SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપરનામ શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા સં, મધુસૂદન ઢાંકી શત્રુંજયગિરિ-મહાતીર્થ પ્રતિ શ્રદ્ધાર્મિકલ્પકારો-પ્રબંધકાર વ્યતિરિકત મધ્યયુગના મુનિ તેમ જ કવિ-યાત્રિકોએ પણ તીર્થમાલાઓ, ચૈત્ય પરિપાટીઓ, વિવાહલાઓ, રાસો, સ્તોત્રો, સ્તુતિઓ, અને સ્તવનો દ્વારા વ્યકત કરી છે. આ અનુષંગે અગાઉ (સ્વ) શ્રીમદ્ વિજયધર્મસૂરિ, (સ્વ) મુનિ જિનવિજયજી, (સ્વ) પં. બેચરદાસ દોશી, (સ્વ) શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, (૩૦) ત્રિપુટી મહારાજ, (સ્વ) શ્રી સારાભાઈ નવાબ, (સ્વ) શ્રી અગરચંદ નાહટા, તેમ જ શ્રી ભંવરલાલ નાહટા સરખા જૈન ઇતિહાસ અને સાહિત્યના પર્યન્વેષકો દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રકાશિત થઈ ચૂકી છે. આમાંની ઘણીક કૃતિઓ શત્રુંજય પરનાં પુરાણાં જિનમંદિરોનાં ઇતિહાસ તેમ જ સ્થાન, કાળ, અને ત્યાં ઊભેલાં કુડીબંધ પશ્ચાત્કાલીન જિનાલયોની શ્રેણિઓ અને ઝુંડો વચ્ચેથી તારવવા-પ્રીછવામાં મદદગાર થાય છે. કાવ્યગત તત્ત્વો અને ભાષાકીય સામગ્રી ઉપરાંત ઈતિહાસમૂલક માહિતીનો સંભાર પણ એમાં સચવાયેલો હોઈ, આવી રચનાઓનું મૂલ્ય સ્પષ્ટત્યા ઊંચી કોટિનું રહે છે. શત્રુંજયસ્થિત દેવાલયો તથા પ્રસ્તુત તીર્થના ઐતિહાસિક ક્રમના અંકોડા મેળવવામાં તો આ કૃતિઓ એક બહુમૂલ્ય સાધન બની રહે છે. અહીં આવી એક (પ્રથમ દષ્ટિએ અજ્ઞાત કર્તાની) સ્તોત્રરૂપે રચાયેલી “શત્રુંજયતીર્થપરિપાટિમાં રજૂ કરીશું. - શત્રુંજય તીર્થનાં જિનભવનોના અનુલક્ષમાં અત્યાર સુધી મળી આવેલી ચૈત્યપરિપાટીઓ અને તત્સમાન કૃતિઓ પ્રાકૃતમાં, અને વિશેષે તો અપભ્રંશ મિશ્રિત જૂની ગુજરાતીમાં વામરુ-ગુર્જરભાષા (રાજસ્થાની-ગુજરાતી)માં, અને કોઈ કોઈ – ખાસ તો સત્તરમા સૈકાની રચનાઓ – પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવી ગુજરાતીના પ્રારંભકાળના રૂપમાં નિબદ્ધ થયેલી છે. અહીં પ્રગટ કરવામાં આવી રહેલી કૃતિ સંસ્કૃતમાં રચાયેલી છે; અને તેનો કાળ, આપણે આગળ જોઈશું તેમ, ઈસ્વીસનના ચૌદમા શતકના પ્રથમ ચરણ અંતર્ગત અંદાજી શકાતો હોઈ, તે અદ્યાવધિ ઉપલબ્ધ શત્રુંજય-વિષયક પ્રાચીનતર ચૈત્યપરિપાટિઓમાંની એક છે; અને એ કારણસર તેનું બેવડું મહત્ત્વ એવું વૈશિષ્ટય છે. પ્રસ્તુત સ્તોત્રરૂપ પરિપાટિનું સંપાદન પ્રારંભમાં પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંથી મેળવેલી એક જ હસ્તપ્રત પરથી કરવામાં આવ્યું હતું. પાઠ તૈયાર થઈ ગયા બાદ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદની પ્રત ક્રમાંક ૨૮૪૧ શ્રી અગરચંદ નાહટાને જોવા આપવામાં આવેલી તે આવી જતાં તેની અંતર્ગત પ્રસ્તુત સ્તોત્ર પણ મળ્યું. પ્રસ્તુત પ્રત સં. ૧૪૭૩ | ઈ. સ. ૧૪૧૭ ની છે, જેને અહીં હવે “A” ની સંજ્ઞા આપી છે; અને પહેલાં ઉપયોગમાં લીધી તે પ્રતને 'B' ની સંજ્ઞા આપી પાઠનું મિલાન કરતાં ઘણાખરાં અલનો દૂર થવા પામેલાં છે. દ્વિતીય પ્રતના પાઠની મેળવણીમાં શ્રી લક્ષ્મણ ભોજકની મળેલી સહાયનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. આ પાઠ તૈયાર થયા પછી એકાદ વર્ષ બાદ લાદ. ભા. સં. વિ. ની મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ ૮૬૦૧ | ૩૧માં પણ આ સ્તોત્રનો મૂળ પાઠ મળી આવતાં તેનાં આવશ્યક પાઠાંતરો નોંધી લીધાં છે; બાકી રહેલાં થોડાં સ્કૂલનો પણ આ છેલ્લી પ્રતથી દૂર થઈ શકયાં છે. આ પ્રતને અત્રે 'C' ની સંજ્ઞા આપી છે. પ્રતોમાં કયાંક જોડણી અને વ્યાકરણના દોષો જોવામાં આવેલા, જે સંપાદન સમયે શ્રી લા. દ. ભા. સં. વિના તે વખતના આસ્થાન-વિદ્વાન (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહ, તથા પંહરિશંકર અંબાશંકર શાસ્ત્રીની સહાયતાથી ઠીક કરેલા’. ‘' હસ્તપ્રતલિપિ પરથી, તેમજ આનુષંગિક લેખન-પદ્ધતિનાં લક્ષણો પરથી શ્રી. લાદ. ભા. સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249315
Book TitlePundarik Shikhari Stotra
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size509 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy