्यनुपमाख्यसरोवरं च श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१६॥ श्रीपादुकां भगवतः प्रणिपत्य यत्र भालस्थले तिलकिता नखजैर्मयूखैः । भव्या भवन्ति सुभगाः शिवसौख्यलक्ष्म्याः । श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१७॥ हिंसाजुषोऽपि पशवोऽपि मयूरमुख्या: स्पृष्ट्वा यदीयशिखरं परिपूतदेहाः । आस्वादयंते तरसा सुरसंपदोऽपि श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१८॥ द्वाविंशतिर्जिनवरा अजितादयस्ते स्वस्वप्रभान्वितसपादुकलेप्यबिम्बैः । अत्रैयरुः श्रुतिमति द्रढयन्ति यत्र श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१९॥ वामे च पार्श्व इह सत्यपुरावतार: स्याद् दक्षिणे शकुनिकाङ्कितः सद्विहारः। अष्टापदो भगवतः किल यत्र पृष्ठे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२०॥ नन्दीश्वरस्य गिरिनारगिरीश्वरस्य श्रीस्तम्भनस्य भविका अवतारतीर्थम् । संवीक्ष्य यत्र परमां मुदमुवहन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२१॥ स्वर्गाधिरोहभवने जगतां कृपालु यंत्र प्रभुर्विनमिना नमिना च सेव्यः । तत्खा बिम्बनकृताऽपररूपयुग्म: श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२सा श्रीषोडशो जिनपति: प्रथमो जिनेश: श्रेयांसनेमिजिनवीरजिनेन्द्रमुख्याः । श्रृङ्गं द्वितीयमिह यत्र पवित्रयन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२३॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ Vol. 1-1995 શ્રી પુંડરીકશિખરિસ્તોત્ર અપરનામ... त्रैलोक्यलोचनचकोरक चन्द्रिकाभा सुस्वामिनी शिवगता मरुदेवीनाम्नी । यत्र प्रयच्छति निजं सुखसंविभागं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥ २४॥ यत्रैष भव्यजनकल्पितकल्पवृक्षश्रीसङ्घरक्षणमहर्निशबद्धकक्षः । अष्टासु दिक्षु वितनोति कपर्दियक्षः श्रीमानसी विजयतां गिरिपुण्डरीकः ||२५|| (शार्दूलविक्रीडितम्) इत्येवंविधपुण्डरीकशिखरीस्तोत्रं पवित्रं मुदा श्रीमन्नाभिनरेन्द्रनन्दनजिन ध्यानैकतानव्रतः । श्रद्धाबन्धुरमानसः पठति यः सन्ध्याद्वये नित्यशः स्थानस्थोपि निरन्तरं स लभते सत्तीर्थयात्राफलम् ॥ २६॥ ॥ इति श्रीशत्रुञ्जय चैत्यपरिपाटी समाप्ताः ||"B" ॥ इति श्री शत्रुञ्जय महातीर्थपरिपाटिका समाप्ताः ॥ “A” ૫ Page #13 -------------------------------------------------------------------------- ________________ સં. મધુસૂદન ઢાંકી Nirgrantha तथा च श्री शत्रुञ्जयतीर्थकल्पे श्री जिनप्रभसूरिभिः 1. तिम्र: कोटीस्विलक्षोना व्ययित्वा वसु वाग्भटः / मन्त्रीश्वरो युगादीशप्रासादमुददीधरत् // 69 / / 2. दृष्टैव तीर्थप्रथमप्रवेशेऽत्रादिमाहतः / विशदा मूर्तिराधत्ते दृशोस्मृतपारणम् / / 7 / / इतिश्री जिनप्रभसूरि कृते शत्रुञ्जयतीर्थकल्पे 3. श्रीजिनप्रभसूरिभिः अष्टोत्तरे वर्षशतेऽतीते श्रीविक्रमादिह / बहुद्रव्यव्ययाद् बिम्बं जावडिः स न्यबीविशत् // 71 // 4. तथा च भास्वरद्युतिमम्माणमणिशैलतटोत्थितम् / ज्योतीरसारख्यं यद्रलं तत्तेन घटितं किल // 72 / / 5. दक्षिणाङ्गे भगवतः पुण्डरीक इहादिमः / वामाले दीप्यते तस्य जावडिस्थापितोऽपरः / / 8 / / इत्याह श्रीजिनप्रभसूरिः 6. तथा च इक्ष्वाकु-वृष्णिवंश्यानामसंख्या: कोटिकोट्यः / अत्र सिद्धा: कोटिकोटीतिलकं सूचयत्यदः // 85 / / 7. पाण्डवाः पञ्च कुन्ती च तन्माता च शिवं ययुः / इति शासति तीर्थेऽत्र षडेषां लेप्यमूर्तयः // 86 / / 8. तथा च राजादनश्चैत्यशाखी श्रीसङ्घाद्भुतभाग्यतः / दुग्धं वर्पति पीयूपमिव चन्द्रकरोत्करैः / / 87 / / 9. द्वाविंशतेर्जिनेन्द्राणां यथाखं पादुकायुता। भात्यत्रायतनश्रेणी लेप्यनिर्मितबिम्बयुक् // 20 // इत्याह श्री जिनप्रभसूरिः